1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

WhatsApp ચેનલમાં આવી રહ્યું છે મોટું અપડેટ,WhatsApp ગ્રુપવાળું મળશે ફીચર

જ્યારે પણ કોઈપણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપની વાત આવે છે, ત્યારે વોટ્સએપ સૌથી પહેલા મનમાં આવે છે. આજે લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ WhatsAppનો ઉપયોગ કરે છે. કંપની સમયાંતરે યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતી રહે છે. વોટ્સએપ ટૂંક સમયમાં યુઝર્સને એક નવું અપડેટ આપવા જઈ રહ્યું છે. યુઝર્સને આ અપડેટ ચેનલ ફીચરમાં મળશે. WhatsApp નવા અપડેટમાં ચેનલ […]

ગુજરાતઃ ઇન્ટીગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન I-ORAના માધ્યમથી 36 જેટલી સેવાઓ ફેસલેસ બની

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઈ-ધરા સોસાયટીની સ્ટેટ લેવલ ગવર્નિંગ બોડીની દ્વિતીય બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અદ્યતન ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી જિલ્લા સ્તરે મહેસુલી સેવાઓ વધુ ટ્રાન્‍સપેરન્‍ટ બને તેમજ ઈ-ધરા રેકર્ડ વધુ સુદ્રઢ બને તે અંગે આ બેઠકમાં માર્ગદર્શન આપીને વિચાર-વિમર્શ કર્યો હતો. મહેસુલ વિભાગ અંતર્ગતની ઈ-ધરા સોસાયટીની રચના મુખ્યત્વે રાજ્યકક્ષાની એક સ્વાયત્ત અને […]

જાપાન-ભારત સેમીકન્ડક્ટર સપ્લાય ચેઇન પાર્ટનરશીપ પર સહયોગ કરારને સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને જાપાનનાં અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય વચ્ચે જાપાન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન પાર્ટનરશીપ પર જુલાઈ, 2023માં થયેલા સહકારનાં કરાર (એમઓસી)ની જાણકારી આપવામાં આવી હતી. એમઓસીનો આશય સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનને વધારવા માટે ભારત અને જાપાન વચ્ચે સહકારને મજબૂત કરવાનો છે, જેમાં […]

વિશ્વમાં આટલા દેશોમાં થાય છે સૌથી વધારે સાયબર અટેક,ભારત પણ આ યાદીમાં સામેલ

વિશ્વમાં સાયબર હુમલામાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ ડિજિટલ ઇન્ડિયામાં સતત વધતું જોખમ ટ્રેન્ડ માયક્રોના મધ્ય-વર્ષના સાયબર સુરક્ષા અહેવાલ મુજબ, માલવેર ડીટેક્શનમાં ભારત વિશ્વમાં ટોચના પાંચ દેશોમાં સામેલ છે, જે પ્રથમ છ મહિનામાં કુલ 90,945 રેન્સમવેર ડીટેક્શનમાં 5.5 ટકા હિસ્સો ધરાવે છે. 2023ના પ્રથમ છ મહિનામાં દેશ વૈશ્વિક માલવેર અને ઓનલાઈન બેંકિંગ માલવેર ડિટેક્શનમાં ટોચના […]

WhatsApp યુઝર્સ માટે મોટા સમાચાર,આજથી આ 25 સ્માર્ટફોનમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કામ નહીં કરે

જો તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આજથી મેટાની આ લોકપ્રિય એપ્લિકેશનની સેવા ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થવા જઈ રહી છે. કંપનીએ પહેલા જ માહિતી આપી છે કે 24 ઓક્ટોબરથી ઘણા યુઝર્સ માટે WhatsApp સપોર્ટ બંધ થઈ જશે. જો તમે પણ મેટાના આવા વપરાશકર્તાઓની યાદીમાં […]

ટ્રેનની લાંબી મુસાફરીમાં કેમ વધારે વપરાય છે મોબાઈલ ફોનની બેટરી જાણો

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલ ફોનનો વપરાશ વધવાની સાથે ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. હવે સામાન્ય રીતે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. જો કે, કેટલીકવાર મહત્વના કામ વખતે મોબાઈલ ફોનની બેટરી ઉતરી જાય ત્યારે ભારે હાલાકી ઉભી થાય છે. સૌથી વધારે ટ્રેનમાં લાંબા સમયની મુસાફરીમાં મોબાઈલ ફોનની બેટરી ઉતરી જવાની મુસાફરો ફરિયાદ કરે […]

DARPGની ઓફિસ પેપરલેસ બની, ડિજિટલ સીઆરયુ અપનાવ્યું

નવી દિલ્હીઃ વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (ડીએઆરપીજી)એ ૩.૦ની વિશેષ ઝુંબેશના સળંગ ત્રીજા અઠવાડિયા દરમિયાન ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું ચાલુ રાખ્યું છે. અઠવાડિયાની શરૂઆત 16થી થઈથ ઓક્ટોબર,23 અને 21ના ઓક્ટોબર’૨૩ રોજ પૂર્ણ થશે. આ અઠવાડિયે ડિજિટલ ડી.એ.આર.પી.જી.ની થીમ પર ઓફિસને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે ડી.એ.આર.પી.જી.માં શ્રેષ્ઠ પ્રથા તરીકે ડિજિટાઇઝેશનને અપનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું […]

નવીનીકરણની આગામી લહેર ગુજરાત જેવા રાજ્યો અને દેશના નાના શહેરો-નગરોમાંથી આવશે: રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ટિઇકોન વડોદરા કાર્યક્રમમાં એક ચર્ચામાં ભાગ લીધો હતો, જેમાં સ્થાનિક રોકાણકારોએ ગુજરાતમાં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે રૂ. 100 કરોડનું વચન આપ્યું હતું. આ પહેલ મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગયા વર્ષે સ્થાપિત ઉદ્યોગસાહસિકો અને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઈ) પાસેથી ટેકો એકત્રિત […]

“ISRC સેમીકન્ડક્ટર્સમાં ભારતની વધતી ક્ષમતાઓમાં મુખ્ય સંસ્થા હશે”: રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ ઇન્ડિયા સેમિકન્ડક્ટર આરએન્ડડી સમિતિએ ઇન્ડિયા સેમિકન્ડક્ટર રિસર્ચ સેન્ટર (ISRC) પરનો અહેવાલ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરને સુપરત કર્યો હતો. ભારત સેમીકન્ડક્ટર આરએન્ડડી કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, “મહિનાઓના સમર્પિત સંશોધન પછી, ઇન્ડિયા સેમિકન્ડક્ટર આર એન્ડ ડી કમિટીએ ISRCનો રોડમેપ […]

2040 સુધીમાં ભારત મનુષ્યને ચંદ્ર પર મોકલશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ગગનયાન મિશનની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને ભારતના અવકાશ સંશોધનના પ્રયાસોના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અવકાશ વિભાગે ગગનયાન મિશનની વિસ્તૃત ઝાંખી પ્રસ્તુત કરી હતી, જેમાં અત્યાર સુધી વિકસાવવામાં આવેલી વિવિધ ટેકનોલોજીઓ જેવી કે માનવ-નિર્ધારિત પ્રક્ષેપણ વાહનો અને સિસ્ટમ લાયકાતનો સમાવેશ થાય છે. એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code