1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

PM મોદી આજે કર્ણાટકની મુલાકાતેઃ બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસ વે સહીત અનેક યોજનાઓનું ઉદ્ઘાટન કરશે 

પીએમ મોદી આજે બેંગલુરુ મૈસુર વેનું ઉદ્ધાટન કરશે અનેક પરિયોજનાઓની આપશે ભેંટ બેંગલુરુઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક રાજ્યને ઘણી પરીયોજનાઓની ભેંટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. આ દરમિયાન, બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. 10 લેન અને 118 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે લગભગ 8,480 કરોડ […]

ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તેલંગાણા અને કેરળની મુલાકાત લેશે,જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યૂલ 

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તેલંગાણા અને કેરળની મુલાકાત લેશે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.આ દરમિયાન શાહ હૈદરાબાદમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને અન્ય કાર્યક્રમો ઉપરાંત ત્રિશુરમાં એક રેલીને સંબોધશે. એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી હૈદરાબાદમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક સુરક્ષા એકેડમીમાં CISFની 54મી રાઇઝિંગ ડે પરેડમાં મુખ્ય અતિથિ […]

બેંગ્લોરથી લખનઉ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,ટેકઓફની 10 મિનિટ બાદ જ સમસ્યા સર્જાઈ

દિલ્હી:બેંગ્લોરથી લખનઉ જતી AIX કનેક્ટ ફ્લાઇટનું ટેક-ઓફની 10 મિનિટ પછી શનિવારે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.એર એશિયાના અધિકારીઓએ આ જાણકારી આપી. પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઈટ I5-2472 શનિવારે સવારે લગભગ 6.45 વાગ્યે ટેકઓફ થઈ હતી અને સવારે 9 વાગ્યે લખનઉમાં લેન્ડ થવાની હતી. જોકે, ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં તેનું લેન્ડિંગ […]

પીએમ મોદીએ ‘પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન’ વિષય પર બજેટ પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન’ વિષય પર યોજવામાં આવેલા બજેટ પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરવામાં આવેલી વિવિધ પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા બજેટ પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ છેલ્લો અને અંતિમ વેબિનાર યોજાયો હતો. આ વેબિનારમાં ભાગ લેનારાઓને સંબોધન આપતા  વડાપ્રધાને જણાવ્યું […]

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ PM મોદીને મળ્યા,શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી કરવા વિનંતી કરી

રાઈપુર:છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને ટૂંક સમયમાં વસ્તીગણતરી હાથ ધરવા વિનંતી કરી હતી અને જીએસટી વળતર, કોલ રોયલ્ટી સહિત રાજ્યની કેટલીક અન્ય માંગણીઓ પર પણ ચર્ચા કરી હતી. બેઠક બાદ બઘેલે પત્રકારોને જણાવ્યું કે તેમણે વડા પ્રધાનને વસ્તી ગણતરી જલ્દી કરાવવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, “2011 […]

મનસુખ માંડવિયાએ ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા જતા કેસ અંગે સમીક્ષા બેઠક યોજી

દિલ્હી:દેશમાં H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ)ને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે રીઅલ ટાઇમ આધાર પર IDSP નેટવર્ક દ્વારા રાજ્યોમાં કેસોનું નિરીક્ષણ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. મોસમી ઈન્ફલ્યુએન્ઝાના H3N2 પેટાપ્રકારના કેસોની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. મંત્રાલયનો દાવો છે કે માર્ચના […]

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મેરઠની મુલાકાત લેશે,આયુર્વેદ ઉત્સવ અને વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શનિવારે મેરઠની મુલાકાત લેશે અને આ પ્રસંગે ત્રણ દિવસીય આયુર્વેદ ઉત્સવ અને વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ (ODOP) પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. શુક્રવારે અહીં જારી કરાયેલા સરકારી નિવેદન અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ  શનિવારે મેરઠમાં ત્રણ દિવસીય આયુર્વેદ ઉત્સવ અને ઓડીઓપી પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ કોતવાલ ધનસિંહ ગુર્જર પોલીસ ટ્રેનિંગ સ્કૂલ […]

મોદી સરકારની મોટી કાર્યવાહી,ખાલિસ્તાન સમર્થક કન્ટેન્ટનું પ્રસારણ કરતી 6 યુટ્યુબ ચેનલોને ‘બ્લોક’ કરી 

દિલ્હી:કેન્દ્રની વિનંતીના 48 કલાકની અંદર ખાલિસ્તાન સમર્થક ભાવનાઓને પ્રોત્સાહન આપતી ઓછામાં ઓછી છ યુટ્યુબ ચેનલોને ‘બ્લોક’ કરી દેવામાં આવી છે.માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે,છેલ્લા 10 દિવસમાં વિદેશથી સંચાલિત છથી આઠ યુટ્યુબ ચેનલો ‘બ્લોક’ કરવામાં આવી છે.તેણે કહ્યું કે પંજાબી ભાષામાં કન્ટેન્ટ પીરસતી આ ચેનલો સરહદી રાજ્યમાં મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી […]

પીએમ મોદી 12મી માર્ચે કર્ણાટકમાં માંડ્યા અને હુબલી-ધારવાડની લેશે મુલાકાત,વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે જ્યાં તેઓ લગભગ રૂ. 16,000 કરોડની કિંમતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 12 વાગ્યે,વડાપ્રધાન મંડ્યામાં મુખ્ય માર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.ત્યારબાદ, લગભગ 3:15 વાગે, તેઓ હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. માંડ્યામાં પી.એમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસની ઝડપી ગતિ એ સમગ્ર દેશમાં વિશ્વ સ્તરીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાના વડાપ્રધાનના વિઝનનો પુરાવો છે. આ […]

મનીષ સિસોદિયાને 7 દિવસ ઈડીના રિમાન્ડમાં મોકલાયા , 21 માર્ચે જામીન અરજી પર થશે સુનાવણી

મનીષ સિસોદિયા 7 દિવસના રિમાન્ડ પર સીબીઆઈ મામલે 21 માર્ચે સુનાવણી કરાશે દિલ્હીઃ- દિલ્હીના મંત્રી મનીષ સિસોદીયા દારુ કૌંભાંડ મામલે છેલ્લા ઘણા સમયથી સમાચારની હેડલાઈનામં છવાયા છે હવે રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને સાત દિવસના EDના રિમાન્ડ પર મોકલી આપ્યા છે.મનીષ સિસોદિયાની જામીન અરજી પર હવે 21 માર્ચે કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટે EDના રિમાન્ડ અંગેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code