1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

IPL: લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે મુકાબલો

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 61મી મેચ આજે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદનો લખનઉ સુપર જાયન્ટ્સ સાથે મુકાબલો છે.  પ્લેઓફની દોડમાં ટકી રહેવા માટે LSGને કોઈપણ કિંમતે આ મેચમાં મોટી જીતની જરૂર પડશે. LSG હાલમાં 11 મેચોમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેની નેટ રન રેટ -0.469 છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે, લખનઉએ ફક્ત બાકીની ત્રણેય […]

પૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કરને BCCI એ આપી ખાસ ભેટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરને સન્માનિત કરતી વખતે એક ખાસ ભેટ આપી છે. મુંબઈમાં BCCI મુખ્યાલયમાં ‘10000 ગાવસ્કર’ નામના બોર્ડરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ બોર્ડરૂમનું ઉદ્ઘાટન ખુદ ગાવસ્કરે કર્યું હતું. આ દરમિયાન BCCI પ્રમુખ રોજર બિન્ની, ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને સચિવ દેવજીત સૈકિયા હાજર રહ્યા હતા. બીસીસીઆઈએ ભારતના દિગ્ગજ […]

IPL : ફાફ ડુ પ્લેસિસ અને ટ્રિસ્ટન સ્ટબ્સ દિલ્હી કેપિટલ્સ ટીમમાં ફરી જોડાયા

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટે માહિતી આપતા જણાવ્યું કે, ફાફ ડુ પ્લેસિસ અને ટ્રિસ્ટન સ્ટબ્સ IPL 2025ની બાકીની મેચો માટે ટીમમાં ફરી જોડાયા છે. દિલ્હી કેપિટલ્સે IPL 2025 ના બાકીના મેચ માટે દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસ અને ટ્રિસ્ટન સ્ટબ્સને ફરીથી જોડવાની જાહેરાત કરી. જોકે, ટીમે એ પણ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક અને […]

ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, 90.23 મીટર સુધી ફેંક્યો ભાલો

નવી દિલ્હીઃ ભારતના નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં પહેલી વખત 90.23 મીટર સુધી ભાલો ફેંકીને ઈતિહાસ રચ્યો છે. તેણે ફાઈનલમાં પોતાના ત્રીજા પ્રયાસમાં 90.23 મીટર ભાલા ફેંકીને પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો. અગાઉ, તેનો શ્રેષ્ઠ થ્રો 89.94 મીટર હતો, જે તેમણે 30 જૂન, 2022ના રોજ સ્ટોકહોમ ડાયમંડ લીગમાં ફેંક્યો હતો. શ્રેષ્ઠ થ્રો હોવા છતાં, નીરજ ચોપરાને […]

IPL: દિલ્હીની ટીમમાં બાંગ્લાદેશી ખેલાડીનો સમાવેશ કરાતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ, દિલ્હીની મેચોનો બહિષ્કાર કરવાની આપી ચીમકી

આ વખતે ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે IPL સીઝન થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી અને હવે તે 17 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયન ખેલાડી જેક ફ્રેઝર-મેકગર્કના સ્થાને બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કર્યો છે. દિલ્હી કેપિટલ્સનો આ નિર્ણય ચાહકોને બિલકુલ પસંદ નથી આવી રહ્યો. મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ […]

રોહિત અને કોહલીના રાજીનામા બાદ ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તેને લઈને શરૂ થઈ અટકળો

ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડી રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી રાજીનામાની જાહેરાત કરતા ક્રિકેટ પ્રેમીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી તરફ હવે ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. હજુ સુધી બીસીસીઆઈ દ્વારા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોને બનાવવા તેને લઈને કોઈ જાહેરાત કરી નથી, પરંતુ ગિલ અને […]

‘રોહિત અને કોહલીની ગેરહાજરીથી ઇંગ્લેન્ડને ફાયદો થશે’, મોઇને ટેસ્ટ શ્રેણી અંગે અભિપ્રાય વ્યક્ત કર્યો

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલી કહે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર બેટ્સમેનોની ગેરહાજરીથી ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડને ફાયદો થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતા મહિનાથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે અને તે પહેલા રોહિત અને કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણી સાથે, ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) […]

કયા ભારતીય ક્રિકેટરનું ઘર સૌથી મોંઘુ છે? જાણો

ભારતીય ક્રિકેટરો દર વર્ષે ક્રિકેટ રમીને કરોડો રૂપિયા કમાય છે. આ ઉપરાંત, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ ઘણા પૈસા કમાય છે. કરોડો રૂપિયા કમાતા આ ખેલાડીઓ સુંદર અને મોંઘા ઘરોમાં રહે છે. ભારતીય ક્રિકેટરોમાં સૌથી મોંઘુ ઘર એમએસ ધોનીનું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ધોની રાંચીમાં એક ફાર્મહાઉસમાં રહે છે. ધોનીનું આ ફાર્મહાઉસ 7 એકરમાં ફેલાયેલું છે. […]

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે સંત પ્રેમાનંદને મળ્યો

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા મંગળવારે સવારે વૃંદાવન પહોંચ્યા હતા. અહીં તેઓ શ્રી રાધે હિત કેલી કુંજ આશ્રમ ખાતે સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. આ દરમિયાન, બંનેએ સંત મહારાજ પાસેથી આશીર્વાદ લીધા અને આધ્યાત્મિક ચર્ચામાં ભાગ લીધો હતો. નિવૃત્તિ પછી તેઓ પ્રથમવાર જાહેરમાં દેખાયા હતા. નિવૃત્તિ […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 : ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન 12 મહિના પછી ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યા છે. ગ્રીનની વાપસીથી ઓસ્ટ્રેલિયા વધુ મજબૂત અને સંતુલિત બન્યું છે. ગ્રીને ગયા વર્ષે કરોડરજ્જુની સર્જરી કરાવી હતી, જેના કારણે તે ઓછામાં ઓછા છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code