1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ વધારે ચાર નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં

બીજાપુર: દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા જવાનોએ સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો જપ્ત કર્યાં હતા. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન માટે […]

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પૌત્રીને તેડીને કહ્યુ, કોઈપણ સંપત્તિ આ આંખોની ચમકની બરાબરી કરી શકે નહીં

નવી દિલ્હી: વિશ્વના સૌથી વધુ અમીર લોકોની યાદીમાં સામેલ ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ફાઉન્ડર તથા ચેરમેન ગૌતમ અદાણીની કેન્ડિડ મૂવમેન્ટ સામે આવી છે. ગૌતમ અદાણીએ આજે એક્સ પર એક પોસ્ટ દ્વારા પોતાની કારોબારી ઈમેજથી અલગ એક તસવીર રજૂ કરી છે. જેમાં તેઓ નાનકડી માસૂમ બાળકીને વ્હાલ કરતા દેખાય રહ્યા છે. આ બાળકી તેમની […]

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ન્યૂઝ ચેનલ અલ ઝઝીરાને ગણાવી આતંકી, દેશમાં લગાવ્યો પ્રતિબંધ

તેલ અવીવ: ઈઝારયાલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અલઝઝીરાના પ્રસારણ પર ઈઝરાયલમાં રોક લગાવી દીધી છે. નેતન્યાહૂએ અલ ઝઝીરાને આતંકી ચેનલ ગણાવી છે. સોમવારે ઈઝરાયલની સંસદમાં એક કાયદો પારીત કરીને અલ ઝઝીરાને પ્રતિબંધિત કરવામાં આવી. અલ ઝઝીરા પર ઈઝરાયલની સંસદમાં ગંભીર આરોપો લાગ્યા છે. ઈઝરાયલના પીએમએ કહ્યુ છે કે અલ ઝઝીરાથી દેશની સુરક્ષાને ખતરો છે. 7 ઓક્ટોબરે […]

કેજરીવાલની પાછળ ઈડી લગાવવામાં કોંગ્રેસની મોટી ભૂમિકા, જાણો ઈન્ડિયા ગઠબંધનના ક્યાં નેતાએ લગાવ્યો છે આરોપ?

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઉમેદવારીને લઈને વિપક્ષી ઈન્ડિયા એલાયન્સમાં તકરાર વધતી દેખાય રહી છે. હવે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાને અયોગ્ય ગણાવ્યું છે. ડાબેરી નેતાએ તેની સાથે આરોપ પણ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઈડીની તપાસમાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી છે. પી. વિજયને કહ્યુ છે કે […]

આત્મનિર્ભર ભારતઃ કોલસાનું ઉત્પાદન 96.60 મિલિયન ટન પર પહોંચ્યું

નવી દિલ્હીઃ કોલસા ક્ષેત્રે ફેબ્રુઆરી 2024 દરમિયાન આઠ મોટા ઉદ્યોગોમાં સૌથી વધુ 11.6 ટકા વૃદ્ધિ નોંધાવી છે. નોંધનીય છે કે કોલસા ઉદ્યોગ છેલ્લા 8 મહિનામાં સતત બે આંકડામાં વૃદ્ધિનો અનુભવ કરી રહ્યો છે. તેણે છેલ્લા બે નાણાકીય વર્ષોમાં આઠ મુખ્ય ઉદ્યોગોની એકંદર વૃદ્ધિને સતત પાછળ રાખી છે. કોલસા મંત્રાલયે સોમવારે જારી કરેલા એક નિવેદનમાં માહિતી […]

બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી, પતંજલિની ભ્રામક જાહેરાતો સાથે જોડાયેલો છે મામલો

નવી દિલ્હી: પતંજલિની ભ્રામક જાહેરાતોના પ્રકાશનના મામલામાં યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના પ્રબંધ નિદેશક આચાર્ય બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. બંનેએ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી છે. મામલાને લઈને તાજેતરમાં કોર્ટે બંનેને તલબ કર્યા હતા. જસ્ટિસ હિમા કોહલીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે આયુર્વેદિક કંપની પતંજલિએ ભ્રામક વિજ્ઞાપનોના સતત પ્રકાશન પર જાહેર […]

કેજરીવાલ સરકારના મંત્રી આતિશીનો ભાજપમાંથી ઓફર મળ્યાનો દાવો, કહ્યું- રાઘવ ચઢ્ઢા સહીત 4ની થશે ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં નામ ઉછળ્યા બાદ અરવિંદ કેજરીવાલની સરકારના મંત્રી આતિશીએ મંગળવારે ચુપકીદી તોડતા ભારતીય જનતા પાર્ટી પર સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. આતિશીએ દાવો કર્યો છે કે તેમના એક નિકટવર્તી વ્યક્તિના માધ્યમથી ભાજપે તેમનો સંપર્ક કર્યો છે. આતિશીએ કહ્યું છે કે જો તે બાજપમાં સામેલ નહીં થાય, તો એક માસમાં તેમને એરેસ્ટ […]

જસ્ટિસ ચંદ્રચુડે ગુનાહિત નેટવર્કનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવવાની હિમાયત કરી

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે ફોજદારી ન્યાય પ્રણાલીમાં પરિવર્તન લાવવામાં ટેકનોલોજીની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો છે. ગઈકાલે સીબીઆઈ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં 20મું ડી.પી. કોહલી મેમોરિયલ લેક્ચર આપતા, જસ્ટિસ ચંદ્રચુડે નવા જમાનાના ગુનાહિત નેટવર્કનો અસરકારક રીતે સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવવાની હિમાયત કરી હતી. સમયની જરૂરિયાત સીબીઆઈની કાર્યવાહીની જટિલતાને ઓળખવાની અને […]

બદામ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચાને પણ આપે છે ઘણા ફાયદા, આ રીતે કરો ઉપયોગ

મોટાભાગની મહિલાઓને ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે, જેનાથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના રસાયણો ધરાવતા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આજે અમે તમને બદામમાંથી બનેલા કેટલાક ફેસ પેકની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જે તૈલીથી લઈને મિશ્રિત ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આપણે આપણા સ્વાસ્થ્યનું જેટલું ધ્યાન રાખીએ છીએ તેટલું […]

50 વર્ષની ઉંમર પછી તમારા શરીરને મજબૂત રાખવા માટે યોગના 6 આસનો કરો, જાણો તેના ફાયદા…

સાંધાના દુખાવા અને આર્થરાઈટિસથી પીડિત વૃદ્ધ લોકો માટે યોગ અપનાવવો ફાયદાકારક છે. આનાથી એકંદર આરોગ્ય સુધરે છે અને રોગોને નિયંત્રિત કરી શકાય છે. સંધિવા એ એક સામાન્ય સમસ્યા છે જે સાંધામાં સોજો અને પીડાનું કારણ બને છે, જેનાથી ચાલવું મુશ્કેલ બને છે અને ઘણી વખત લવચીકતા અને શક્તિમાં ઘટાડો થાય છે. યોગને યોગ્ય રીતે અપનાવવાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code