1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

2025 સુધીમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 900 મિલિયનને પાર થશે, જેમાં પ્રાદેશિક ભાષાઓનું મુખ્ય યોગદાન છે

ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા આ વર્ષે 900 મિલિયનને પાર થવાની તૈયારીમાં છે. આ વૃદ્ધિ ડિજિટલ સામગ્રી માટે ભારતીય ભાષાઓના વધતા ઉપયોગને કારણે છે. IAMAI અને KANTAR દ્વારા બહાર પાડવામાં આવેલા ‘Internet in India Report 2024’માં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં સક્રિય ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 2024 માં 886 મિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે, […]

રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ

અમદાવાદઃ રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ(GCRI)માં રેડિયેશન થેરાપી માટે સાયબર નાઇફ રોબોટિક્સનો ઉપયોગ કરાય છે.  અંદાજે ₹. ૩૮ કરોડના ખર્ચે વસાવેલ આ સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના ૫(પાંચ )મી.મી. થી 3 સે.મી. સુધીની કદના સામાન્ય ટ્યુમરનું […]

રાજસ્થાનઃ સાયબર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ, છ શખ્સો ઝડપાયાં

જયપુરઃ રાજસ્થાનમાં સાયબર ઠગ્સને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. જેથી સાયબર ઠગ્સ પોલીસથી બચવા અને ઠગાઈ કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન ભરતપુરમાં એક જંગલોમાં બેઠા-બેઠા લોકોને નિશાન બનાવી રહ્યાં હતા. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પોલીસે છાપો મારીને છ ઠગોને ઝડપી લીધા હતા. જયારે છ ગુનેગારો ફરાર થઈ ગયા હતા. […]

હવે મોબાઈલ ઉપર કોલ આવશે ત્યારે કોલરનું નામ દેખાશે

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ ટેલિકોમ ઓપરેટરોને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સેવાને ઝડપથી અમલમાં મૂકવા વિનંતી કરી છે. આ સેવા હેઠળ, ઇનકમિંગ કોલ્સ પર કોલરનું નામ દર્શાવવું ફરજિયાત રહેશે. એક અહેવાલ મુજબ, આ પહેલનો ઉદ્દેશ્ય સ્પામ અને કૌભાંડી કોલ્સ પર અંકુશ લાવવાનો અને કોલ રીસીવરો કોલ કરનારની ઓળખ જાણે તે સુનિશ્ચિત કરવાનો છે. ટેલિકોમ ઓપરેટરો સાથેની […]

ભારતમાં 2026 સુધીમાં પાંચ લોકોને એઆઈમાં કુશળ બનાવાશે

સરકારી કંપની IndiaAI એ 2026 સુધીમાં પાંચ લાખ ભારતીયોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં તાલીમ આપવા માટે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સોફ્ટવેર ડેવલપર્સ, સરકારી અધિકારીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકોને AI માં તાલીમ આપવામાં આવશે. માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સાઉથ એશિયાના પ્રમુખ પુનીત ચંડોકે જણાવ્યું હતું કે કંપનીના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા દ્વારા […]

સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતા દર્શાવે છે કે આજનું ભારત ગતિશીલ, આત્મવિશ્વાસુ અને ભવિષ્ય માટે તૈયાર છેઃ PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમના નવ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા નવ વર્ષોમાં આ પરિવર્તનશીલ કાર્યક્રમે અસંખ્ય યુવાનોને સશક્ત બનાવ્યા છે, તેમના નવીન વિચારોને સફળ સ્ટાર્ટઅપ્સમાં ફેરવ્યા છે. પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો કે, “જ્યાં સુધી સરકારનો સવાલ છે, અમે સ્ટાર્ટઅપ્સની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં કોઈ કસર છોડી […]

દિલ્હી ચૂંટણીઃ ચૂંટણી પ્રચારમાં AI ના ઉપયોગ અંગે EC એ એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર સતત વેગ પકડી રહ્યો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન, ઘણી બધી પ્રમોશનલ સામગ્રી પણ બહાર આવી રહી છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ચૂંટણી […]

ISRO એ ‘SpaDeX મિશન’ હેઠળ ઉપગ્રહોનું ‘ડોકિંગ’ સફળતાપૂર્વક કર્યું

બેંગલુરુઃ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ ગુરુવારે ‘સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ’ (SPADEX) હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા. “ભારતે અવકાશ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે,” ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, ગુડ મોર્નિંગ ઇન્ડિયા, ઇસરોના સ્પેડએક્સ મિશનને ‘ડોકિંગ’માં ઐતિહાસિક સફળતા મળી છે. આ ક્ષણનો સાક્ષી બનવાનો ગર્વ છે.” આ પહેલા 12 જાન્યુઆરીએ, […]

સોશિયલ મીડિયા ઉપર ટૂંકા વિડિયોઝ વધારે જોવાથી થાય છે આ સમસ્યા

ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે, એટલું જ નહીં લોકો મોબાઈલ ઉપર સૌથી વધારે સમય પસાર કરી રહ્યાં છે. દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધારે ઉપયોગથી આરોગ્યને લઈને અનેક સમસ્યા થતી હોવાનું જાણવા મળે છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટૂંકા વિડિઓઝ જોવાનું વ્યસન હાઈ બ્લડ પ્રેશર અને હાઇપરટેન્શનનું […]

સોશિયલ મીડિયામાંથી તમારા ફોટા ચોરી રહ્યા છે સાઈબર ગુનેગારો !

આધુનિક ટેક્નોલોજીએ આપણું જીવન સરળ બનાવ્યું છે ત્યારે તેના ખતરનાક પાસાઓ પણ સામે આવી રહ્યા છે. આમાંની એક ડીપફેક ટેકનોલોજી છે, જેનો ઉપયોગ હવે સાયબર ગુનેગારો દ્વારા હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. આ ટેકનિક દ્વારા કોઈપણ વ્યક્તિની તસવીર કે વીડિયોને વાંધાજનક સામગ્રીમાં બદલીને બદનામ કરી શકાય છે. ખાસ કરીને ડીપફેક ટેક્નોલોજી દ્વારા મહિલાઓની તસવીરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code