1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સરદાર પટેલની 75મી પુણ્યતિથિ પર દિલ્હીમાં ભજવાયું ભવ્ય અને ભાવપૂર્ણ નાટક: ‘લોહપુરુષ’

નવી દિલ્હી: 16 ડિસેમ્બર, 2025:  Sardar Patel’s 75th death anniversary ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કાર્યનું આલેખન કરતું એકપાત્રીય હિન્દી નાટક ‘લૌહપુરુષ’નું રવિવારે નવી દિલ્હીમાં ભાવપૂર્ણ મંચન કરવામાં આવ્યું. સરદાર પટેલની 75મી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ ચાણક્યપુરીસ્થિત સીએસઓઆઈ ઓડિટોરિયમ ખાતે આ વિશેષ અને ભાવનાત્મક પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર-સંસાર વેલ્ફેર સોસાયટી અને સિવિલ સર્વિસીસ ઓફિસર્સ ઇન્સ્ટિટ્યૂટના […]

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે વિજય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. ગેલેરીમાં બધા 21 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગેલેરીનો હેતુ મુલાકાતીઓને આપણા રાષ્ટ્રના રક્ષણમાં અદમ્ય સંકલ્પ અને અદમ્ય ભાવના દર્શાવનારા આપણા રાષ્ટ્રીય નાયકો વિશે શિક્ષિત કરવાનો છે. તે માતૃભૂમિની સેવામાં પોતાના જીવનનું બલિદાન […]

જોર્ડનઃ ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા II નરેન્દ્ર મોદીને જોર્ડન મ્યુઝિયમ લઈ ગયા

નવી દિલ્હીઃ ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા II વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોર્ડન મ્યુઝિયમ લઈ ગયા. ક્રાઉન પ્રિન્સ પ્રોફેટ મોહમ્મદના 42મી પેઢીના સીધા વંશજ છે. X પર એક પોસ્ટમાં ફોટા શેર કરતા, પીએમ મોદીએ કહ્યું, “ઈઝ રોયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સ અલ-હુસૈન બિન અબ્દુલ્લા II સાથે જોર્ડન મ્યુઝિયમ તરફ જઈ રહ્યાં છીએ.” જોર્ડન મ્યુઝિયમનો હેતુ દેશના […]

સાયબર ઠગાઈના મોટા નેટવર્કનો પર્દાફાશ: દિલ્હી-NCRમાંથી 3ની ધરપકડ

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ બ્યુરોએ દેશભરમાં સાયબર ઠગાઈ ફેલાવતા એક મોટા સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્ક દ્વારા લોકોને ડિજિટલ અરેસ્ટ, ફેક લોન, રોકાણ સ્કેમ અને અન્ય ઠગાઈને અંજામ આપતા નકલી એસએમએસ મોટા પાયે મોકલવામાં આવતા હતા. CBIએ આ મામલે સોનવીર સિંહ, મનીષ ઉપ્રેતી અને હિમાલય નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સીબીઆઈની આ […]

શ્રીનગરના કબ્રસ્તાનમાંથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

શ્રીનગર: સુરક્ષા દળોએ શ્રીનગરના તાર નટીપોરા વિસ્તારમાં આવેલા એક કબ્રસ્તાનમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પોલીસ સ્ટેશન બેમિનામાં નોંધાયેલી FIR ની તપાસના […]

મનરેગાનું નામ બદલવા બિલ રજૂ થતાં લોકસભામાં ભારે હોબાળો

નવી દિલ્હી: સરકાર દ્વારા મનરેગા (MNREGA) યોજનાનું નામ બદલવા માટે રજૂ કરાયેલા બિલને લઈને મંગળવારે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જોકે, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સદનમાં બિલનો બચાવ કરતા જોવા મળ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે ગૃહમાં ‘વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G બિલ 2025 રજૂ કરવાની મંજૂરી માંગી […]

હવાઈ ભાડાંની મનસ્વી વૃદ્ધિ પર અંકુશ મૂકાશે: કેન્દ્રીય મંત્રી કે. રામમોહન નાયડુ

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર હવાઈ ભાડાંમાં થઈ રહેલા વધારાના મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને આ પ્રકારના મનસ્વી ભાડાંને રોકવા માંગે છે. આ માટે તેઓ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ના ‘ભાડાં મોનિટરિંગ યુનિટ’ને વધુ મજબૂત બનાવી રહ્યા છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા […]

કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહખોરી અટકાવવા સ્ટોક મર્યાદા અમલી બનાવી

નવી દિલ્હીઃ બજારમાં વ્યાજબી ભાવે સરળતાથી ઘઉં મળી રહે અને તેની સંગ્રહખોરી અટકે તે માટે કેન્દ્ર સરકારે આગામી તા. 31 માર્ચ 2026 સુધી સ્ટોક મર્યાદા અમલી બનાવી. ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળી રહે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, બીગ ચેન […]

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત, કોર્ટનો EDની ચાર્જશીટ પર સુનાવણીનો સ્વીકારવાનો ઇનકાર

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે. જોકે, કોર્ટે EDને આ મામલે તપાસ ચાલુ રાખવાની છૂટ આપી છે. EDએ તેની ચાર્જશીટમાં […]

સુપ્રીમ કોર્ટે દહેજ પ્રથા અંગે ચિંતા વ્યક્ત કરી, દહેજ પ્રતિબંધક કાયદાઓ હાલમાં અપ્રભાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દેશમાં દહેજના વધી રહેલા કેસો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી છે કે, દહેજ પ્રતિબંધક કાયદાઓ હાલમાં ‘અપ્રભાવી અને દુરુપયોગ બંનેથી ગ્રસ્ત’ છે અને દહેજની સામાજિક બદી હજુ પણ વ્યાપકપણે પ્રચલિત છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે દહેજના કેસોનો સામનો કરવા માટે સામુહિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code