પાકિસ્તાનમાં રાજકીય આગેવાનો અને લાખો નાગરિકોની ટેકનોલોજીની મદદથી કરાઈ રહી છે જાસુસી
માનવાધિકાર નિરીક્ષક સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે એક અહેવાલમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓ ખાનગી વિદેશી કંપનીઓ પાસેથી મેળવેલા સર્વેલન્સ સાધનો દ્વારા પત્રકારો અને અગ્રણી રાજકીય નેતાઓ સહિત લાખો નાગરિકોની જાસૂસી કરી રહ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનનું વધતું જતું સર્વેલન્સ નેટવર્ક ચીન અને પશ્ચિમી દેશોની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, […]


