1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિવાળી પછી દિલ્હી-NCRની હવા ઝેરી બની, રાજધાની ‘ગેસ ચેમ્બર’માં ફેરવાઈ

નવી દિલ્હી: દિવાળી બાદ રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચોંકાવનારી રીતે ખરાબ થઈ ગઈ છે. આખું શહેર ધુમ્મસ છવાઈ છે. આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 531 સુધી પહોંચી ગયો છે, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. […]

કેરલામાં ભારે વરસાદને કારણે જીવન ખોરવાયું, ચાર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર 

કેરલાના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને આંધીએ સામાન્ય જનજીવન ઠપ કરી દીધું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ઝાડો પડવા અને વીજળી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. હવામાન વિભાગે ચાર જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ તથા બાકી વિસ્તારોમાં ‘યેલો એલર્ટ’ જાહેર કર્યુ છે. પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. કેરલાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તીવ્ર પવનના કારણે […]

બાંગ્લાદેશમાં 3.4 તીવ્રતાનો ભૂકંપ, આફ્ટરશોકની શક્યતા 

’બાંગ્લાદેશમાં સોમવારે સાંજે 3.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. રાષ્ટ્રીય ભૂકંપીય કેન્દ્ર મુજબ ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5:43 વાગ્યે 10 કિલોમીટર ઊંડી સપાટી પર આવ્યો હતો, જેના કારણે આફ્ટરશોકની શક્યતા હજી પણ યથાવત છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં તેના ઝટકાઓ અનેક વિસ્તારોમાં અનુભવી શકાયા હતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવી ઉથલ (shallow) સપાટીના ભૂકંપ વધુ […]

અમેરિકામાં ચાલુ શટડાઉનનો પ્રભાવ સ્પષ્ટ દેખાવા લાગ્યો, નેશનલ ન્યૂક્લિયર સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનએ 1,400 કર્મચારીઓ છૂટા કરાયા 

અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનની અસર હવે મોટા પાયે જોવા મળી રહ્યો છે. આ અંતર્ગત અમેરિકાની પરમાણુ હથિયારોની દેખરેખ રાખતી એજન્સી નેશનલ ન્યૂક્લિયર સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (NNSA)એ પોતાના 1,400 કર્મચારીઓને રજા પર મોકલી આપ્યા છે. આ માહિતી અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ રાઇટે નેવાડા પ્રવાસ દરમિયાન આપી હતી. રાઇટે જણાવ્યું કે આશરે 400 જરૂરી કર્મચારીઓ તેમની ફરજ પર […]

પતિની તલાકની ધમકીથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

લખનૌ: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની ઇંદિરાનગર વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતાએ પતિ દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી ત્રસ્ત થઈને પોતાના પિયરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતક નાજિયા ઇસ્માઇલ શેખે મૃત્યુ પહેલા અંદાજે ચાર મિનિટનો એક ભાવુક વિડિઓ બનાવ્યો હતો, જેમાં તેણીએ પોતાના પતિ ઇસ્માઇલને તેના મોત માટે જવાબદાર ઠેરવ્યો છે. આ વિડિઓમાં નાજિયા રડતી હાલતમાં […]

અફઘાન રક્ષામંત્રીએ ભારત પરના પાકના આરોપોને મુદે પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ આપ્યો

નવી દિલ્હીઃ  અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા તણાવમાં હવે થોડો શમન થયો છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં યુદ્ધવિરામ થયો છે. તણાવ દરમિયાન પાકિસ્તાન તરફથી અફઘાનિસ્તાન પર હુમલાઓ થયા, પરંતુ પાકિસ્તાનના રક્ષામંત્રી તરફથી ભારતને પણ આ વિવાદમાં ઘસીટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના રક્ષામંત્રીએ આરોપ મૂક્યો હતો કે અફઘાન તાલિબાન, ભારત તરફથી પ્રોક્સી […]

જળવાયુ પરિવર્તનની અસર હવે પ્રાણીઓ ઉપર પણ પડી, લીવરને કરી રહ્યું છે ડેમેજ

જલવાયુ પરિવર્તન માત્ર પર્યાવરણની રચનાને જ નહીં પરંતુ જંગલી અને માંસાહારી પ્રાણીઓના મહત્વના અંગો ખાસ કરીને યકૃત (લીવર)ના કાર્યને પણ અસર કરી રહ્યું છે. તાપમાન, વરસાદ અને ખોરાકની સાંકળમાં આવેલા બદલાવના કારણે હવે શિકારી પ્રજાતિઓમાં લિવર ટોક્સિસિટી, ઑક્સિડેટિવ તાણ અને મેટાબોલિક અસંતુલન જેવી સમસ્યાઓ વધી રહી છે.  ફ્રન્ટિયર્સ ઇન એન્વાયર્નમેન્ટલ સાયન્સ અને નેચર ઇકોલોજી એન્ડ […]

ભાજપના પ્રદેશની નિયુક્તિ, મંત્રી મંડળના વિસ્તરણ બાદ હવે સંગઠનનું નવુ માળખુ જાહેર કરાશે

લાભપાંચમ બાદ પ્રદેશ સંગઠનનું નવુ માળખુ જાહેર કરાશે, જે જિલ્લાઓને મંત્ર મંડળમાં સ્થાન નથી મળ્યુ તેવા જિલ્લાને સંગઠનમાં સમાવાશે, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં હાઈકમાન્ડને મળીને પરત ફર્યા અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદિશ વિશ્વકર્માની નિયુકિત બાદ રાજ્યની ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકારના મંત્રી મંડળનું પુનઃગઠન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેટલાક મંત્રીઓને પડતા મુકીને નવા મંત્રીઓનો […]

આઈએનએસ વિક્રાંત આત્મનિર્ભર ભારતનું પ્રતિક : PM મોદી

પણજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ દીવાળીનો પવિત્ર તહેવાર સશસ્ત્ર દળોના જવાનો વચ્ચે ઉજવીને પરંપરા જાળવી રાખી છે. તેઓ ગોવા અને કારવારના દરિયા કિનારે આવેલ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત પર પહોંચ્યા હતા અને નૌસેનાના જવાનોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ અદ્ભુત છે, આ દૃશ્ય અવસ્મરણીય […]

અમદાવાદમાં જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો, 5ની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત 5ની દબોચી લીધા, પોલીસે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી, રોકડ અને બોલેરો પીકઅપ કબજે કર્યા, પૂજારીએ છેલ્લા અઢી વર્ષમાં કટર વડે કટિંગ કરીને 117 કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી લીધું હતું, અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શ્રીલક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 1.64 કરોડની કિંમતના ચાંદીના દાગીના અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code