1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

દિલ્હી વિધાનસભાની ચુંટણી મામલે ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળશે

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને લઈને દિલ્હી ભાજપનું એક પ્રતિનિધિમંડળ ગુરુવારે સાંજે ચૂંટણી પંચને મળશે.આ મુલાકાત દરમ્યાન ભાજપના પ્રતિનિધિ મંડળ દ્વારા મતદાર યાદી સહિતના અન્ય મુદ્દાઓ મુકવામાં આવશે.આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી અને બીજેપી એક બીજા પર મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાનો આરોપ લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે […]

રાજ્યસભામાં જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી મામલે હંગામો

નવી દિલ્હીઃ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પક્ષ અને વિપક્ષના સભ્યોના હંગામાથી ઠપ થઈ ગઈ હતી. હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે ગૃહની બેઠક પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી. આજે સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી સાથે શાસક પક્ષ તરફથી સૂત્રોચ્ચાર થવા […]

જ્યોર્જ સોરોસ સહિતના મુદ્દે કોંગ્રેસે ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી રહેલી કોંગ્રેસ હવે જ્યોર્જ સોરોસના મુદ્દામાં ફસાઈ ગઈ છે. જ્યોર્જ સોરોસના બહાને ભાજપે કોંગ્રેસની ટોચની નેતાગીરીને ભીંસમાં મૂકી દીધી છે. જેના કારણે છેલ્લા બે દિવસથી સંસદની કાર્યવાહી પણ ખોરવાઈ રહી છે. કોંગ્રેસને સમજાતું નથી કે આ મુદ્દાને કેવી રીતે ઉકેલવો. જોકે, કોંગ્રેસ માટે અમેરિકા તરફથી કેટલાક રાહતના સમાચાર […]

મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે મમતા બેનર્જીને ભાજપાના એજન્ટ ગણાવ્યા હતા. ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામત નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની […]

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આજે મહાયુતિની નવી સરકાર બની છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત નવી સરકારમાં ફરીથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. શિસવેનાના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપીના પ્રમુખ અજીત પવારએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં […]

મહારાષ્ટ્રઃ નવી સરકારના મંત્રીમંડળમાં 43 નેતાઓને મળશે સ્થાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીત બાદ સીએમની પસંદગીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા-વિચારણા બાદ ભાજપાના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. નવી સરકારની કેબિનેટમાં ભાજપાના 21, શિવસેના(શિંદે)ના 12 અને એનસીપી(અજીત પવાર)ના 10 મળીને 43 જેટલા મંત્રી રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત શિંદે અને […]

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા આંચકાઓ બાદ બોલાવવામાં આવેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સંગઠનને લઈને ચર્ચા થઈ હતી અને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પાર્ટીએ ઈવીએમ સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય સંગઠનને સુધારવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવું […]

સંસદમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી ઈન્ડી ગઠબંધનમાં નવા પ્રાણ ફુંકાયા?

કેરળની વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીત  થતા જ હવે સંસદમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો એકસાથે જોવા મળશે. માતા સોનિયા ગાંધી પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી. વાયનાડ  બેઠક પર જીત મેળવ્યા બાદ પ્રિયંકા ગાંધીની સંસદમાં વિધિવત ડેબ્યુ  એન્ટ્રી થઇ છે. સંસદમાં તેઓએ શપથ ગ્રહણ કરતા જ કોંગ્રેસ સહીત ઈન્ડી ગઠબંધનમાં પ્રાણ ફૂંકાયો […]

હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા

રાંચીઃ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાંચીના મોરહબાદી મેદાનમાં ઝારખંડના 14મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેન ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં તેમના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન અને તેમની માતા રૂપી સોરેન પણ મંચ પર હાજર હતા. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ […]

પ્રિયંકા ગાંધીએ પોતાના હાથમાં બંધારણની નકલ સાથે લોકસભા સભ્યપદના શપથ લીધા

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે તાજેતરમાં પૂર્ણ થયેલી પેટાચૂંટણીમાં તેમનો વિજ્ય થયો છે. પ્રિયંકાએ હિન્દી ભાષામાં શપથ લીધા અને આ દરમિયાન તેમના હાથમાં બંધારણની કોપી હતી. જ્યારે તેઓ શપથ લેવા ઉભા થયા ત્યારે કોંગ્રેસના સાંસદોએ ‘જોડો-જોડો, ભારત જોડો’ના નારા લગાવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code