1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગર જિલ્લામાં 51258 હેકટરમાં ઉનાળું વાવેતર, તળાજા તાલુકામાં સૌથી વધુ વાવેતર

ભાવનગરઃ જિલ્લામાં ઉનાળુ વાવેતર પૂર્ણ થયું છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે, એવા વિસ્તારોમાં ઉનાળું વાવેતર સૌથી વધુ થયું છે. જિલ્લાના કુલ વાવેતરમાં તળાજા તાલુકાનો જ હિસ્સો લગભગ 40% જેટલો છે. જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી, મગફળી અને તલનું સૌથી વધુ વાવેતર થયુ છે. જિલ્લામાં કુલ 51,258 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કરાયુ છે. જિલ્લાના કૃષિ વિભાગના […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થા અને યુનિ.ઓના હિસાબી ઓડિટમાં 98.60 કરોડની ગેરરીતિ પકડાઈ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક હિસાબી ભંડોળ પાસે રાજ્યની ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના 2001થી 2019 સુધીના હિસાબોનું ઓડિટ કરાવવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલી સરકારી યુનિવર્સિટી અને 14 અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના ઓડિટમાં 98.60 કરોડના હિસાબી અનિયમિતતા મળી આવી હતી, જે સરકારી યુનિવર્સિટીઓમાં હિસાબી અનિયમિતતા જોવા મળી છે. કે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2013-14 થી 2014-15 […]

અમદાવાદમાં ગરમી વધતા પાણીના વપરાશમાં પણ પ્રતિદિન 10થી 12 કરોડ લિટરનો વધારો,

અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીમાં વધારો થતાં શહેરમાં પાણીનો વપરાશ પણ વધી રહ્યો છે. સામાન્યરીતે શહેરમાં રોજના 166 કરોડ લિટર પાણીનો વપરાશ થતો હોય છે. પરંતુ ગરમી વધી જતાં આ વપરાશ રોજના 10થી 12 કરોડ વધી 178 કરોડ લિટરથી 180 કરોડ લિટર સુધી પહોંચી ગયો છે. […]

અમદાવાદના અસારવા વિસ્તારમાં રેલવેની દીવાલ ધસી પડતાં બેનાં મોત, ત્રણ ઘવાયા

અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દીવાલ એકાએક ધસી પડતા અફડા-તફડી મચી ગઈ હતી. અને દીવાલના કાટમાળમાં પાંચ જણા દબાયા હતા. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને દટાયેલા પાંચેયને બહાર કાઢ્યા હતા, જેમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. […]

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા ચૂંટણીને લીધે સ્થગિત કરાઈ

ગાંધીનગરઃ ગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર અને સિનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા પરીક્ષા લોકસભાની ચૂંટણીને લીધે સ્થગિત કરવામાં આવી છે.  પરીક્ષાની નવી તારીખ ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, સરકારી ભરતી માટે જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. તારીખ 20, 21, 27 અને […]

આ ટેક્નોલોજીઓ ઉમેરવાથી જુની કાર એડવાન્સ બનશે, બદલાશે ડ્રાઈવિંગનો અનુભવ

ઘણા લોકો નવી કાર ખરીદવાને બદલે જૂની કાર ખરીદવાનું પસંદ કરે છે. આવામાં તમે પણ જૂની કાર ખરીદી છે અને એડવાન્સ ફીચર્સની કમી છે, તો કારના ફીચર્સ અપગ્રેડ કરો. નવી ટેક્નોલોજી માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. આવામાં ઓછા ખર્ચામાં તમારી કારને એડવાન્સ ફીચર્સથી લેસ થઈ જશે. પાછળનો પાર્કિંગ કેમેરા કારની સુરક્ષા વધારવા માટે […]

શું તમને કેએચબીઆર છે ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશે

ઘણા લોકો દહીં અને ગોળ એકસાથે ખાતા હોય છે. કેટલાક લોકોને આ કોમ્બિનેશન વિચિત્ર લાગી શકે છે પરંતુ હકીકતમાં દહીં સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી […]

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધઃ ઇરાનના અનેક શહેરો પર ઇઝરાયેલી મિસાઇલ્સ ત્રાટકી, ઇરાને ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી

ઇરાન અને ઇઝરાયે વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે.. આ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે..ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી છે. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના સમાચાર છે. આ બધાની વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેના […]

તમે ભૂલથી પણ કારની અંદર ન રાખો આ 3 વસ્તુઓ, ઉનાળામાં બોમ્બની જેમ ફૂટી શકે છે…

ગરમીનો સમય આવતા સામાન્ય રીતે દરેક કાર માલિક કેબિનમાં તાપમાન વધવાની મુશ્કેલીનો સામનો કરે છે. હકીકતમાં ગરમી દરમિયાન તડકામાં પાર્ક કારની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા વધુ હોઈ શકે છે. આમ પણ ભારતમાં 40થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહે છે, જે કારની અંદર તેનાથી વધુ પહોંચી જાય છે. તેવામાં તમારે કેટલીક વસ્તુ કારની અંદર […]

પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર મતદાન પૂર્ણ, અંદાજે 65 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code