1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં BRTSના ડ્રાઈવરો પુરતો પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા,100 બસના પૈડા થંભી ગયા
સુરતમાં BRTSના ડ્રાઈવરો પુરતો પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા,100 બસના પૈડા થંભી ગયા

સુરતમાં BRTSના ડ્રાઈવરો પુરતો પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા,100 બસના પૈડા થંભી ગયા

0
Social Share

સુરતઃ શહેરમાં BRTS બસ ચલાવવા માટે જુદી જુદી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં બસના ડ્રાઈવરોને કોન્ટ્રાક્ટરો દ્વારા પગાર આપવામાં આવે છે. પણ એજન્સી દ્વારા બસના ડ્રાઈવરોને નક્કી કર્યા મુજબનો પગાર ન આપતા ગુરૂવારે 140 જેટલાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતાં 100 BRTS બસના પૈડા થંભી ગયા હતા. જેના લીધે બસના પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા BRTS બસના સંચાલન માટે અલગ-અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.  બસ સંચાલન માટેની ખાનગી એજન્સી અને ડ્રાઇવર-કંડક્ટરો વચ્ચે અવાર-નવાર કોઈના કોઈ મુદ્દે માથાકૂટ થતી રહે છે, જેના લીધે પ્રવાસીઓ પરેશાન થતા હોય છે. મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત બસ સેવાના સંચાલકો ડ્રાઈવરોને નક્કી કરેલો પગાર ન આપતાં અચાનક જ BRTS બસના 140 જેટલા ડ્રાઈવરો હડતાલ પર ઉતરી જતા બસ સેવા ખોરવાય ગઈ હતી. 100 જેટલી બસના પૈડા થંભી જતાં. અસહ્ય ગરમીમાં હજારો મુસાફરો અટવાયા હતા.

સુરત મ્યુનિ,કોર્પોરેશનના BRTSના પાલનપોર ડેપો પર ગુરૂવારે હડતાળ પર ઉતરેલા 140 જેટલા ડ્રાઈવરોએ આક્ષેપો કરતા કહ્યું હતું કે, બસ ઓપરેટર એજન્સી દ્વારા ડ્રાઈવરોને પગાર ચૂકવવામાં આવતો નથી. ડ્રાઈવરોને 26 દિવસના 22,500 રૂપિયા પગાર લેખે એક દિવસના 865 રૂપિયાની હાજરી થાય છે. જોકે, એજન્સી દ્વારા માત્ર 600 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. આ સ્થિતિને પગલે છેલ્લા ઘણા સમયથી બસચાલક દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં એજન્સીના સંચાલક દ્વારા ડ્રાઈવરોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મહિનો પગાર પૂરો થયા બાદ પણ સમયસર પગાર આપવામાં આવતો નથી.

શહેરના BRTS બસના કેટલાક ડ્રાઈવરોએ તો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એજન્સીએ કેટલાક ડ્રાઈવરોને રાખ્યા છે. તેમની પાસે લાયસન્સ કે અન્ય પુરાવા પણ નથી. જેના કારણે પ્રવાસીઓ જીવ પણ જોખમમાં આવે તેમ છે. બીન અનુભવી ડ્રાઈવરોને ઓછા પગારે નોકરી ઉપર રાખી લે છે અને અન્ય ડ્રાઈવરોને જે પ્રમાણે પગાર નક્કી કર્યા છે, તે પ્રમાણેનું વેતન પણ આપતા નથી. મોટાભાગના મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવતા ડ્રાઇવરોની સ્થિતિ આર્થિક રીતે ખૂબ જ નબળી થઈ જાય છે. કંપની દ્વારા વારંવાર જે કહેવામાં આવે છે તે પ્રમાણેનું કરવામાં આવતું નથી તેને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code