
અફધાનિસ્તાનમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ
અફઘાનીસ્તાનમાં ભારે વરસાદને કારણે પુરનો કેર જોવા મળ્યો છે. થોડા સમય પહેલા મળેલી માહિતી મુજબ પુરના કારણે 50 લોકોના મૃત્યુ નીપજ્યા છે, અને કેટલાક લોકો લાપતા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત, તે પ્રદેશના કેટલાક મુખ્ય રસ્તાઓ પણ પુરના કારણે ધોવાઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનીસ્તાનમાં છેલ્લાં બે અઠવાડિયાથી વરસાદનો કેર વર્તાઈ રહ્યો છે.