1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ IIT (ISM) ધનબાદના દીક્ષાંત સમારોહમાં રહ્યાં ઉપસ્થિત

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડના ધનબાદ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના 45મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે IIT (ISM) ધનબાદ પાસે લગભગ 100 વર્ષનો ભવ્ય વારસો છે. તેની સ્થાપના ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રમાં પ્રશિક્ષિત નિષ્ણાતો ઉત્પન્ન કરવા માટે કરવામાં આવી હતી. […]

મૈનપુરીમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત, CM યોગીએ વ્યક્ત કર્યું દુઃખ

મૈનપુરી જિલ્લાના બેવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરુખાબાદ રોડ પર નાગલા તાલ નજીક એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. અહીં એક ઝડપી અને અનિયંત્રિત ટ્રકે એક કારને ટક્કર મારી હતી, જેમાં એક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં મૃતકોમાં 1 પુરુષ, 2 મહિલાઓ અને 2 છોકરીઓનો સમાવેશ થાય છે અને મુખ્યમંત્રી યોગી […]

ઈંગ્લેન્ડ સામેની ધ ઓવલ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 224 રનમાં ઓલઆઉટ

‘ધ ઓવલ’ ટેસ્ટના બીજા દિવસેના પ્રથમ સત્રના પ્રારંભિક ઓવરમાં જ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 224 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સને 5 વિકેટ ઝડપી. ભારતે બીજા દિવસની શરૂઆત 6 વિકેટે 204 રનથી કરી હતી. કરુણ નાયર 52 રન પર અણનમ હતા. થોડા ઓવરો બાદ 218ના સ્કોરે નાયરનો વિકેટ પડ્યો. તેમણે 57 […]

સ્વતંત્રતા દિવસના ભાષણ માટે દેશવાસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચનો માંગ્યા

નવી દિલ્હીઃ દેશભરમાં 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી સ્વતંત્રતા દિવસને લઈ દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો છે. તેમણે દેશની જનતાને સંબોધતા સ્વતંત્રતા દિવસના ભાષણ માટે સૂચનો માગ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે નાગરિકોને આ વર્ષના […]

દેશ વિરોધી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન : કિરણ રિજિજુ

નવી દિલ્હીઃ કેન્દ્રિય સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજુએ શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યાં હતા.. તેમણે રાહુલ ગાંધીના નિવેદનોને ભારત વિરોધી ગણાવ્યા અને કહ્યું કે તેઓ વારંવાર આવા નિવેદનો આપી રહ્યા છે, જે યોગ્ય નથી. કિરન રિજિજુએ જણાવ્યું હતું કે, “સંસદના માનસૂન સત્રના પ્રથમ દિવસે જ વિરોધ પક્ષે હંગામો શરૂ કર્યો હતો. વિરોધ […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: 12 માળની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવતો પુલ બનશે

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર હાલમાં 36 મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, જે લગભગ 118 ફૂટ જેટલો અને 12 માળની ઈમારતની ઊંચાઈ સમાન છે. આ પુલ 480 મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે, જે લગભગ 14.8 મીટર ઊંચી છે. એકવાર […]

જમ્મુ-કાશ્મીરમાંથી બીએસએફ કોન્સ્કેટબલ ભેદીં સંજોગોમાં થયો ગુમ, અંતે દિલ્હીથી મળ્યો

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક કોન્સ્ટેબલ, જે ગુમ થઈ ગયો હતો, તે હવે મળી આવ્યો છે. તે સત્તાવાર પરવાનગી વિના દિલ્હીમાં તેના ઘરે જતો હતો ત્યારે મળી આવ્યો હતો. BSF કાશ્મીરના જનસંપર્ક અધિકારી (PRO) એ માહિતી આપી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જવાન પોતાના સિનિયરને જાણ કર્યા વિના પાંથા ચોક સ્થિત […]

પહેલગામ હુમલાનો આતંકવાદી અફઘાની POK અને સુલેમાન લાહોરનો રહેવાસી, ભારતીય સેનાને મળ્યા મહત્વના પુરાવા

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવણીને લઈને પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબા પહેલાથી ઈન્કાર કરી રહ્યાં હતા. જો કેસ ઓપરેશન મહાદેવ દરમિયાન ઠાર મરાયેલા પહેલગામ હુમલાના 3 આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની હોવાના પુરાવા મળ્યાનું જાણવા મળે છે. એટલું જ નહીં 3 પૈકી એક આતંકવાદી હમજા અફઘાની ઉર્ફે બબીબ તારિકનો લશ્કર-એ-તૈયબાના હેડક્વાર્ટરમાં તાલીમ લેતો વીડિયો પણ સામે આવ્યાનું જાણવા […]

મુંબઈના ભાયખલામાં પોલીસે 3.46 કરોડ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ અને ચરસ જપ્ત કર્યું

મુંબઈના ભાયખલા વિસ્તારમાં ડ્રગ્સ સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ કારમાંથી 3.46 કરોડ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ અને હશીશ જપ્ત કર્યા છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ 24 વર્ષીય સાહિલ જુનૈદ અંસારી તરીકે થઈ છે, જે ભિવંડી (થાણે)નો રહેવાસી છે. પ્રાથમિક માહિતી મુજબ, […]

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં નામાંકન થશે

ચૂંટણી પંચે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેથી, તેમના રાજીનામા બાદ આ પદ ખાલી પડી ગયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 7 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરવામાં આવશે. આ પછી, 9 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code