1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઈઝરાયલઃ યુદ્ધવિરામ અને હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોની મુક્તિની માંગણી સાથે દેખાવો

ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની માંગણી સાથે ગઇકાલે લાખો ઇઝરાયલીઓએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. બાકી રહેલા 50 બંધકોના પરિવારો, વિપક્ષી નેતાઓ અને નાગરિક જૂથોએ તેલ અવીવના હોસ્ટેજીસ સ્ક્વેર, જેરુસલેમમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના નિવાસસ્થાનની બહાર અને અન્ય મુખ્ય સ્થળોએ રેલી કાઢી હતી. બંધક પરિવારો અને વિપક્ષી નેતા યાયર લેપિડ સહિત ટીકાકારોએ દલીલ […]

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ બી.સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું

નવી દિલ્હીઃ વિપક્ષના ઇન્ડિ એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું હતું કે, તેમનું નામ સર્વાનુમતે નક્કી થઈ ગયું છે. સુદર્શન રેડ્ડી હવે એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો સામનો કરશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી […]

રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલને રાષ્ટ્રપતિ મુર્મુની મંજુરી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી સાથે, રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ કાયદો બની ગયું છે. આ બિલ ભારતના રમતગમત વહીવટમાં સુધારાનું વચન આપે છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિની મંજૂરી સોમવારે મળી ગઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “સંસદના અધિનિયમને 18 ઓગસ્ટ2025 ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી […]

ભારત-ચીન વચ્ચેના સંબંધ સુધારવાનો આ યોગ્ય સમયઃ ચીનના વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે અમને ખુશી છે કે હવે સરહદો પર સ્થિરતા પુનઃસ્થાપિત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવાનો આ યોગ્ય સમય છે. આ બંને દેશોના વિકાસને વેગ આપશે. વાસ્તવમાં, વાંગ યી ભારતની મુલાકાતે છે […]

મુંબઈમાં વરસાદને કારણે 12 લોકોના મોત, થાણે-પાલઘરમાં રેડ એલર્ટ! શાળા-કોલેજો બંધ

મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે પરિસ્થિતિ ખરાબ છે. IMD એ થાણે અને પાલઘર જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ. આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી […]

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ NDA ના ઉમેદવાર રાધાકૃષ્ણન બુધવારે ઉમેદવારી ફોર્મ ભરશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય લોકશાહી જોડાણના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન દ્વારા જાહેર જીવનમાં કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી અને વિપક્ષ સહિત તમામ પક્ષોને તેમને સર્વાનુમતે ચૂંટવા અપીલ કરી હતી. શાસક ગઠબંધનના સાંસદોની બેઠકમાં વડા પ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અનેક સાથી પક્ષો સહિત ટોચના નેતાઓ દ્વારા રાધાકૃષ્ણનનું […]

યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે મીટીંગ યોજાશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે રૂબરૂ મુલાકાતનું આયોજન કરશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, તેમણે ગઈકાલે રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી અને અન્ય યુરોપિયન નેતાઓ સાથે બેઠક બાદ રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. ટ્રમ્પે […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાઓને અસર, જનજીવન ખોરવાયું

મુંબઈઃ મુંબઈમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન તેમજ હવાઈ સેવાઓ પર અસર પડી છે. દરમિયાન, દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોએ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મુંબઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટ તરફ જતા ઘણા રૂટ પર પાણી ભરાઈ ગયું છે અને ટ્રાફિક જામની […]

શુભાંશુ શુક્લાની સિદ્ધિઓ ઉપર ભારતને ગર્વઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવકાશયાત્રી અને વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યા હતા. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) થી સફળ વાપસી બાદ થઈ હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ શુક્લાને તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના અવકાશ અનુભવ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અને મહત્વાકાંક્ષી ‘ગગનયાન’ મિશન વિશે ચર્ચા કરી હતી. […]

વર્તમાન પરિસ્થિતિમાં, વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા જાળવી રાખવી જરૂરી: એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત-ચીન સંબંધોમાં કોઈપણ સકારાત્મક પ્રગતિનો આધાર સરહદ પર શાંતિ અને સ્થિરતા છે. તેમણે ભાર મૂક્યો હતો કે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને આગળ વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જયશંકરે નવી દિલ્હીમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન આ વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code