1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

કપિલ દેવ, શ્રીધર વેમ્બુ, અરુણ ગોવિલ સહિત મહાનુભાવો આવશે ગુજરાત

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો ભાવનગર, 10 જાન્યુઆરી, 2026 – Kapil Dev, Sriram Vembu, Arun Govil પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો […]

બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટને ખેલાડીઓને લઈને કર્યો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: ટી20 વિશ્વકપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ક્રિકેટને લઈને ચાલી રહેલા વિવાદ ચાલી રહ્યો છે. આઈસીસીએ બાંગ્લાદેશની મેચ ભારતની બહાર ખસેડવાની માંગણી ફગાવી દીધી છે. હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આગળ શું કરશે તેની ઉપર લોકોની નજર મંડાયેલી છે. પરંતુ આ બધાની અસર ખેલાડીઓ […]

મોડાસામાં ‘અક્ષર યુથ પ્રીમિયર લીગ સીઝન-૨’નો ભવ્ય પ્રારંભ

રમતગમત દ્વારા સામાજિક એકતા અને વ્યસનમુક્તિનો અનોખો સંદેશ મોડાસા, ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ – અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ક્રિકેટના મહાકુંભ સમાન એક ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષર યુથ કલબ, મોડાસા દ્વારા આયોજિત અક્ષર યુથ પ્રીમિયર લીગ સીઝન – ૨ નો આજરોજ શનિવારથી શાનદાર પ્રારંભ થયો છે. બે દિવસીય આ […]

વિરાટ કોહલી સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડવા માટે તૈયાર

નવી દિલ્હી 10 જાન્યુઆરી 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થવાની છે. શ્રેણીની પહેલી મેચ વડોદરાના કોટ્ટામ્બીના BCA સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ફરી એકવાર વિરાટ કોહલી અને રોહિત શર્મા એક્શનમાં જોવા મળશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 11 જાન્યુઆરીએ વડોદરાના કોટ્ટામ્બીના BCA સ્ટેડિયમ ખાતે […]

IPL 2026માં રહેમાનની વાપસીની અટકળો ઉપર BCBએ મુક્યો પૂર્ણવિરામ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: આઈપીએલમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનને બહાર કરવામાં આવતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં છે. એટલું જ નહીં સુરક્ષાનું કારણ આગળ ધરીને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આગામી ટી-20 વિશ્વકપ ભારતની બહાર રમાડવા માંગણી કરી હતી. જો કે, વર્લ્ડકપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં […]

WPL 2026: મહિલા પ્રીમિયર લીગનો આજથી પ્રારંભ, ઓપનિંગ સેરેમનીમાં હની સિંહ અને જેકલીન મચાવશે ધૂમ

મુંબઈ 09 જાન્યુઆરી 2026: ક્રિકેટ ચાહકો માટે આજથી રોમાંચની નવી સીઝન શરૂ થઈ રહી છે. મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 નો આજથી શાનદાર પ્રારંભ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ગત વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામસામે ટકરાશે. નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાનારી આ મેચ હાઈ-વોલ્ટેજ રહેવાની પૂરી […]

શ્રેયસ ઐયરને ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીમાં રમવાની મંજૂરી મળી

નવી દિલ્હી 08 જાન્યુઆરી 2026: ભારતીય ઉપ-કપ્તાન શ્રેયસ ઐય્યર સફળતાપૂર્વક પુનર્વસન પૂર્ણ કર્યા પછી ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે સંપૂર્ણપણે ફિટ છે. વીવીએસ લક્ષ્મણે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને ઇમેઇલ દ્વારા તેમની ફિટનેસ વિશે માહિતી આપી હતી. ઐયરને હવે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાંથી રજા આપવામાં આવી છે અને તે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચથી પ્લેઇંગ ઇલેવનનો ભાગ […]

IND vs SA (U19): વૈભવ સૂર્યવંશીએ 63 બોલમાં સદી ફટકારી

નવી દિલ્હી 07 જાન્યુઆરી 2026: ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વૈભવ સૂર્યવંશીનું બેટ ધમાકેદાર રહ્યું છે. તેણે દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ધમાકેદાર સદી ફટકારી હતી. તેણે 158 થી વધુના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 63 બોલમાં પોતાની સદી પૂરી કરી. 23મી ઓવરના પહેલા બોલ પર એક સિંગલ લઈને વૈભવે પોતાની […]

મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટઃ ભારતીય ખેલાડી લક્ષ્ય સેને પ્રથમ મેચ જીતી

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય શટલર્સે ધમાકેદાર પ્રદર્શન કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સ્ટાર ખેલાડી લક્ષ્ય સેને પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે, જ્યારે યુવા ખેલાડી આયુષ શેટ્ટીએ પેરિસ ઓલિમ્પિકના મેડલિસ્ટને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. લક્ષ્ય સેનનો સંઘર્ષપૂર્ણ વિજય ભારતના લક્ષ્ય સેને સિંગાપુરના ખેલાડી જિયા […]

ICC એ બાંગ્લાદેશની માંગ ફગાવી, ભારતમાં જ રમવી પડશે T20 વર્લ્ડ કપ 2026ની મેચો

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ 2026ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા કરવામાં આવેલી એક વિવાદાસ્પદ માંગને ફગાવી દીધી હોવાનું જાણવા મળે છે. બાંગ્લાદેશે સુરક્ષાના કારણો ધરીને પોતાની મેચો ભારતથી શ્રીલંકા શિફ્ટ કરવાની વિનંતી કરી હતી, જેને ICCએ સદંતર નકારી કાઢી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code