1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતના નાનકડા ગામમાં આવી પહોંચી તારક મહેતાની ટીમ, ગૌશાળાની ગાયને ઘાસ ખવડાવ્યું

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું બોરડી સમઢીયાળા ગામ રખડતા ઢોર મુક્ત ગામમાં બનતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ટીમના કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લીધી હતી. જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે. ગામના રખડતા 250 જેટલા ઢોરને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. ત્યારે રખડતા ઢોર મુક્ત ગામની મુલાકાત માટે ફેમસ […]

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 746 ક્વિન્ટલની આવક, હરાજીમાં મણના 2600 સુધીના ભાવ બોલાયા

જુનાગઢઃ આ વર્ષે પ્રતિકૂળ હવામાનને લીધે કેરીના પાકને માઠી અસર પહોંચી હતી. તેના લીધે કેરીનો પાકની આવક મોડી શરૂ થઈ છે. ગીરના કેરીના પીઠા તરીકે જાણીતા તળાલા ગીર યાર્ડમાં બુધવારથી કેસર કેરીના હરાજીનો પ્રારંભ થયો છે. જ્યારે જુનાગઢ યાર્ડમાં ગત એપ્રિલ મહિનાથી કેરીના આવક શરૂ થઈ હતી. તા.2જી મેને ગરૂવારે કાચી કેસર કેરીની 746 ક્વિન્ટલ […]

અમદાવાદમાં છેલ્લા 12 દિવસમાં ફીવર, ઝાડા-ઊલટી, પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા પખવાડિયાથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં વાયરલ તાવ, ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા છે. જેમાં મ્યુનિ.ની હોસ્પિટલોમાં 129 દર્દીઓને દાખલ કરાયા છે. દરમિયાન મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા […]

અબુધાબી, અને દુબઈમાં ફરીવાર વરસાદની આફત સર્જાતા અમદાવાદ આવતી ફ્લાઈટ્સ મોડી પડી

અમદાવાદઃ અબુધાબી, દુબઈ સહિત યુએઈમાં ફરીવાર ભારે પવન સાથે વરસાદ પડતાં અમદાવાદથી યુએઈ જતી-આવતી ફ્લાઈટ્સ પ્રભાવિત બની હતી. દૂબઈ અને અબુધાબીથી અમદાવાદ આવતી ફ્લાઈટ્સ દોઢથી બે કલાક મોડી પડી હતી. જેમાં સવારે 5:45 કલાકે અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ પર આવનારી એર અરેબિયાની ફ્લાઇટ દોઢ કલાકના વિલંબ બાદ 7:15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. આ ઉપરાંત અબુધાબીથી […]

લુણાવાડાના હાડોડ ગામ પાસે મહી નદીમાં પુલ પરથી કાર ખાબકી, એકનું મોત

લૂણાવાડાઃ મહીસાગર જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લૂણાવાડાના હાડોડ ગામ નજીક બન્યો હતો. હાડોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં જૂના પુલ પરથી એક કાર નદીમાં ખાબકી હતી. આ બનાવની જાણ ગ્રામજનો ઘટનાસ્થળે આવી દોડી ગયા હતા. કાર પુલના નીચે જ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવની […]

ગરમી વધવાને લીધે આવકમાં ઘટાડો થતાં લીલા શાકભાજીના ભાવમાં ફરી વધારો

અમદાવાદ: ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ સહિત મહાનગરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. વધતી જતી ગરમીને લીધે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે શાકભાજીના ભાવમાં સરેરાશ 3-10 રૂપિયાનો વધારો કરવાની […]

રાજકોટમાં અટલ સરોવર ખૂલ્લું મુકાયા બાદ પ્રથમ દિવસે 10,000થી વધુ લોકો ઉમટી પડ્યાં,

રાજકોટઃ શહેરમાં ગુજરાતના સ્થપના દિન 1લીમેને બુધવારે લોકો માટે અટલ સરોવર ખુલ્લું મૂકવામાં આવતા પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. અટલ સરોવરમાં પ્રવેશ માટે  ટિકિટ લેવામાં લાંબી લાઈનો જોવા મળી હતી. અટલ બ્રિજ સરોવરમાં લોકોએ ફાઉન્ટેઈન અને લેઝર શોની મોજ માણી હતી. રાજકોટ શહેરના રૈયા સ્માર્ટ સીટી ખાતે 136 કરોડના ખર્ચે મ્યુનિ.કોર્પોરેશન […]

યુક્રેનમાં તબીબી શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓ NMCની માર્ગદર્શિકાને લીધે મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદઃ યુક્રેનમાં તબીબીનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલા ગુજરાતના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ ભારતમાં ઈન્ટર્નશિપ માટેની પરીક્ષા પણ પાસ કરી દીધી છે. નેશનલ મેડિકલ કાઉન્સિલની તમામ શરતો પૂર્ણ કરી હોવા છતાંયે એક વર્ષની ઈન્ટર્નશિપને બદલે ત્રણ વર્ષની ઈન્ટર્નશિપ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આથી ગુજરાતના 200 જેટલાં વિદ્યાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે. તબીબીના વિદ્યાર્થીઓના કહેવા મુજબ […]

રાજકોટમાં ગોંડલ હાઈવે પર સિટી બસમાં એકાએક આગ લાગી, પેસેન્જરો ઉતરી જતાં જાનહાની ટળી

રાજકોટઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. અસહ્ય ગરમીને લીધે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. સાથે વાહનોમાં હીટિંગને લીધે આગના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે શહેરના ત્રિકોણ બાગથી શાપર-વેરાવળ તરફ જઈ રહેલી સિટી બસમાં એન્જિનમાંથી ધૂમાડો નિકળ્યા બાદ આગ લાગી હતી. જો કે ડ્રાઈવરે સમયસુચકતા દાખવીને બસ રોડ સાઈડ પર […]

સુરતમાં BRTSના ડ્રાઈવરો પુરતો પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા,100 બસના પૈડા થંભી ગયા

સુરતઃ શહેરમાં BRTS બસ ચલાવવા માટે જુદી જુદી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં બસના ડ્રાઈવરોને કોન્ટ્રાક્ટરો દ્વારા પગાર આપવામાં આવે છે. પણ એજન્સી દ્વારા બસના ડ્રાઈવરોને નક્કી કર્યા મુજબનો પગાર ન આપતા ગુરૂવારે 140 જેટલાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતાં 100 BRTS બસના પૈડા થંભી ગયા હતા. જેના લીધે બસના પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code