1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનના પ્રદર્શનને લઈને શાહિદ આફ્રીદીએ PCBના ચેરમેનને આપી ખાસ સલાહ

ચેમ્પિયન્સ ટ્રોફીનો અંત ભારતીય ટીમના ખિતાબ જીતવા સાથે થયો છે. આ ટુર્નામેન્ટની યજમાન ટીમ પાકિસ્તાન માટે આ સફર ખાસ નહોતી. તેમને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવું પડ્યું હતું. તેમને ન્યુઝીલેન્ડ અને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 29 વર્ષ પછી, પાકિસ્તાનને ICC ટુર્નામેન્ટના યજમાન અધિકારો મળ્યા પરંતુ યજમાન ટીમની સફર માત્ર નવ દિવસમાં […]

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજનથી પાકિસ્તાનને ફાયદો થયો કે નુકસાન, જાણો

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતની આ જીતથી પાકિસ્તાનને ઊંડું નુકસાન થયું છે. આ કાર્યક્રમ માટે પાકિસ્તાને પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. 29 વર્ષ પછી, ICC ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાઈ, પરંતુ ભારતે ત્યાં રમવાનો ઇનકાર કર્યો. આ પછી બધી મેચ દુબઈમાં યોજાઈ હતી […]

શિયાળુ રમતો માટે ગુલમર્ગને સેન્ટર ઓફ એક્સલન્સમાં પરિવર્તિત કરશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શિયાળુ રમત-ગમતને વેગ આપવા માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ અહીં ગુલમર્ગને સ્પોર્ટિંગ હબમાં રૂપાંતરિત કરવાની સરકારની યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય રમત મંત્રીએ ગુલમર્ગ ગોલ્ફ ક્લબ ખાતે રમાઈ રહેલી પાંચમી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સના સમાપન સમારંભમાં હાજરી આપતાં આ વાત કરી હતી. આ સમાપન સમારંભમાં જમ્મુ અને કાશ્મીરનાં […]

ફેબ્રુઆરી માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે શુભમન ગિલ જાહેર

નવી દિલ્હીઃ ભારતના ઇન-ફોર્મ ઓપનર શુભમન ગિલને ફેબ્રુઆરી 2025 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 25 વર્ષીય ગિલે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને હરાવીને આ સન્માન મેળવ્યું. ગિલ માટે આ ત્રીજો ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ સન્માન છે, જેમણે અગાઉ 2023 માં – જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં બે […]

IPL 2025 : લખનૌ સુપર જાયન્ટસનો આ ફાસ્ટ બોલર પ્રારંભની કેટલીક મેચોમાં જોવા નહીં મળે

IPL ની 18મી આવૃત્તિ (IPL 2025) 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. બધી IPL ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ IPL શરૂ થાય તે પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો યુવા બોલર મયંક યાદવ તેની ઈજામાંથી હજુ સુધી સ્વસ્થ થયો નથી, તે IPL 2025 ના પહેલા ભાગમાં રમી શકશે નહીં […]

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આઈસીસીએ ખેલાડીઓનું રેન્કિંગ જાહેર કર્યું

નવી દિલ્હીઃ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની પૂર્ણાહુતી બાદ આઈસીસીએ ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 76 રનની મેચ વિજેતા ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન રોહિત શર્માને રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ ઉપરાંત શુભમન ગિલે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, વિરાટ કોહલીને રેન્કિંગમાં નુકસાન થયું છે. […]

આઈપીએલમાં દારૂ અને તમાકુના પ્રચાર ઉપર લાગશે પ્રતિબંધ, ડીજીએસએસના ચેરમેનએ લખ્યો પત્ર

ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિ 22 માર્ચથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ હોમ એન્ડ અવે ફોર્મેટમાં રમાશે, જેના માટે બધી ટીમોએ પોતપોતાના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન, આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) એ IPL દરમિયાન સરોગેટ જાહેરાત અને વેચાણ સહિત તમાકુ અને દારૂની જાહેરાતો પર પ્રતિબંધ અંગે IPL ચેરમેનને પત્ર લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું […]

ચેમ્પિયન્સ ટ્રોફી: એવોર્ડ સમારોહમાં PCB અધિકારીઓની ગેરહાજરીને કારણે વિવાદ સર્જાયો

કરાચીઃ રવિવારે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલના ઇનામ વિતરણ સમારોહમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા યજમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધિકારીઓને સ્ટેજ પર આમંત્રણ ન આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે PCBના મુખ્ય કાર્યકારી અધિકારી સુમૈર અહેમદ ગ્રાઉન્ડ પર હાજર હતા પરંતુ તેમને સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તે ટુર્નામેન્ટ […]

રોહિત શર્માની નિવૃત્તિની અફવા પર લાગ્યું પૂર્ણ વિરામ, હું નથી લઈ રહ્યો: રોહિત શર્મા

મુંબઈઃ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ગઈકાલે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને તેના ફેન્સને ખુશ કરી દીધા છે. ત્યારે આ ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થતાંની સાથે જ એક અટકળ એવી શરૂ થઈ છે કે હવે કેપ્ટન શર્મા ODI ફોર્મેટ માંથી નિવૃતિ લઈ શકે છે. ત્યારે આ અંગે રોહિતે સ્પષ્ટતા કરી છે. રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ […]

PMએ ભારતીય ક્રિકેટ ટીમને આપ્યા અભિનંદન,કહ્યું, અસાધારણ રમત, અસાધારણ પરિણામ

નવી દિલ્હીઃ ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા રાજકારણીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ X પર એક પોસ્ટ લખી હતી કે, ભારતીય ટીમની જીત પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, ‘એક અસાધારણ રમત અને એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code