1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પાસવર્ડ મુદ્દે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે લોકોને કર્યું મહત્વનું સૂચન

ઈન્ટરનેટની દુનિયામાં આજે દરેક વ્યક્તિના વિવિધ પ્લેટફોર્મ ઉપર એકાઉન્ટ્સ છે. આવી સ્થિતિમાં, લોકો વિવિધ પ્લેટફોર્મના એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ આ ખૂબ જ ખતરનાક છે, કારણ કે આમ કરીને તમે હેકર્સ અને ઑનલાઇન સ્કેમર્સને તમારા એકાઉન્ટમાં ઘૂસવા માટે આમંત્રિત કરી રહ્યાં છો. સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) એ લોકોને […]

AI અને ડીપફેકથી લોકસભાની ચૂંટણીને અસર ના પડે તે દિશામાં શરૂ કરાઈ કામગીરી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ડિજિટલ વર્લ્ડમાં ઘણા પડકારો ઉભા કરી રહ્યું છે. સચિન તેંડુલકર અને રતન ટાટા જેવા દિગ્ગજોથી લઈને બોલિવૂડ અને બિઝનેસ જગતની અનેક હસ્તીઓ શિકાર બની છે. હવે એવી આશંકા જતાય છે કે, ભારતમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને AI અને deepfakes દ્વારા પ્રભાવિત કરી શકાય છે. આવા માં, મોટી ટેક કંપનીઓએ ચૂંટણીમાં તેમના […]

સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ ભેટ અપાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 25 ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા પધારશે ત્યારે, આતિથ્ય માટે જાણીતી સૌરાષ્ટ્રભૂમિ પર તેમનું અદકેરું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટના જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ કાર્વિંગ ઓક્સીડાઈઝ એઇમ્સ મોડેલ અને રાજકોટની આર.કે. યુનિવર્સટીના વિદ્યાર્થીઓ દ્વારા […]

ભારત બાદ અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, Nova-C લેન્ડરનું લેન્ડીંગ

નવી દિલ્હીઃ અમેરિકાની ખાનગી કંપનીએ તેનું પહેલું અવકાશયાન Nova-C લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે. આમ કરીને અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો છે. ભારતીય સમય અનુસાર સવારે 4:53 કલાકે આ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. આ મિશન આગામી સાત દિવસ સુધી સક્રિય રહેશે. ટેક્સાસ સ્થિત કંપની, ઇન્ટ્યુટિવ મશીન્સે […]

ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે હવે અલગથી વીજ જોડાણ મેળવી શકાશે

નવી દિલ્હીઃ ગ્રાહકો હવે તેમના ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે અલગથી વીજ જોડાણ મેળવી શકશે. સુધારેલા ઈલેક્ટ્રીસીટી (રાઈટ્સ ઓફ કન્ઝ્યુમર) નિયમો અનુસાર, નવું વીજ કનેક્શન મેળવવાનો સમયગાળો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ, સમય મર્યાદા મેટ્રોપોલિટન વિસ્તારોમાં સાત દિવસથી ઘટાડીને ત્રણ દિવસ, અન્ય મ્યુનિસિપલ વિસ્તારોમાં પંદર દિવસથી સાત દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રીસ દિવસથી ઘટાડીને […]

ભારત અને ડેનમાર્ક સંરક્ષણ,સુરક્ષા અને નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભાગીદારી માટે સહમત

નવી દિલ્હીઃ ભારત અને ડેનમાર્ક સંરક્ષણ, સુરક્ષા અને નવી ટેકનોલોજી સહિતના નવા ક્ષેત્રોમાં તેમની ભાગીદારીને વિસ્તારવા માટે કામ કરવા સહમત થયા છે. વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં ડેનિશ વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને મંત્રીઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી […]

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આધુનિક મીડિયા લેન્ડસ્કેપ માટે ટ્રાન્સફોર્મેટિવ પોર્ટલનું અનાવરણ કર્યું

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ચાર ટ્રાન્સફોર્મેટરી પોર્ટલ લોન્ચ કર્યા છે, જે ભારતમાં મીડિયા જગતમાં ક્રાંતિ લાવવાનું વચન આપે છે. આ પહેલનો ઉદ્દેશ અખબારના પ્રકાશકો અને ટીવી ચેનલો માટે વધારે અનુકૂળ વ્યાવસાયિક વાતાવરણ ઊભું કરીને વેપાર-વાણિજ્યમાં સરળતા સુનિશ્ચિત કરવાનો, સરકારી સંચારમાં પારદર્શકતા અને કાર્યદક્ષતા વધારવાનો, અધિકૃત સરકારી વીડિયોને સરળતાપૂર્વક સુલભ કરાવવાનો અને સ્થાનિક […]

ભારત સરકારના આદેશથી એલન મસ્કની કંપની નારાજ

નવી દિલ્હીઃ ભરત સરકાર તાજેતરમાં Xના કેટલાક એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. Xએ સરકારના આ આદેશને સ્વીકાર કરી લીધો છે. સાથે જ અસંમતિ પ્રગટ કરી છે. Xએ કહ્યું છે કે ભારત સરકારના આદેશ પછી કેટલાક એકાઉન્ટને બ્લોક કે સસ્પેન્ડ કરી રહ્યા છીએ પણ અમે આનાથી સહમત નથી. લોકોને બોલવાની આઝાદી હોવી જોઈએ. આ જાણકારી […]

2 અરબ ડોલરના ખર્ચે ભારતમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટરએ જાણકારી આપી છે કે બહુ જલ્દી મલ્ટી-બિલિયન ડોલર એટલે અરબો રૂપિયાના ખર્ચે બે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ લાગવાના છે. એક ઈન્ટરવ્યુમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતમાં અરબો રૂપિયાનો ખર્ચ કરીને બે પૂર્ણ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં અનેક ચિપ એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ ઉપરાંત […]

આદિજાતિ વિસ્તારમાં નેટવર્ક ઉભું કરવા માટે 500 નવા મોબાઇલ ટાવર ઉભા કરાશે

અમદાવાદઃ આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં જણાવ્યું છે કે, ‘સબકા સાથ, સબ કા વિકાસ, સબકા પ્રયાસ’ના મંત્ર થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2007માં વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અત્યારસુધીમાં આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code