1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ચૂંટણી પંચે તેજસ્વી યાદવને બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવને તેમના બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી છે. પંચે તેજસ્વી યાદવ દ્વારા 2જી ઓગસ્ટે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરાયેલા મતદાર ઓળખ કાર્ડ (EPIC) વિશે વિગતો માંગી છે. તેમની પાસે બે EPIC (મતદાતા ફોટો ઓળખ કાર્ડ) કાર્ડ હોવાનો આરોપ છે.બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રિ નદી પરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ

અમદાવાદઃ મુંબઈ‑અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા જીલ્લામાં આવેલ વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે. ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ સત્તરમાં નદી પુલ તરીકે વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયેલો છે.આ પુલ જેની લંબાઈ 80 મીટર છે. તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલ્વેની મુખ્ય લાઇનને સમાંતર છે. આ પુલમાં ત્રણ થાંભલા છે- એક […]

દિલ્હીઃ અમિત શાહની અધ્યક્ષતામાં અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીઓ સાથે બેઠક યોજાઇ

નવી દિલ્હીઃ કેન્દ્રિય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીઓને અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે તા. 4 થી 7 ઓગષ્ટ સુધી ત્રિપુરાના સહકારિતા મંત્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસે પધાર્યું છે. […]

અમેરિકા દ્વારા શુલ્ક લગાવવો દુઃખદ, ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરશેઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ અમેરિકી શુલ્ક પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘ભારત રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે પગલાં લેશે’ અમેરિકી શુલ્ક અંગે ભારતની તરફથી જવાબ મળ્યો છે. વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા રંધીર જયસ્વાલે કહ્યું હતું કે અમેરિકા દ્વારા શુલ્ક લગાવવો દુઃખદ છે અને ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરશે. પ્રવક્તા રંધીર જયસ્વાલે જણાવ્યું કે છેલ્લા કેટલાક […]

માતાની હિંમત અને પુત્રની કારકિર્દીને મળી પાંખ: વંશે ‘નાસા’માં ભરી ઉડાન, અદાણી જૂથની કંપનીએ લંબાવ્યો મદદનો હાથ

અમદાવાદઃ વર્ષ 2021 માં જ્યારે આખું વિશ્વ કોરોનાની ઝપેટમાં હતું, ત્યારે દિલ્હીની પૂજા સક્સેનાનું જીવન પણ એક જ ઝાટકામાં તૂટી ગયું. 23 વર્ષ સુધી અદાણી સિમેન્ટમાં સેવા આપનાર તેના પતિ વિવેક કુમારનું મહામારીના મોજામાં અવસાન થયું. પૂજા કિશોરવયના પુત્ર વંશની સંપૂર્ણ જવાબદારી સાથે એકલી પડી ગઈ. ભવિષ્ય માટે કોઈ સ્પષ્ટ દિશા ન હતી, પરંતુ માતાની […]

ભારતથી થતા આયાત પર 25 ટકા વધારાનો શુલ્ક લગાવવાનો ટ્રમ્પનો આદેશ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી થતા આયાત પર 25 ટકા વધારાનો શુલ્ક લગાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળ ભારત દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવાનું કારણ આપાયું છે. વ્હાઈટ હાઉસ અનુસાર, યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને વધુ અસરકારક બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે […]

છત્તીસગઢઃ સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક નક્સલવાદીનું મોત

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરવા માટે સુરક્ષાદળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઠના બિજાપુર જિલ્લાના ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારથી સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક નક્સલીને ઠાર માર્યો છે. ઘટનાસ્થળેથી એક નક્સલીનો મૃતદેહ અને હથિયારો પણ મળી […]

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે નવી દિલ્હીમાં ICAR PUSA ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે. “સદાબહાર ક્રાંતિ, જૈવ સુખનો માર્ગ” પરિષદનો વિષય પ્રો. સ્વામીનાથનના તમામ માટે ખોરાક સુનિશ્ચિત કરવાના જીવનભરના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ પરિષદ વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ, વિકાસ […]

પંજાબના મોહાલીમાં ઓક્સિજન પ્લાન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ, 2 ના મોત, 3 ઘાયલ

પંજાબના મોહાલીના ફેઝ-9 ઔદ્યોગિક વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં બે કામદારોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓક્સિજન પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ […]

પીએમ મોદી ગલવાન ઘટના બાદ પ્રથમવાર ચીન જશે, એસસીઓ સમિટમાં આપશે હાજરી

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ ચાલી રહ્યાં છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે. 2020 માં પૂર્વી લદ્દાખના ગાલવાનમાં બંને દેશોની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ પછી પીએમ મોદીની ચીનની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત ભારત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code