1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અમેરિકાના ઐતિહાસિક શહેર બોસ્ટનમાં ગુંજ્યો ભારતનો ડંકો, ભારતીય નૌસેનાની ભવ્ય પરેડ યોજાઈ

ન્યૂયોર્ક, 15 જુલાઈ 2026: અમેરિકાના ઐતિહાસિક શહેર બોસ્ટનમાં ભારતીય નૌસેનાના જવાનોએ કદમતાલ (માર્ચ) મિલાવ્યા છે. અહીં શહેરના મુખ્ય રસ્તાઓ પર ભારતીય નૌસૈનિકોએ પરેડ કરી. વાસ્તવમાં અમેરિકામાં આ પરેડ નૌકાયન જહાજ આઈએનએસ સુદર્શિની દ્વારા ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસા અને સાંસ્કૃતિક પરંપરાઓનું એક ભવ્ય પ્રદર્શન હતું. બોસ્ટન પહોંચેલું આ જહાજ વિશ્વભરના 20થી વધુ દેશોના 60થી વધુ વિશાળ […]

કેબિનેટે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) ને મંજૂરી આપી

નવી દિલ્હી, 15 જુલાઈ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. 62,500 કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) ને મંજૂરી આપી છે. ઉત્પાદનનો વધુ વ્યાપ વધારવા, સ્થાનિક મૂલ્ય વૃદ્ધિ (વેલ્યુ એડિશન) ને ગહન કરવા, સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે સરકારે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) શરૂ કરી […]

કારગિલ વિજય દિવસ 2026: સંરક્ષણ મંત્રીએ મોટરસાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું

આગામી 13 દિવસમાં, 28 બાઇક સવારો ભારતીય વીર જવાનોના સાહસ, સંકલ્પ અને સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવા માટે 1,900 કિલોમીટરનું અંતર કાપશે 1999ના કારગિલ યુદ્ધની જીત આપણી જમીન, ઓળખ અને સન્માન પર કોઈ પણ પ્રતિકૂળ દ્રષ્ટિનો સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપવાના ભારતના કાયમી સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે: શ્રી રાજનાથ સિંહ નવી દિલ્હી, 15 જુલાઈ, 2026 – […]

દિલ્હી સરકાર ધોરણ 9 ની 1,30,000 વિદ્યાર્થિનીઓને મફત સાઇકલ પૂરી પાડશે

નવી દિલ્હી, 15 જુલાઈ 2026: દિલ્હી સરકારે નાણાકીય વર્ષ 2026-27 ના બજેટમાં એક પ્રશંસનીય પગલું ભર્યું છે. આ મહિનાથી સરકાર ધોરણ 9ની અંદાજે 1.30 લાખ વિદ્યાર્થિનીઓને મફત સાઇકલનું વિતરણ શરૂ કરશે. દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પહેલ વિદ્યાર્થિનીઓને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દિલ્હી સરકારે 2026-27ના બજેટમાં […]

ભારત-યુકે CETA ઐતિહાસિક ક્ષણ, આપણા આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 15 જુલાઈ 2026: ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી (CETA), બંને દેશોની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આનાથી આપણા આર્થિક સંબંધો વધુ મજબૂત થશે. આ નિવેદન બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની ભારત-યુકે CETA લાગુ થવા અંગેની પોસ્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કોટ કરતા લખ્યું, […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આયુર્વેદમાં આધુનિક તકનીકો અપનાવવા માટે આગ્રહ કર્યો

નવી દિલ્હી, 15 જુલાઈ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમાજના બહેતર ભલા માટે આયુર્વેદમાં આધુનિક ટેકનોલોજી અપનાવવાનું આહ્વાન કર્યું છે. આજે નવી દિલ્હીમાં ‘સૌશ્રુતમ 2026’ ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આયુર્વેદ અને યોગને વૈશ્વિક મંચ પર નવી જોશ સાથે સ્થાપિત કર્યા છે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે આયુર્વેદિક શસ્ત્રક્રિયાની પ્રાચીન પરંપરાને […]

ઈરાકમાંથી 23 વર્ષ પછી અમેરિકી સૈન્યની સંપૂર્ણ વાપસી, 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ જવાનો દેશ છોડશે

વોશિંગ્ટન, 15 જુલાઈ 2026: વૈશ્વિક રાજકારણ અને મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) ના ઈતિહાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકરણનો અંત આવવા જઈ રહ્યો છે. અમેરિકાએ સત્તાવાર જાહેરાત કરી છે કે તેની સેના આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં ઈરાકમાંથી સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવશે. આ સાથે જ વર્ષ 2003માં શરૂ થયેલી અને છેલ્લા 23 વર્ષથી ચાલી રહેલી અમેરિકી સૈન્યની […]

નોઈડાના મમૂરામાં પાંચ માળની ઈમારતમાં લાગી આગ, બે લોકોનાં મોત

નોઈડા, 15 જુલાઈ 2026: Noida Mamura Fire ફેઝ-૩ પોલીસ સ્ટેશન હેઠળના સેક્ટર-66 વિસ્તારમાં આવેલા મમુરા ગામમાં બુધવારે એક પાંચ માળની ઈમારતમાં આગ લાગવાથી લગભગ 50 પરિવારો ફસાઈ ગયા હતા. આ ઘટનામાં 26 વર્ષીય મહિલા અને એક પુરુષ એમ બે વ્યક્તિઓના મોત થયા હોવાના અહેવાલ છે. દરમિયાન, પાંચ માળની ઇમારતની સામેની ઇમારત પર સીડી મૂકીને 100 […]

વંચિત બાળકોના કલ્યાણાર્થે સમગ્ર ભારતમાં 351 સરસ્વતી ધામ બનાવવાનું મિશન

આ ચળવળ સમાજ અને તેના દ્વારા રાષ્ટ્રના ઉત્થાન માટેનું એક પ્રેરણાદાયક મિશન છે જેમાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ વૈચારિક ક્રાંતિનાં બીજ પણ રોપાઈ રહ્યાં છે [અલકેશ પટેલ] 15 જુલાઈ, 2026 – ગુજરાત સખાવતી કાર્યો માટે હંમેશાં અગ્રેસર રહ્યું છે. રાજ્યના ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને શ્રેષ્ઠીઓ પોતે જે કંઈ સમાજ પાસેથી મેળવે છે તેને અનેકગણું […]

રાજસ્થાનના ડુંગરપુરમાં વાત્રક તળાવમાં નહાતી વખતે ચાર બાળકોનાં મોત

ઉદયપુર, 15 જુલાઈ 2026: રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બડી ગામમાં એક હૃદયદ્રાવક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. વાત્રક તળાવમાં ન્હાવા ગયેલા છ બાળકોમાંથી ચાર બાળકો ડૂબી ગયા. મૃતકોમાં ખેડૂત બાબુસિંહ ડામોરના ત્રણ બાળકો અને તેમની ભત્રીજીનો સમાવેશ થાય છે, જે રજાઓ ગાળવા માટે ત્યાં આવી હતી. આ દુર્ઘટના બાદ ડામોર પરિવારમાં હવે માત્ર માતા-પિતા જ બચ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code