1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

દેશના આગામી વડાપ્રધાન રાહુલ ગાંધી બનશે, કોંગ્રેસના નેતાએ કર્યો દાવો

નવી દિલ્હીઃ તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, જે પૂર્ણ સમયની રાજનીતિ કરે છે. જ્યારે રેવંત રેડ્ડીને પૂછવામાં આવ્યું કે જો અન્ય રાજ્યોમાં પૂર્ણ સમયની રાજનીતિ અને રેવંત રેડ્ડી ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો ત્યાં પણ કોંગ્રેસનો ઝંડો લહેરાવી શકાય? આ અંગે તેલંગાણાના સીએમએ હસતા […]

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ 19 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

લખનૌ: ઉત્તર પ્રદેશમાં 9 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ તેના 19 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ સપા પ્રમુખ અખિલેશ યાદવ, રામ ગોપાલ યાદવ, શિવપાલ સિંહ યાદવ, ડિમ્પલ યાદવ, અવધેશ પ્રસાદ, જયા બચ્ચન, લાલજી વર્મા, રામ અચલ રાજભર સહિત 19 લોકોને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. આ તમામ ચૂંટણી માટે જાહેર સભાઓ […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.  તેમજ ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન  કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 23 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 48 ઉમેદવારો અને […]

ભાજપે યુપી પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

લખનૌઃ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 7 વિધાનસભા બેઠકો – કરહાલ, કુંડારકી, ગાઝિયાબાદ, ફુલપુર, માઝવાન, કટેહરી, ખેર પર પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીએ કરહાલ સીટથી અનુજેશ યાદવ, કુંડાર્કીથી રામવીર સિંહ ઠાકુર, મઝવાનથી સુસ્મિતા મૌર્ય, કથેરીથી ધરમ રાજ નિષાદ, ખેર અને મીરાપુરથી સુરેન્દ્ર દિલેરના ઉમેદવારોની જાહેરાત કરી છે. દીપક પટેલને ફૂલપુર અને સંજીવ […]

પ્રિયંકા ગાંધી પાસે રૂ. 12 કરોડથી વધુની સંપત્તિ

નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. નોમિનેશન ફોર્મ સાથે સબમિટ કરવામાં આવેલા સોગંદનામામાં પ્રિયંકા ગાંધીએ પોતાની પાસે રહેલી સંપત્તિ વિશે પણ માહિતી આપી હતી. પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 12 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા આ સોગંદનામામાં પ્રિયંકા ગાંધીએ […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ અજિત પવારની NCPએ 38 ઉમેદવારોની યાદી જાહેર કરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે અજિત પવારની NCPએ 38 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એનસીપીની ઉમેદવાર યાદીમાં છગન ભુજબળને યેવલાથી અને હસન મુશ્રીફને કાગલથી ટિકિટ આપવામાં આવી છે. અજિત પવાર પોતે તેમની પરંપરાગત બેઠક બારામતીથી ચૂંટણી લડવાના છે. આ ઉપરાંત કોપુરગાવથી આશુતોષ કાલે, અકોલેથી કિરણ લહામટે, બસમતથી ચંદ્રકાંત ઉર્ફે રાજુ નવઘરે, ચિપલુનથી […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તમામ પક્ષો ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે 13 જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં દીપિકા પાંડે સિંહને મહાગામા અને અંબા પ્રસાદ સાહુને બરકાગાંવથી મેદાનમાં […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આદ આદમી પાર્ટી નહીં ઝંપલાવે !

મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. પાર્ટીએ ચૂંટણી લડવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આમ આદમી પાર્ટી પોતાનું […]

ઝારખંડ ચૂંટણી: પ્રથમ તબક્કા માટે શુક્રવારથી ઉમેદવારોની નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે

નવી દિલ્હીઃ રાજ્યની 81 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. ચૂંટણીના પરિણામો 23મી નવેમ્બરે આવશે. ઝારખંડમાં 18 ઓક્ટોબરથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. પ્રથમ તબક્કા માટે ઝારખંડની 43 વિધાનસભા બેઠકો માટે શુક્રવારથી નામાંકન પ્રક્રિયા શરૂ થશે. 25 ઓક્ટોબર પ્રથમ તબક્કા માટે નોમિનેશનની છેલ્લી તારીખ […]

હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ નાયબ સિંહ સૈનીને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ આજે શપથગ્રહણ કર્યાં હતા. સૈની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથગ્રહણ કર્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયબ સિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરનાર નાયબસિંહ સૈની અને તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code