1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-પશ્ચિમ ક્ષેત્ર, સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)નો કર્ણાવતી ખાતે પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે સંઘ શિક્ષા વર્ગોનું આયોજન કરવામાં આવે છે. તેના જ ભાગરુપે તા. 17મી મે થી 1 જુન 2024 સુધી સંસ્કધામ, કર્ણાવતી ખાતે 15 દિવસીય સંઘ શિક્ષા વર્ગ (વિશેષ) નો પ્રારંભ થયો છે. (આ વર્ગમાં 40 વર્ષથી 65વર્ષ આયુના સ્વયંસેવકો અપેક્ષિત હોય છે.) શ્રી નરનારાયણ […]

છ રાજ્યો,બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આવતીકાલે મતદાન, 2019માં આ 49 પૈકી 40 સીટો NDAએ જીતી હતી 

આવતીકાલે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જેમાં હાઈ પ્રોફાઈલ રાયબરેલી તેમજ અમેઠી બેઠક પર પણ મતદાન યોજાશે. જ્યાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ મેદાનમાં છે. રાહુલ ગાંધી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેરળનાં વાયનાડથી અને નહેરૂ ગાંધી પરિવારના […]

દરેક વસ્તુનો એક સમય હોય છે, મોટુ પગલું પુરી તૈયારી સાથે ભરવાનું હોય’ POK પરત લેવા મુદ્દે જયશંકરનો જવાબ 

‘ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું’ આ શબ્દો છે વિદેશ મંત્રી એસ.જયશંકરના.. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય માટે યુદ્ધ અટકાવ્યું હતું. PM મોદીએ આ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી […]

બેંગલુરુ: ફ્લાઈટમાં પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી

બેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી હતી. આ પછી ક્રૂ મેમ્બરોએ એર […]

ચૂંટણી સમયની જપ્તી ટૂંક સમયમાં જ રૂ.9,000 કરોડને પાર કરશે

ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં મની પાવર અને પ્રલોભનો પર ચૂંટણી પંચના નિર્ધારિત અને સંકલિત હુમલાને પરિણામે એજન્સીઓ દ્વારા 8889 કરોડની કિંમતની જપ્તી કરવામાં આવી છે. ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો સહિતના પ્રલોભનો સામે ઉન્નત તકેદારીના પરિણામે મોટી જપ્તી ક્રિયાઓ અને સતત વધારો થયો છે. દવાની જપ્તી મહત્તમ છે. ખર્ચની દેખરેખ, ચોક્કસ ડેટા અર્થઘટન અને અમલીકરણ એજન્સીઓની […]

મિશન ઝાડુ હેઠળ AAP નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છેઃ કેજરીવાલ

એક પછી એક AAP નેતાઓની ધરપકડના વિરોધમાં સીએમ અરવિંદ કેજરીવાલ બીજેપી હેડક્વાર્ટર જવા રવાના થયા હતા. દિલ્હી પોલીસે તેમને અને પાર્ટીના સમર્થકોને ત્યાં જતા રોક્યા હતા.આખરે તેઓ પાર્ટીના મુખ્ય કાર્યાલય પર પાછા ફર્યા હતા. આ પહેલા પોતાની પાર્ટીના કાર્યાલય પર એકત્ર થયેલા કાર્યકરોને સંબોધતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીના નેતાઓને એક પછી […]

અફધાનિસ્તાનમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ 

અફઘાનીસ્તાનમાં ભારે વરસાદને કારણે પુરનો કેર જોવા મળ્યો છે. થોડા સમય પહેલા મળેલી માહિતી મુજબ પુરના કારણે 50 લોકોના મૃત્યુ નીપજ્યા છે, અને કેટલાક લોકો લાપતા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત, તે પ્રદેશના કેટલાક મુખ્ય રસ્તાઓ પણ પુરના કારણે ધોવાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનીસ્તાનમાં છેલ્લાં […]

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લેવા પર બોલ્યા પ્રિયંકા, ભૂલ હતી કે નહીં તે રાજકીય દ્રષ્ટિકોણ, ભગવાન દરેક ભારતીયના હૃદયમાં છે

પ્રિયંકા ગાંધીએ એક ખાનગી ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ પાર્ટી દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ ન લેવા અંગે જવાબ આપ્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવા પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, જો તમે દરેક વસ્તુને રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ તો તમે કંઈપણ કહી શકો છો. ધર્મ એ રાજકીય મુદ્દો […]

ફળો પકવવામાં કેલ્શિયમ કાર્બાઇડના પ્રતિબંધનું પાલન સુનિશ્ચિત કરવા FSSAIએ ફળોના વેપારીઓને ચેતવણી આપી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ખાસ કરીને કેરીની સીઝન દરમિયાન ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડ પરના પ્રતિબંધનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે વેપારીઓ/ફળોના હેન્ડલર્સ/ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને પકાવવાની ચેમ્બરનું સંચાલન કરવા ચેતવણી આપી છે. FSSAI એ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા વિભાગોને પણ સતર્ક રહેવા અને FSS એક્ટ, […]

નરેન્દ્ર મોદી સરકાર તેનો ત્રીજો કાર્યકાળ હાંસલ કરવા તરફ આગળ વધી રહી છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક જાહેર સભાને સંબોધિત કરી.ગૃહમંત્રીએ કહ્યું, એક તરફ મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ બાબા છે અને બીજી તરફ પછાત વર્ગના ગરીબ ચા વેચનારના પરિવારમાં જન્મેલા મોદીજી છે. મોદીજીએ છેલ્લા 23 વર્ષથી રજા લીધી નથી અને સરહદ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી છે. આ સાથે તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code