1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!, ISRO ના ડાયરેક્ટર સાથે વિદ્યાર્થીઓની જ્ઞાનગોષ્ઠિ 

ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના સ્પેસ સાયન્સ વિશેના વણઉકલ્યા કોયડાઓ ઉકેલી ઉજ્વળ કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.     મંગળવારે SAC/ISRO– અમદાવાદના ડિરેક્ટર […]

દેશમાં સાયબર ફ્રોડના બનાવોમાં વધારો, એક વર્ષમાં 14,007 કેસ નોંધાયા

નવી દિલ્હીઃ દેશમાં સાયબર ફ્રોડના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવા બનાવનો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન 2021માં સાયબર ફ્રોડના 14,007 કેસ નોંધાયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટાને ટાંકીને, નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે સંસદમાં જણાવ્યું હતું કે 2021 માં ઓનલાઈન એપ્સ દ્વારા કરવામાં આવેલા સાયબર છેતરપિંડીના […]

દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ભૂમિકાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે  મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર આધુનિક ઉદ્યોગ જગતની પાયાની જરૂરિયાત છે. ઇલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ્યુનિકેશન, ઓટોમોટીવ, હેલ્થ કેર સહિતના વિવિધ ઉદ્યોગોમાં સેમિકન્ડક્ટરની […]

ચંદ્રયાન-3ના સફળ લોન્ચિંગ બાદ ISRO ફરી રચશે ઇતિહાસ,એક સાથે 7 સેટેલાઇટ લોન્ચ કરશે

દિલ્હી: ISRO 30 જુલાઈ 2023 ના રોજ એકસાથે સાત ઉપગ્રહો લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈસરો ફરી એકવાર ઈતિહાસ રચશે. આ એક કોમર્શિયલ લોન્ચ છે. જેમાં મોટાભાગના ઉપગ્રહો સિંગાપોરના છે. લોન્ચિંગ PSLV-C56 રોકેટ દ્વારા લોન્ચ પેડ વનથી થશે. લોન્ચિંગનો સમય સવારે 06:30 કલાક નક્કી કરવામાં આવ્યો છે. આ લોન્ચિંગમાં મુખ્ય ઉપગ્રહ DS-SAR છે. જે સિંગાપોરના […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા  4.4ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી : મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ 10.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર નીચે નોંધાયું હતું.જોકે,આ ભૂકંપના આંચકાથી […]

એલન મસ્ક ટ્વિટરનો લોગો બદલશે, બ્લુ બર્ડને બદલે આ હોઈ શકે છે નવો લોગો

દિલ્હી: ટૂંક સમયમાં ટ્વિટર પર એક મોટો ફેરફાર જોવા મળશે. હવે ટ્વિટરના લોગોમાંથી વાદળી રંગની ચકલીને હટાવવામાં આવી શકે છે . વાસ્તવમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બોસ એલન મસ્કએ રવિવારે એક ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ લોગો ઘણા વર્ષોથી ટ્વિટર પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાય છે અને તે તેની ઓળખ બની ગયો હતો. એલન મસ્કે ટ્વીટ […]

નેશનલ ટેલિમેડિસિન પ્રોગ્રામ: પરીક્ષા વખતે તણાવને લગતા કૉલ્સમાં તીવ્ર વધારો

નવી દિલ્હીઃ દેશમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતાને મજબૂત કરવા માટે સરકાર દ્વારા નેશનલ ટેલિ મેડિસિન હેલ્થ પ્રોગ્રામ (ટેલિ મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ્સ: ટેલિ-માનસ – ‘ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ‘નું ડિજિટલ સંસ્કરણ) સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ પહેલ મહત્વના તબક્કામાં પહોંચી ગઈ છે. આ કાર્યક્રમ શરૂ થયા બાદ ટોલ-ફ્રી સેવાને દેશના […]

દુનિયાની અડધાથી વધુ વસ્તી સોશિયલ મીડિયામાં છે વ્યસ્ત,જાણો ભારતના લોકો કેટલો સમય બગાડે છે?

દિલ્હી :ઈન્ટરનેટના ઝડપથી વધી રહેલા ઉપયોગને કારણે સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. તાજેતરના એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વની અડધાથી વધુ વસ્તી હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. મોટાભાગના લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર  જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ […]

ડિજીટલ ઈન્ડિયાઃ રાજકોટની તમામ ગ્રામ પંચાયતમાં હવે ક્યુઆર કોડ મારફતે પેમેન્ટ કરી શકશે

રાજકોટઃ હાલ મોબાઈલ ટેક્નોલોજીના ઉપયોગથી પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે, ત્યારે “ડિજિટલ ઈન્ડિયા” અંતર્ગત પંચાયતોમાં વેરા વસૂલાતમાં પણ યુ.પી.આઈ. (યુનિફાઈડ પેમેન્ટસ્ ઇન્ટરફેસ)થી પેમેન્ટની સિસ્ટમ લાગુ કરાઈ રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીદેવ ચૌધરીના નેતૃત્વમાં રાજકોટ જિલ્લાની તમામ 588 ગ્રામ પંચાયતોમાં ક્યુ.આર. કોડ મારફત યુ.પી.આઈ.થી પેમેન્ટની સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. આમ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code