1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્‍દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે, ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકાસ પામતી મોટી અર્થવ્યવસ્થા છે અને દેશ સમાવે લેતા, સાતત્યપૂર્ણ તેમજ મજબૂત વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેઓ નવી દિલ્હીમાં યોજાયેલા FICCI Leads 2025માં મુખ્ય વક્તા તરીકે સંબોધન કરી રહ્યા હતા. ગોયલે જણાવ્યું કે ભારતની વિકાસગાથા ત્રણ સ્તંભો પર આધારિત […]

લઘુમતીઓની સુરક્ષા મામલે ટીપ્પણી કરનાર સ્વિત્ઝર્લેન્ડને UNHRCમાં ભારતે બતાવ્યો અરીસો

નવી દિલ્હીઃ ભારતે સ્વિત્ઝર્લેન્ડની લઘુમતીઓની સુરક્ષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગેની ટિપ્પણી પર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના 60મા સત્રમાં ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ આ ટિપ્પણીને આશ્ચર્યજનક, ભ્રામક અને ખોટી માહિતી પર આધારિત ગણાવી. તેમણે સ્વિત્ઝર્લેન્ડને ભારતને ઉપદેશ આપવાને બદલે પોતાના દેશમાં ફેલાયેલા જાતિવાદ, ભેદભાવ અને ઝેનોફોબિયા (વિદેશીઓ પ્રત્યેની નફરત) ને દૂર […]

દિલ્હીમાં કેમિકલ બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરુ રચનાર ISIS મોડ્યુઅલનો પર્દાફાશ, 5 આતંકી ઝડપાયાં

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન ચલાવીને એક મોટા આતંકી હુમલાનો ષડયંત્ર નિષ્ફળ બનાવી દીધો છે. દિલ્હી, મુંબઇ અને ઝારખંડમાં એકસાથે શરૂ કરાયેલા આ અભિયાન દરમિયાન કુલ 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બધા ISIS મોડ્યુલથી પ્રેરિત હોવાનું સામે આવ્યું છે અને તેઓ દિલ્હીમાં કેમિકલ બોમ્બ દ્વારા હુમલો કરવાની તૈયારીમાં હતા. […]

હિમાચલમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ચોમાસાએ ગતિ પકડી છે. સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દરમિયાન, કુલ્લુ જિલ્લાના કરાડસુ વિહાલમાં નદીની વચ્ચે ફસાયેલા બે લોકોને પોલીસ અને NDRF ટીમ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશન સદર કુલ્લુના […]

પૂર્વ અને દ્વિપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગામી 4-5 દિવસ દરમિયાન પૂર્વ અને દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 16 સપ્ટેમ્બર સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે 14 સપ્ટેમ્બર સુધી ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે […]

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને જોડતી એક રેલવે લાઇનના ડબલિંગને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર-દુમકા- રામપુરહાટ સિંગલ રેલવે લાઇન સેક્શનના 177 કિલોમીટર લાંબા ડબલિંગને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ત્રણ હજાર 169 કરોડ રૂપિયાનો છે. મંત્રીમંડળે બિહારના બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના ચાર માર્ગીય ગ્રીનફિલ્ડ એક્સેસ-નિયંત્રિત મોકામા-મુંગેર સેક્શનના નિર્માણને પણ મંજૂરી આપી છે, જેની […]

ભારતીય અને ઇટાલિયન યુદ્ધ જહાજોએ ઉત્તર અરબી સમુદ્રમાં યુદ્ધ કવાયત તેજ કરી

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલ યુદ્ધ જહાજ INS સુરતે ઇટાલિયન નૌકાદળ સાથે યુદ્ધ કવાયત હાથ ધરી છે. ભારતીય નૌકાદળે અહીં ઇટાલિયન નૌકાદળ સાથે વ્યૂહાત્મક યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટ ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી છે. નૌકાદળે જણાવ્યું હતું કે INS સુરત હાલમાં ઉત્તર અરબી સમુદ્રમાં તેના મિશન પર તૈનાત છે. આ તૈનાતી દરમિયાન, ભારતીય […]

ઓરેકલ ના સહ-સ્થાપક લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યાં

ઓરેકલ (Oracle) ના સહ-સ્થાપક લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની કુલ સંપત્તિમાં એક જ દિવસમાં થયેલા જબરદસ્ત વધારાને કારણે તેમણે ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્કને પાછળ છોડી દીધા છે. ઓરેકલના શેરમાં એક જ દિવસમાં 41%થી વધુનો ઉછાળો જોવા મળ્યો, જેના પરિણામે એલિસનની સંપત્તિમાં રાતોરાત લગભગ ₹9 લાખ કરોડનો વધારો થયો. આ […]

એશિયા કપ : ભારતની UAE સામે શાનદાર જીત સાથે વિજયી શરૂઆત

ભારતે એશિયા કપ 2025માં પોતાની સફરનો વિજયી પ્રારંભ કર્યો છે. ટીમે UAE સામે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને માત્ર 27 બોલમાં 58 રનનો ટાર્ગેટ ચેઝ કરીને 8 વિકેટે જીત મેળવી છે. આ ભારતનો સૌથી ઝડપી રન ચેઝ છે અને એકતરફી મુકાબલામાં ભારતે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. ભારતીય ટીમે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો […]

નેપાળમાં પરિસ્થિતિ સામાન્ય થતા ફ્લાઇટ્સ ફરી શરૂ કરાઈ

નવી દિલ્હીઃ નેપાળ નાગરિક ઉડ્ડયન સત્તામંડળે (Civil Aviation Authority of Nepal) નેપાળ એરલાઇન્સની કેટલીક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનાથી નેપાળમાં ફસાયેલા યાત્રીઓને મોટી રાહત મળી છે. હિંસક પ્રદર્શનોને કારણે ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. ભારત તરફથી પણ યાત્રીઓને મદદ પૂરી પાડવામાં આવી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code