1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

અમદાવાદ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે મતદાન શરૂ થયાના થોડા સમય બાદ મોદી અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલમાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું […]

મતદાન કરનાર આજે AMTSમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે, મતદાન જાગૃતિ માટેનો પ્રયાસ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સુરત લોકસભા બેઠક સિવાયની બાકીની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે… આવી સ્થિતિમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના હેતુથી બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ ઓફર જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી અપેક્ષા કરતા […]

રાજ્યમાં મતદાન શરૂ થતાજ અનેક ઠેકાણે EVM ખોટકાવાની ઘટનાઓ સામે આવી

મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કામાં બે કલાકમાં સરેરાશ 11 ટકા અને ગુજરાતમાં 10 ટકા મતદાન

ગાંધીનગરઃ ત્રીજા તબક્કામાં આજે 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે સવારના 9 કલાક સુધી સરેરાશ 10.81 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયેલ છે. બનાસકાંઠાના સૌથી વધુ 12.28 ટકા મતદાન, બારડોલીમાં 11.54 ટકા ,સાબરકાંઠામાં 11.43 ટકા, દાહોદમાં 10.94 ટકા , જ્યારે અમદાવાદ પશ્ચિમમાં સૌથી […]

ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલે કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા સીટનાં એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજે ત્રીજા તબ્બકાનું મતદાન થઈ રહ્યું છે. કહ્યું, લોકતંત્રમાં મતદાન કરવું એ આપણી ફરજ છે. તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સીટનાં ઉમેદવાર અમિત શાહે અમદાવાદમાં નારણપુરાથી મતદાન કર્યું.  મતદાન બાદ કહ્યું. લોકોને અપીલ કરૂ […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પંચ સાતમા અને અંતિમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડશે

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મંગળવારે જાહેરનામું બહાર પાડશે. આ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલી 57 લોકસભા મતવિસ્તારોમાં 1 જૂને મતદાન થશે.આ તબક્કામાં મતદાન માટે નિર્ધારિત મતદારક્ષેત્રોમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની દરેક 13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 સહિત 93 બેઠકો ઉપર આજે મતદાન યોજાશે

અમદાવાદઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો સહિત 10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો ઉપર મંગળવારે મતદાન યોજાશે. લોકસભાની 93 બેઠકો ઉપર 1352 ઉમેદવારોના ભાવિ સાંજે ઈવીએમમાં સીલ થશે. જેમાં 1229 પુરુષ અને 123 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. જે પૈકી સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ, […]

મત આપો અને સાવ સસ્તામાં મીઠાઈ અને ફરસાણ લઈ જાઓ, અનોખું અભિયાન

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 માં વધુમાં વધુ મતદાન થાય એ માટે તંત્ર વિવિધ માધ્યમો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, ત્યારે ભાવનગરના વેપારીઓ દ્વારા પણ અવનવા નુસખા અપનાવી લોકોમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં તંત્રની સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન […]

જાણો PM મોદી, ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ક્યાંથી કરશે મતદાન ?

અમદાવાદઃ આવતીકાલે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ ખાતે મતદાન કરશે. રાણીપની નિશાન સ્કુલ ખાતે મોદી સવારે 7.30 વાગ્યે મતદાન કરશે. મતદાનને લઈને ચૂંટણી પંચ દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ સેન્ટરો પર ઈવીએમ, વીવીપેટ અને સ્ટેશનરી સહિતના […]

લોકસભા ચૂંટણીઃ ખેડબ્રહ્મામાં પ્રિસાઈન્ડીંગ ઓફિસરની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયાં

ખેડબ્રહ્મા: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આવતીકાલે મંગળવારે મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી મતદાન કરવા આવતા મતદારો અને ચૂંટણી કર્મચારીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભામાં ફરજ બજાવતા પ્રિસાઈન્ડીંગ ઓફિસની તબિયત લથડતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code