1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

હરિયાણા ચૂંટણીમાં હાર અંગે મલ્લિકાર્જુન ખડગેએ માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા હતા. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ચૂંટણી હાર અંગે રિપોર્ટ મંગાવ્યો છે. જેના દ્વારા પાર્ટી તે કારણો […]

હરિયાણામાં હવે 15મીએ નહીં, 17મીએ નાયબ સૈની લેશે શપથ, PM મોદી રહેશે હાજર

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ જીત બાદ સરકારના ગઠનની તૈયારીઓ શરૂ કરી લીધી હતી. એટલું જ નહીં સીએમ નાયબ સૈનીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટોચના ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નવી સરકારની શપથવિધિ સમારોહ 15મી ઓક્ટોબરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણાની નવી […]

કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ EVM મામલે બોલતા પહેલા રાજીનામું આપવું જોઈએઃ CM સરમા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે શીક છે કે, હિંદુઓમાં ભાગલા પાડીને રાજ્ય ચલાવી શકાય નહીં. તેમણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ટીકા કરવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસના તમામ મુખ્યમંત્રીઓને ઈવીએમ વિરુદ્ધ કોઈપણ નિવેદન […]

હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ હરિણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળતા હવે ભાજપાએ નવી સરકારના ગઠન માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન આજે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની જીને […]

હરિયાણામાં ભાજપાએ હારેલી લડાઈ જીતીઃ શિવસેનાના નેતા સંજ્ય રાઉત

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણી જીતીને ભાજપે તમામ એક્ઝિટ પોલને ખોટા સાબિત કર્યા છે એટલું જ નહીં તેના વિરોધીઓને પણ ચોંકાવી દીધા છે. શિવસેના યુબીટીના નેતા સંજય રાઉત પણ હરિયાણામાં ભાજપની અણધારી જીતથી આશ્ચર્યચકિત છે અને ભગવા પાર્ટીના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી. સંજય રાઉતે જણાવ્યું હતું કે, ‘બંને રાજ્યો (હરિયાણા અને જમ્મુ-કાશ્મીર)નું પોત-પોતાનું મહત્વ […]

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત […]

હરિયાણામાં કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશેઃ ભૂપેન્દ્ર હુડ્ડા હુંકાર

નવી દિલ્હીઃ ચંદીગઢ વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયા બાદ આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક વલણમાં જ 90 બેઠકો પૈકી 50 બેઠકો ઉપર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી હરિયાણામાં પોતાના દમ પર સરકાર બનાવવા જઈ […]

હરિયાણા ચૂંટણી પરિણામો: પ્રારંભીક વલણમાં ભાજપ 48 બેઠકો ઉપર આગળ, કોંગ્રેસ બહુમતથી દૂર

ચંદીગઢઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે જાહેર થયેલી મત ગણતરીના પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) 48 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 33 બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ લેટેસ્ટ ડેટા પરથી આ માહિતી મળી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ત્યારથી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો ચાલી […]

ડબલ એન્જિનની સરકાર એટલે ડબલ લૂંટ, કેજરિવાલના ભાજપા ઉપર પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં આમ આદમી પાર્ટી દ્વારા ‘જનતા કી અદાલત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનતાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની જનતાનો પ્રેમ, સમર્થન અને વિશ્વાસ મારી ઈમાનદારીનો પુરાવો બનશે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ડબલ એન્જિન સરકાર એટલે ડબલ લૂંટ. યુપીમાં છેલ્લા સાત વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ […]

દેશના ખુણે-ખુણે બેઠેલા બાબરને મારીને હટાવવા પડશેઃ હિમંત બિસ્વા સરમા

નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હરિયાણા ચૂંટણીના પ્રચાર માટે પલવલ જિલ્લામાં પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. સરમાએ જનતાને સંબોધતા કહ્યું કે હરિયાણામાં ખર્ચી-પર્ચીની પ્રથા પાછી લાવવાની જરૂર નથી, ભાજપને જીતાડવી પડશે. એટલું જ નહીં, આસામના સીએમએ એમ પણ કહ્યું કે, પિતા-પુત્રની સરકાર બનવાની નથી. કારણ કે હરિયાણામાં કોંગ્રેસે તુષ્ટિકરણનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code