1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કાનપુર બ્લાસ્ટ: વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ, 6 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી

ઉત્તર પ્રદેશના કાનપુરના મૂળગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મિશ્રી બજારમાં થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ પોલીસે તેજ કરી દીધી છે. છ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિસ્ફોટમાં આઠ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ચાર લોકોની હાલત ગંભીર હોવાથી તેમને લખનૌ ખસેડવામાં આવ્યા હતા. ATS અને NIA ટીમો પણ ઘટનાની […]

‘લિવ-ઇન રિલેશનશિપથી સાવધાન રહેવા રાજ્યપાલ આનંદીબેન પટેલે દીકરીઓને કરી અપીલ

વારાણસીઃ રાજ્યપાલ આનંદીબેન પટેલે મહિલાઓ વિરુદ્ધ વધતી હિંસાની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને યુવતીઓને લિવ-ઇન રિલેશનશિપ જેવી પરિસ્થિતિઓથી દૂર રહેવાની સલાહ આપી છે. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 47મા દીક્ષાંત સમારોહમાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, “લિવ-ઇન રિલેશનમાં ન આવો દીકરીઓ, 50-50 ટુકડાં કરીને ભરનારાઓને જોયા છે.” તેમણે જણાવ્યું કે યુવતીઓએ પોતાના જીવનના […]

કેલિફોર્નિયામાં દિવાળીને રાજ્યની સત્તાવાર રજા જાહેર કરાઈ

સાન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યએ દિવાળીને રાજ્યની સત્તાવાર રજા (સ્ટેટ હોલિડે) જાહેર કરી છે. આ નિર્ણય સાથે કેલિફોર્નિયા હવે પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટ પછી ત્રીજું એવું રાજ્ય બની ગયું છે, જેણે દિવાળીની ઉજવણીને રાજ્યસ્તરે માન્યતા આપી છે. કેલિફોર્નિયામાં મોટી સંખ્યામાં ભારતીય વસવાટ કરી રહ્યાં છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે જાહેરાત કરી હતી કે, તેમણે એસેમ્બલી સભ્ય […]

કાનપુરઃ વાહનમાં થયેલા બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, ફટાકડાને કારણે થયો વિસ્ફોટ

લખનૌઃ કાનપુરના મેસ્ટન રોડ પર આવેલા મિશ્રી બજારમાં બુધવારની સાંજે અચાનક બે વાહનમાં જોરદાર ધડાકો થતા અફરાતફરી મચી ગઈ હતી. ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસના વેપારીઓ અને રાહદારીઓ ગભરાઈ ગયા હતા. આ વિસ્ફોટમાં પાંચ લોકો ઘાયલ થયા છે, જેમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સોશિયલ મીડિયામાં વિવિધ અફવાઓ ફેલાતાં પોલીસ […]

રાજનાથ સિંહ અને ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આપેલા કડક સંદેશથી પાડોશી દેશમાં ભયનો માહોલ

રાજનાથ સિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દશેરા પર પાકિસ્તાનને આપેલા કડક સંદેશથી પાડોશી દેશમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર પાકિસ્તાનમાં ભયનો માહોલ છે અને હવે પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કોર્પ્સ કમાન્ડર કોન્ફરન્સ યોજી છે, જેમાં તેમણે પોતાની સેનાને તૈયાર રહેવા અને તેમની ફિટનેસનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપી છે. આસીમ […]

પંજાબમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના મોડ્યુલનો પર્દાફાશ, વિસ્ફોટક સાથે બે શખ્સો ઝડપાયાં

નવી દિલ્હીઃ પંજાબ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમને એક મોટી સફળતા મળી છે. ઇન્ટેલિજન્સ વિભાગે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા સમર્થિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના એક મૉડ્યુલનો ભંડાફોડ કર્યો છે. જલંધરમાં પોલીસે અઢી કિલો RDX જપ્ત કર્યું છે અને બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. પ્રાથમિક તપાસ મુજબ આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કોઈ મોટા […]

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે નરેન્દ્ર મોદીના તાજેતરના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ચિદમ્બરમે કહ્યું કે વડા પ્રધાનના તેમના પરના આરોપો “સંપૂર્ણપણે ખોટા અને કાલ્પનિક” છે. વડા પ્રધાનના કથિત નિવેદનને ટાંકીને ચિદમ્બરમે કહ્યું, “હું માનનીય વડા પ્રધાનના શબ્દો ટાંકી રહ્યો છું, … એ કહ્યું છે કે ભારત 26/11 પછી બદલો […]

મુંબઈ એરપોર્ટ પર DRI અને કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 55 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મુંબઈ એરપોર્ટ પર એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. DRI, મુંબઈ ઝોનલ યુનિટે, ડ્રગ્સની દાણચોરીની એક મોટી કાર્યવાહીને નિષ્ફળ બનાવી અને આશરે 21.78 કરોડની કિંમતનું 2.178 કિલોગ્રામ કોકેન જપ્ત કર્યું છે, ફ્રીટાઉનથી મુંબઈ પહોંચેલા એક પુરુષ મુસાફર પાસેથી આ કોકેન મળી આવ્યું હતું. આ ઉપરાંત, કસ્ટમ્સે ત્રણ અલગ-અલગ કેસોમાં […]

ભારતીય શેરબજારમાં આજે તેજી, સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય ઈન્ડેક્સમાં વધારો નોંધાયો છે, જેમાં બજાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ 130 અંક વધીને 81903 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી ૩૨ અંકના વધારા સાથે 25078 પર ટ્રેડ કરી રહ્યો છે. બજારમાં ટાટા સ્ટીલ, ફાર્મા અને ફાઈનાન્સ સેક્ટર ટોપ ગેઈનર્સ રહ્યા છે. […]

અંતરિક્ષ શક્તિમાં ભારત 2040 સુધીમાં વિકસિત દેશોની સમકક્ષ બનશેઃ ઈસરો પ્રમુખ વી.નારાયણન

નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના પ્રમુખ વી. નારાયણનએ જણાવ્યું હતું કે, ભારત વર્ષ 2040 સુધીમાં અંતરિક્ષ ક્ષેત્રમાં વિકસિત દેશોની સમકક્ષ સ્થાન પર પહોંચશે. તેમણે કહ્યું કે પ્રક્ષેપણ યાન ક્ષમતા અને ઉપગ્રહ ટેકનોલોજીમાં સમાનતા હાંસલ કરવા માટે સતત કામ ચાલી રહ્યું છે. નારાયણન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયેલા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025માં તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code