1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

નકવીનો અહંકાર યથાવત, BCCIની ચેતવણી બાદ પણ એશિયા કપ ટ્રોફી આપવાનો ઇનકાર

દુબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ ફરી એકવાર ભારત સામે અડગ વલણ રાખ્યું છે. BCCI તરફથી સ્પષ્ટ ચેતવણી મળ્યા બાદ પણ નકવીએ ટીમ ઈન્ડિયાને એશિયા કપ ટ્રોફી આપવાનો ઇનકાર કર્યો છે. મોહસિન નકવીએ જણાવ્યું છે કે તેઓ ખાસ પ્રેઝન્ટેશન સેરેમનીનું આયોજન કરશે અને તેમાં જો BCCI ઇચ્છે […]

ટીમ ઈન્ડિયા બીજી વન ડે રમવા એડિલેડ પહોંચી, શ્રેણી બરાબર કરવા માટે રોહિત-કોહલી ઉપર નજર

એડિલેડ : ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડેની શ્રેણીનો બીજો મુકાબલો રમવા માટે ભારતીય ટીમ પર્થથી એડિલેડ પહોંચી ગઈ છે. 23 ઑક્ટોબરે થનારા મેચમાં શ્રેણીમાં 0-1થી પાછળ ચાલી રહી ભારતીય ટીમ માટે જીત અનિવાર્ય બની છે. વિશેષ છે કે ટીમ ઇન્ડિયા દિવાળીના પાવન પ્રસંગે એડિલેડ પહોંચી હતી જ્યાં એરપોર્ટ પર ભારતીય પ્રેક્ષકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. […]

ICC મહિલા વિશ્વ કપઃ ભારતનો ઈંગ્લેન્ડ સામે ચાર રનથી પરાજય

નવી દિલ્હીઃ ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતનો ઈંગ્લેન્ડ સામે ચાર રનથી પરાજય થયો છે. ગઈકાલે ઈન્દોરમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડના 289 રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતીય ટીમ 50 ઓવરમાં છ વિકેટે 284 રન જ બનાવી શકી હતી. સ્મૃતિ મંધાનાએ 88, હરમનપ્રીત કૌરે 70 અને દીપ્તિ શર્માએ 50 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની હીથર નાઈટને […]

ભારત બાદ હવે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન સામે ક્રિકેટ સીરિઝ રમવાનો કર્યો ઈન્કાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા સરહદી તણાવનો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર સીધી અસર જોવા મળી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ જાહેરાત કરી છે કે, તે નવેમ્બર મહિનામાં યોજાનાર ટ્રાય સિરીઝમાં હવે ભાગ નહીં લે. આ નિર્ણય અરગૂન જિલ્લામાં થયેલા તાજેતરના હવાઈ હુમલા બાદ લેવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ અફઘાન […]

મહિલા વર્લ્ડ કપ: દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું

લૌરા વોલ્વાર્ડ અને તાઝમિન બ્રિટ્સે શાનદાર અડધી સદી ફટકારી હતી, જેના કારણે દક્ષિણ આફ્રિકાએ વરસાદથી પ્રભાવિત 20 ઓવરની મેચમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું, અને મહિલા ODI વર્લ્ડ કપમાં સતત ચોથી જીત નોંધાવી હતી. ટીમે 14.5 ઓવરમાં 121 રનનો સુધારેલો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. શ્રીલંકાની બેટ્સમેન વિશ્મી ગુણારત્નેએ મેચની સારી શરૂઆત કરી હતી, કેટલાક આકર્ષક […]

રણજી ટ્રોફી સૌથી વધુ વખત કોણે જીતી છે? એક ટીમ 40 થી વધુ વખત ચેમ્પિયન બની

મુંબઈએ સૌથી વધુ વખત રણજી ટ્રોફી જીતી છે. તેમણે રેકોર્ડ 42 રણજી ટ્રોફી ટાઇટલ જીત્યા છે. 1958/59 અને 1972/72 વચ્ચે, મુંબઈ સતત 15 વખત ચેમ્પિયન બન્યું, જે એક અવિશ્વસનીય રેકોર્ડ છે. મુંબઈએ 1934/35માં પ્રથમ રણજી ટ્રોફીમાં પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો, જ્યારે તેની ૪૨મી ટ્રોફી 2023/24 રણજી ટ્રોફીમાં જીતી હતી. કર્ણાટક રણજી ટ્રોફીમાં બીજા ક્રમની […]

હવે ક્રિકેટનો રોમાંચ નેક્સ લેવલ ઉપર જશે, નવી ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ રમાશે

ક્રિકેટની દુનિયામાં વારંવાર નવા ફેરફારો જોવા મળે છે, પરંતુ આ વખતે એક બિલકુલ નવી ફોર્મેટ રજૂ થઈ છે, જે ક્રિકેટના રોમાંચને વધુ ઊંચાઈએ પહોંચાડશે. આ નવી ફોર્મેટનું નામ છે ‘ટેસ્ટ ટ્વેન્ટી’, જેનો હેતુ ટેસ્ટ ક્રિકેટની ગંભીરતા અને T20ના ઉત્સાહને એક સાથે જોડવાનો છે. આ ફોર્મેટ માટે વેસ્ટઇન્ડીઝના મહાન ખેલાડી સર ક્લાઇવ લોઇડ, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કપ્તાન […]

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ઉપર કરી રહસ્યમય પોસ્ટ, પ્રશંસકો બન્યાં ચિંતિત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝ પહેલા સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ કરીને પ્રશંસકોને ચોંકાવી દીધા છે. ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાં પહેલાથી સન્યાસ લેનાર કોહલીની આ પોસ્ટ તેમના આંતરરાષ્ટ્રીય ભવિષ્યને લઈને નવા-નવા કયાસો કાઢવામાં આવી રહ્યાં છે. વિરાટ કોહલીએ એક્સ ઉપર લખ્યું છે કે, આપ હકીકતમાં ત્યારે […]

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાવવાની ભલામણ કરી, નવેમ્બર મહિનામાં લેવાશે નિર્ણય

નવી દિલ્હીઃ રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં ભારત વધુ એક પગલું આગળ વધ્યું છે. કેમ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનાર 24માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યજમાની અમદાવાદને સોંપવામાં આવે તેવી ભલામણ કરી છે. આ સાથે વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનો શતાબ્દી સમારોહ અમદાવાદમાં […]

પંતની ક્રિકેટના મેદાનમાં વાપસી નિશ્ચિત, રણજી ટ્રોફી સાથે એક નવો અધ્યાય શરૂ થશે

ભારતીય ક્રિકેટના સૌથી રોમાંચક ખેલાડીઓમાંના એક, ઋષભ પંત ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. લગભગ ત્રણ મહિનાની ઈજા અને રિહૈબિલિટેશન પછી, ફેન્સ માટે એ સારા સમાચાર છે કે પંત ટૂંક સમયમાં 2025-26 રણજી ટ્રોફી સીઝનમાં દિલ્હી માટે રમતા જોવા મળી શકે છે. જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન માન્ચેસ્ટરમાં પગમાં ઈજા થયા બાદ તે ક્રિકેટની બહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code