1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

“સુશાસન સપ્તાહ” ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવતા પીએમ મોદી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19-25 ડિસેમ્બર 2022 દરમિયાન મનાવવામાં આવતા બીજા “સુશાસન સપ્તાહ” (ગુડ ગવર્નન્સ વીક)ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આગામી 25 વર્ષના અમૃતકાળ દરમિયાન લોકોએ ગૌરવશાળી અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે.સરકારની ભૂમિકા તેમના પ્રયાસોમાં સક્ષમ બનીને લોકોના સંકલ્પને પૂરક બનાવવાની છે.અમારી ભૂમિકા તકો વધારવાની અને તેમના […]

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી રાહત,વાયનાડથી તેમની ચૂંટણીને પડકારતી અરજી ફગાવી દીધી

દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.સર્વોચ્ચ અદાલતે કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય તરીકે તેમની ચૂંટણીને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. રાહુલ ગાંધી 2019ની સામાન્ય ચૂંટણીમાં વાયનાડથી ચૂંટાયા હતા. રાહુલ ગાંધીના નિર્વાચનને સરિતા એસ નૈયરએ 31 ઓક્ટોબર 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેરળ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ […]

પીએમ મોદી આવતીકાલે મેઘાલય અને ત્રિપુરાની લેશે મુલાકાત,અનેક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી ડિસેમ્બરે મેઘાલય અને ત્રિપુરાની મુલાકાત લેશે.શિલોંગમાં,વડાપ્રધાન ઉત્તર પૂર્વીય પરિષદની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે.સવારે લગભગ 10:30 વાગ્યે વડાપ્રધાન સ્ટેટ કન્વેન્શન સેન્ટર,શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે.ત્યારબાદ,લગભગ 11:30 વાગ્યે,તેઓ શિલોંગમાં એક જાહેર સમારંભમાં બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન,સમર્પિત અને શિલાન્યાસ કરશે.ત્યારપછી તેઓ અગરતલા જશે અને બપોરે લગભગ 2:45 વાગ્યે એક જાહેર સમારંભમાં […]

હિંદ મહાસાગરમાં વધશે દેશની તાકાત,ભારતીય નૌસેનામાં જોડાશે INS Mormugao

મુંબઈ:રક્ષામંત્રી રાજનાથ સિંહ 18 ડિસેમ્બરે સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિનાશક યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ ને ભારતીય નૌસેનાને સમર્પિત કરશે.નૌસેના ડોકયાર્ડ, મુંબઈ ખાતે નેવીમાં સામેલ કરવામાં આવશે.આનાથી હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાની પહોંચ વધશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે.રક્ષા મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી. આ વિનાશક યુદ્ધ જહાજને ભારતીય નૌકાદળના ‘વોરશિપ […]

પાન મસાલા-ગુટખા પર સરકાર વધારશે ટેક્સ!GST કાઉન્સિલની આજે બેઠક

દિલ્હી:ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ (GST કાઉન્સિલ)ની બેઠક શનિવારે યોજાવા જઈ રહી છે.આ બેઠકમાં વિવાદો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ટેક્સની જોગવાઈઓમાં સ્પષ્ટતા લાવવા માટે એક ડઝનથી વધુ નિયમોમાં ફેરફાર પર વિચારણા થઈ શકે છે.48મી GST કાઉન્સિલ મીટિંગમાં પાન-મસાલા અને ગુટખા જેવી વસ્તુઓ પર વધારાનો ટેક્સ લાદવા અંગે વિચારણા થઈ શકે છે. હકીકતમાં, ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સના રિપોર્ટમાં […]

અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે

કોલકાતા:પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા હતા.આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર, બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાજ્ય મંત્રી સુજીત બોઝ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલ (EZC)ની બેઠકની […]

દિલ્હીમાં ફરી એકવાર CNGના ભાવમાં વધારો,જાણો નવા ભાવ

દિલ્હી:રાજધાની દિલ્હીમાં CNGની કિંમતમાં 95 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.હવે તે 79.56 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.નવા ભાવ શનિવારે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે.IGLનું કહેવું છે કે તેની પાછળનું સૌથી મોટું કારણ કુદરતી ગેસના ભાવમાં વધારો છે. અગાઉ 8 ઓક્ટોબરે CNGના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.IGL અનુસાર, 8 ઓક્ટોબરે CNGના ભાવમાં 3 રૂપિયાનો […]

હિમાચલમાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ

શિમલા :હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 હતી.આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વિશેષ સચિવ સુદેશ મોક્તાએ જણાવ્યું હતું કે,ભૂકંપના આંચકા રાત્રે લગભગ 10.2 કલાકે અનુભવાયા હતા અને ભૂકંપનું કેન્દ્ર કિન્નૌરમાં નાકો નજીક ચાંગો નીચલામાં હતું. આંચકા થોડીક સેકન્ડો સુધી રહ્યા હતા, જેના કારણે લોકો ઘરની […]

રાજનાથ સિંહે વિજય દિવસ પર કહ્યું- 1971નું યુદ્ધ અમાનવીયતા પર માનવતાની જીત હતી

દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે વિજય દિવસના અવસર પર કહ્યું કે,1971નું યુદ્ધ અમાનવીયતા પર માનવતાની અને અન્યાય પર ન્યાયની જીત હતી.1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં વિજય દિવસ ઉજવવામાં આવે છે.બાંગ્લાદેશ, જે તે સમયે પાકિસ્તાનનો એક ભાગ હતો, યુદ્ધ પછી સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો. રાજનાથે ટ્વીટ કર્યું, “આજે વિજય દિવસના અવસરે, દેશ ભારતના […]

દેશમાં આતંરારાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યા 30 – આવનારા 5 વર્ષોમાં 200થી વધુ એરપોર્ટ બનાવાની કેન્દ્રની યોજના

સરકાકની યોજના વધુ 220 એરપોર્ટ બનાવાની દેશમાં 30 જેટલા આતંરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હીઃ- જ્યારથી કેન્દ્રમાં મોદી સરકારની સત્તા આવી છે ત્યારથી ભારત દેશની સતત પ્રગતિ થઈ રહી છે, વિદેશ સાથેના સંબંધો હોય કે પછી ડિજિટલ ક્ષેત્રમાં ભારનું આગળ વધવાની વાત હોય કે પછી અનેક સમિટિની અધ્યક્ષતા કરવાની હોય સતત દેશ વિકસી રહ્યો છે ત્યારે દેશમાં હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code