1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અદાણી પાવરને મધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો

અમદાવાદ : ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી થર્મલ વીજ ઉત્પાદક અદાણી પાવર લિ. એ તાજેતરમાં પૂર્ણ થયેલી ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ. દ્વારા તેને કુલ ૪૬૦૦ મેગાવોટ ક્ષમતાનો કરાર આપવામાં આવ્યો હોવાની માહિતી આપતા કંપનીએ ​​જણાવ્યું હતું કે અદાણી પાવર લિ. ને આજે મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ તરફથી ‘ગ્રીન […]

શિકાગો વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદનું ઐતિહાસિક ભાષણ : સ્મરણ અને વિવેચન

૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ – ધર્મના ઈતિહાસમાં આ તારીખ સોનાના અક્ષરે લખાયેલી છે. અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ આપેલું ભાષણ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે એક અમૂલ્ય સંદેશ બની રહ્યું. સ્વામી વિવેકાનંદ એક અજ્ઞાત પરિવ્રાજક તરીકે ભારતભરમાં ઘૂમી રહ્યા હતા. અમેરિકામાં એક વિરાટ પ્રદર્શન યોજવા માટે તડામાર તૈયારીઓ ચાલી […]

કતારમાં હમાસ નેતાઓ પર ઇઝરાયલી હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, UNSCએ કટોકટી બેઠક બોલાવી

યુએનએસસી (UNSC) એ ન્યૂયોર્કમાં એક કટોકટી બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. કતારની રાજધાની દોહામાં હમાસ નેતાઓ પર ઇઝરાયલના હવાઈ હુમલા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે હમાસના પ્રતિનિધિઓ યુએસ સમર્થિત યુદ્ધવિરામ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યા હતા. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર […]

ભારત-ઇઝરાઇલ આર્થિક સંબંધોમાં નવો અધ્યાય : ઇઝરાઇલમાં પણ જલ્દી શક્ય બનશે UPI આધારિત પેમેન્ટ

નવી દિલ્હી : ભારત અને ઇઝરાઇલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર (Bilateral Investment Treaty) પર હસ્તાક્ષર થયા બાદ હવે બંને દેશો આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. ઇઝરાઇલના નાણાં મંત્રાલયના મહાલેખાકાર યાલી રોથેનબર્ગે જણાવ્યું કે ઇઝરાઇલ હવે ભારતની UPI (Unified Payments Interface) આધારિત લેવડદેવડ સિસ્ટમ અમલમાં લાવવા માટે કાર્યરત છે. રોથેનબર્ગે જણાવ્યું […]

ફિચે 2025-26 માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો

નવી દિલ્હીઃ વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો છે. અગાઉ, ફિચે ભારતીય અર્થતંત્ર 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન લગાવ્યું હતું. સપ્ટેમ્બર માટે જાહેર કરાયેલા ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક (જીઈઓ) માં એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે GDP પરિણામો (7.8 ટકા વૃદ્ધિ) ને ધ્યાનમાં રાખીને, […]

પાકિસ્તાનમાં રાજકીય આગેવાનો અને લાખો નાગરિકોની ટેકનોલોજીની મદદથી કરાઈ રહી છે જાસુસી

માનવાધિકાર નિરીક્ષક સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે એક અહેવાલમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓ ખાનગી વિદેશી કંપનીઓ પાસેથી મેળવેલા સર્વેલન્સ સાધનો દ્વારા પત્રકારો અને અગ્રણી રાજકીય નેતાઓ સહિત લાખો નાગરિકોની જાસૂસી કરી રહ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનનું વધતું જતું સર્વેલન્સ નેટવર્ક ચીન અને પશ્ચિમી દેશોની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, […]

હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ પર મોટી કાર્યવાહી, 3 કરોડના હવાલા રેકેટનો પર્દાફાશ

હૈદરાબાદ : તેલંગાણા પોલીસે પોતાની વિશેષ દળ ‘ઈગલ ફોર્સ’ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સામે મોટી સફળતા મેળવી છે. પોલીસે 3 કરોડ રૂપિયાના ડ્રગ મની હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી નાઈજીરિયન નાગરિક ઓનેઇસી એસ્સોમચી કેનેથ ઉર્ફે મેકસવેલની ધરપકડ બાદ શક્ય બની, જે હૈદરાબાદમાં કોકેન અને MDMA વેચતો હતો. પોલીસે મેકસવેલના 150થી વધુ લેવડદેવડની તપાસ […]

દિલ્હી સહિતના રાજ્યોમાં બેંક ઠગાઈ કેસમાં ઈડીના દરોડા

નવી દિલ્હી : પ્રવર્તન નિદેશાલય (ED)એ બુધવારે દિલ્હી-એનસીઆર, તમિલનાડુ અને કર્ણાટકમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી હરિયાણા સ્થિત વીજળી ક્ષેત્રની એક કંપની અને તેના પ્રમોટરો સામે ચાલી રહેલી 346 કરોડ રૂપિયાની બેંક ઠગાઈ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે થઈ છે. માહિતી મુજબ, તપાસ ગુરુગ્રામ સ્થિત હાઈથ્રો પાવર કોર્પોરેશન લિમિટેડ (HPCL), તેના ડિરેક્ટરો અમૂલ ગબરાની અને […]

દિલ્હીમાં જાસૂસી મોડ્યુલનો પર્દાફાશ, નેપાળી નાગરિકની ધરપકડ

નવી દિલ્હી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જાસૂસી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં નેપાળી નાગરિક પ્રભાત કુમાર ચૌરસિયા (43)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી આધાર કાર્ડ મારફતે મેળવાયેલા 16 ભારતીય સિમ કાર્ડ (એરટેલ અને જિયો) મળી આવ્યા હતા, જેમાંથી 11 સિમ કાર્ડ પાકિસ્તાન (લાહોર, બહાવલપુર વગેરે)માંથી વોટ્સએપ પર માહિતીની આપ-વે માટે ઉપયોગમાં લેવાતા […]

મુંબઈ અને રાંચી સહિત 12થી વધુ સ્થળોએ દરોડા : 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

નવી દિલ્હી : દિલ્હી પોલીસે એક ISIS આતંકીને ઝડપી પાડ્યા બાદ દેશભરમાં 12થી વધુ સ્થળોએ દરોડા પાડ્યાં છે. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન 8થી વધુ શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મુખ્ય આરોપી આફતાબ મુંબઈનો રહેવાસી છે, જ્યારે રાંચીમાંથી એક અન્ય શંકાસ્પદ આતંકી અસહર દાનિશની ધરપકડ થઈ છે. આ કાર્યવાહી દિલ્હી પોલીસ, ઝારખંડ ATS અને રાંચી પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code