સંભલમાં જામા મસ્જિદના રંગરોગાનની અલ્હાબાદ હાઈકોર્ટે આપી પરવાનગી
લખનૌઃ અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદની સમિતિને મસ્જિદની બહારની દિવાલો રંગવાની પરવાનગી અપાઈ છે. કોર્ટે મસ્જિદ સમિતિની દલીલને આંશિક રીતે સ્વીકારી અને આદેશ આપ્યો કે રંગકામ ફક્ત મસ્જિદની બાહ્ય દિવાલો પર જ કરી શકાય. હાઈકોર્ટે કહ્યું કે બાહ્ય દિવાલો પર પણ લાઈટિંગ લગાવી શકાય છે, પરંતુ આ કામ કોઈપણ માળખાને નુકસાન પહોંચાડ્યા વિના થવું […]