1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

કર્ણાટક સરકારના મંદિરો પર ટેક્સ લાદવાનું બિલ રાજ્યપાલે પરત કર્યું

બેંગ્લોરઃ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્ણાટક સરકારના મંદિરો પર ટેક્સ લાદવાનું બિલ સરકારને પરત કરી દીધું છે. રાજ્યપાલે વધુ સ્પષ્ટતા સાથે બિલને ફરીથી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બિલમાં મંદિરોની આવક પર ટેક્સ લગાવવાની જોગવાઈ કરાઈ હતી. આ બિલનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજભવન વતી, એવું કહેવામાં આવ્યું છે કે, કર્ણાટક […]

બદલાય રહ્યું છે કાશ્મીર: ભાગલાવાદી શબ્બીર અહમદ સાથે પુત્રીએ સંબંધ તોડયો, કહ્યું -હું ભારતની

શ્રીનગર: કાશ્મીર બદલાય રહ્યું છે. ભાગલાવાદી નેતા શબ્બીર અહમદ શાહની પુત્રી સમા શબ્બીરે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. પુત્રી સમા શબ્બીરે પોતાના પિતાની ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી સાથે નાતો તોડતા કહ્યું છે કે હું ભારતની સાથે છું. તેની ઘોષણા કરતા સમા શબ્બીરે અખબારમાં જાહેરાત પણ આપી છે. હાલ શબ્બીર અહમદ શાહ તિહાડ જેલમાં બંધ છે. […]

મોદી સરકારની રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત જાહેરાત હટાવવાની માગણી, ચૂંટણી પંચ પહોંચી કોંગ્રેસ

નવી દિલ્હી: કોંગ્રેસના એક ડેલિગેશને ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત કરી અને ભાજપે ચૂંટણી પ્રચારની જાહેરાત સામે વાંધો વ્યક્ત કર્યો. પાર્ટીએ આને લઈને ચૂંટણી પંચ સમક્ષ પોતાની ફરિયાદ પણ કરી. પાર્ટીના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું છે કે અમે ભાજપના રશિયા-યુક્રેન યુદ્ધવાળા વિજ્ઞાપનને લઈને ફરિયાદ કરી છે અને જલ્દીથી જાહેરાત હટાવવાની માગણી કરી છે. કોંગ્રેસે […]

SBIએ ચૂંટણી પંચને સોંપ્યો ઈલેક્ટોરલ બોન્ડનો યૂનિક નંબર્સ સાથેનો ડેટા, SCએ આપ્યો હતો ઠપકો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આકરા ઠપકા બાદ આખરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સની તમામ જાણકારી ચૂંટણી પંચને સોંપી દીધી છે. આ ડેટામાં યૂનિક નંબર્સ પણ છે, તેનાથી એ જાણકારી મેળવવી આસાન હશે કે આખરે કોણે ક્યાં રાજકીય પક્ષને ચૂંટણી ફંડ આપ્યું છે. એસબીઆઈએ એફિડેવિટ પણ દાખલ કર્યું છે. એફિડેવિટે એક પોઈન્ટમાં લખ્યું છે […]

દિલ્હી HCએ CM કેજરીવાલને ધરપકડથી રાહત આપવાનો કર્યો ઈન્કાર, કોર્ટે ઈડીની ફાઈલ જોઈ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સતત બીજા દિવસે હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. આ પહેલા જજોએ ચેમ્બરમાં મંગળવારે કેજરીવાલ વિરુદ્ધ પુરાવાઓની ફાઈલ […]

મિ. અટૉર્ની જનરલ, તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે?: તમિલનાડુના ગવર્નર પર ભડકયા CJI ચંદ્રચૂડ આપી ચેતવણી

નવી દિલ્હી: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આકરું વલણ અખત્યાર કર્યું છે. તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે અમે રાજ્યપાલના વ્યવહારથી ગંભીરપણે ચિંતિત છીએ. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે અટોર્ની જનરલને સવાલ કર્યો કે તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે. તેમે તેમને જઈને જણાવો […]

ઈન્દિરા-રાજીવના વારસાનું અપમાન છે કાસ્ટ સેન્સસ, રાહુલ ગાંધી પર કૉંગ્રેસના મોટા નેતાએ સાધ્યું નિશાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કલેશ ખુલીને સામે આવી રહ્યો છે. આખા દેશમાં જાતિગત વસ્તી ગણતરીનો વાયદો કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમની જ પાર્ટીના એક મોટા નેતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કાસ્ટ સેન્સસની માગણી સાથે રાહુલ ગાંધી લોકોને વાયદો કરી રહ્યા છે કે જો સત્તામાં આવશે, તો તેઓ ખુદ […]

માત્ર ઈમામોને વેતન કેમ? PIL કોર્ટે કેજરીવાલ સરકારનો માંગ્યો જવાબ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હી વક્ફ બોર્ડને એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા નોટિસ જાહેર કરી છે. આ પીઆઈએલમાં સરકારી નાણાંથી ઈમામો અને મુઅજ્જિનોને વેતન આપવાની નીતિને પડકારવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 22 જુલાઈએ થશે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ પ્રમાણે, એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને […]

સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક, સુપ્રીમ કોર્ટે કહ્યું- અભિવ્યક્તિની આઝાદી પર હશે ખતરો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક લગાવી દીધી છે. આ ફેક્ટ ચેક યનિટને ઓનલાઈન કન્ટેન્ટના નિરીક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. ગત વર્ષ એપ્રિલમાં જ કેન્દ્ર સરકારે તેનું એલાન કરતા કહ્યુ તુ કે તેનું કામ હશે કે તે સરકાર બાબતે આપવામાં આવેલી જાણકારીના તથ્યોની તપાસ કરે. આઈટી નિયમોમાં પરિવર્તન કરતા આ […]

લોકોને વ્હોટ્સએપ પર વિકસિત ભારતવાળા મેસેજ મોકલવાનું બંધ કરો, ચૂંટણી પંચનો સરકારને આદેશ

નવી દિલ્હી: વિકસિત ભારત સંપર્કના બેનર હેઠળ કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શાવતા વ્હોટ્સએપ મેસેજ પર ચૂંટણીપંચે રોક લગાવી છે. ચૂંટણી પંચને ઘણી ફરિયાદો મળી હતી કે લોકસભા ચૂંટણી 2024ની ઘોષણા અને આદર્શ આચાર સંહિતાને લાગુ કરવા છતાં સરકારની સિદ્ધિઓ વાળા મેસેજ હજી પણ નાગરિકોને ફોન પર મોકલાય રહ્યા છે. તેના પછી ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code