1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મતદાનના બદલામાં વળતર અને પ્રલોભનની સંભાવના લાંચ/ભ્રષ્ટાચાર સમાનઃ ચૂંટણીપંચ

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા તેમની સૂચિત લાભાર્થી યોજનાઓ માટે વિવિધ સર્વેની આડમાં મતદારોની વિગતો માંગતી પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેવામાં આવી છે, જે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 (1) હેઠળ લાંચની ભ્રષ્ટ પ્રથા છે. તેમાં નોંધ્યું છે કે, “કેટલાક રાજકીય પક્ષો અને ઉમેદવારો એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા છે જે કાયદેસરના સર્વેક્ષણો અને […]

રિંકુ સિંહ અને કે.એલ.રાહુલની પસંદગી નહીં કરવા મામલે શું કહ્યું અજીત અગરકરે, જાણો…

નવી દિલ્હીઃ ટી20 વિશ્વ કપ માટે બીસીસીઆઈએ 30મી એપ્રિલના રોજ ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં કે.એલ.રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે રિંકુ સિંહને  રિઝર્વ રાખવામાં આવ્યો છે. દરમિયાન કેએલ રાહુલને ટીમમાં સ્થાન નહીં આપવા બાબતે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું હતું કે, કેએલ રાહુલ સારો ખેલાડી છે પરંતુ મને લાગે છે કે, પંત અને સંજુ […]

સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 7000થી વધુ યોગ ઉત્સાહીઓએ કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024 પહેલાં આયોજિત એક ભવ્ય ઉત્સવ ‘યોગ મહોત્સવ’ દરમિયાન સુરતને યોગનો લાભ મળ્યો હતો. અઠવાલાઇન્સના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. 2 મે, 2024ના રોજ સવારે 7.00 વાગ્યાથી કોમન યોગ પ્રોટોકોલ (CYP)ની પ્રેક્ટિસમાં ડૂબેલા સાત હજારથી વધુ આતુર સહભાગીઓ આ ઉત્સવ માટે એકઠા થયા હતા. તેમનો […]

સંદેશખાલી કેસમાં CBIના રિપોર્ટની હાઈકોર્ટે કરી સમીક્ષા, સરકારને તપાસમાં સહયોગ કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી. હવે સીબીઆઈએ તપાસનો પ્રાથમિક અહેવાલ હાઈકોર્ટમાં સુપરત કર્યો છે, જેના પર કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગન્નમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્ય સાથે સીબીઆઈ રિપોર્ટની સમીક્ષા કરી […]

FIH પ્રો લીગ: હોકી ઇન્ડિયાએ 24 સભ્યોની મહિલા ટીમની જાહેરાત કરી

નવી દિલ્હીઃ બેલ્જિયમ લેગ 22મી મેથી 26મી મે સુધી ચાલશે, ત્યારબાદ ઈંગ્લેન્ડ લેગ 1લી જૂનથી 9મી જૂન સુધી સુનિશ્ચિત થશે. ભારતના પ્રતિસ્પર્ધીઓમાં આર્જેન્ટિના, બેલ્જિયમ, સ્પેન, ગ્રેટ બ્રિટન અને જર્મનીનો સમાવેશ થાય છે, દરેક ટીમ સામે બે વખત મેચો નિર્ધારિત છે, જે 22મી મેના રોજ આર્જેન્ટિના સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. ભારત હાલમાં આઠ મેચમાં આઠ […]

વડાલીના વેડા ગામમાં ઓનલાઈન મંગાવાયેલા પાર્સલમાં ધડાકો : એકનુ મોત

ખેડબ્રહ્માઃ સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલમાં ધડાકાને પગલે એક વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય ત્રણ જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે જાણ વડાલી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ફફડાટ સાથે આતંક ફેલાઈ ગયો […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પંચના સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચવાના વિશેષ પ્રયાસો

નવી દિલ્હીઃ જ્યારે વધુ વ્યક્તિઓ ભાગ લે છે ત્યારે ચૂંટણી વધુ અસરકારક બને છે. આ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ વર્ષોથી અથાક મહેનત કરી રહ્યું છે. આયોગે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચવા માટે વિશેષ પ્રયાસો કર્યા, જે અનુસૂચિત જનજાતિનો એક વિભાગ છે જે નિયમિત અનુસૂચિત જનજાતિ કરતાં વધુ સંવેદનશીલ છે. પંચે તેમને લોકતાંત્રિક […]

વોટ જેહાદની વાતમાં કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ દેખાય છેઃ વડાપ્રધાન મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિત ઈન્ડિ ગઠબંધન પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમના વોટ જિહાદ મામલે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, વોટ જિહાદની વાત કરનાર કોંગ્રેસની તૃષ્ટીકરણની નીતિ દેખાય છે. ગુજરાતમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપ પહેલાથી જ કહે છે કે, દેશની એકતા માટે […]

જમ્મુ-કાશ્મીરઃ સાંબા સેક્ટરમાં ઘુસખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઘુસણખોર ઠાર મારાયો

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં સુરક્ષા દળોએ ઘુસણખોરીને નિષ્ફળ બનાવીને એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા સાંબા સેક્ટરમાં બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. આ ઘટના સાંબા જિલ્લાના રીગલ વિસ્તારમાં સીમા ચોકી પાસે ઘટના બની […]

દિલ્હીમાં સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યા મેલ રશિયન સર્વરની મદદથી મોકલવામાં આવ્યાનું ખુલ્યું

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરની 100થી વધારે સ્કૂલોમાં બોમ્બના નનામા ઈમેલ મળી આવ્યાં હતા. આ ઉપરાંત બે દિવસ પણ ધમકી ભર્યા મેલ મળ્યાં હતા. આમ બે દિવસમાં 300થી વધારે ઈમેલ મળી આવ્યાં હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ કર્યો છે. પોલીસ તપાસમાં મંગળવારે ઈમેલમાં ફ્રાંસ, દક્ષિણ કોરિયા, અમેરિકા અને નેધરલેન્ડના સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code