1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ચૂંટણીઃ છત્તીસગઢમાં 3320 મતદાન મથકોનું સંચાલન મહિલાઓના હાથમાં

નવી દિલ્હીઃ ચૂંટણીની મોસમમાં, મતદારો પણ તેમના નેતાને પસંદ કરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં, છત્તીસગઢ દેશના એવા કેટલાક રાજ્યોમાં સામેલ છે જ્યાં પુરૂષો કરતાં મહિલા મતદારો વધુ છે. રાજ્યમાં મતદાર જાતિ ગુણોત્તર 1015 છે એટલે કે દર એક હજાર પુરુષોએ એક હજાર પંદર સ્ત્રી મતદારો છે. રાજ્યમાં સૌથી વધુ મહિલા મતદારો રાયપુર લોકસભા મતવિસ્તારમાં છે […]

DMK પાસે ભ્રષ્ટાચાર પર પ્રથમ કોપીરાઈટઃ નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુમાં શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, DMK પાસે ભ્રષ્ટાચાર પર પ્રથમ કોપીરાઈટ છે અને મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનનો આખો પરિવાર તમિલનાડુને લૂંટી રહ્યો છે. તમિલનાડુના વેલ્લોરમાં એક રેલી દરમિયાન મોદીએ આરોપ લગાવ્યો કે ડીએમકે એક પારિવારિક કંપની છે, જે પોતાની જૂની માનસિકતાથી રાજ્યના યુવાનોના […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં ખર્ચ નિયંત્રણ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

ગાંધીનગરઃ અમદાવાદમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ખર્ચ નિયંત્રણ અને દેખરેખ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વડા તથા રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ રવીન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદમાં આવેલી લોકસભાની બેઠકો – ખાસ કરીને અમદાવાદ પૂર્વ તથા અમદાવાદ પશ્ચિમમાં રાજકીય ઉમેદવારો દ્વારા થનાર ખર્ચ પર દેખરેખ […]

લોકસભા ચૂંટણીઃ YOUTUBE એ ચૂંટણી પંચ સાથે ભાગીદારી કરી, બનાવી નવી પોલિસી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 કુલ સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે. ચૂંટણીને લઈને સૌથી મોટી સમસ્યા ડિજિટલ મીડિયાની છે, મોબાઈલ અને સિટીઝન જર્નાલિઝમે લોકોના હાથમાં હથિયાર તો આપ્યું છે, પણ તેનો ઘણો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. સરકાર ટેક કંપનીઓ અને ચૂંટણી પંચ માટે સૌથી મોટો પડકાર ચૂંટણી દરમિયાન ખોટી માહિતી ફેલાવવાનો છે. આ […]

લોકસભા ચૂંટણીઃ બંગાળમાં 100 વધુ સેન્ટ્રલ ફોર્સ કંપની તૈનાત કરવા ગૃહ મંત્રાલયને આપ્યો નિર્દેશ

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચે (ECI) એ આગામી લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (CAPF) ની વધારાની 100 કંપનીઓ તૈનાત કરવા ગૃહ મંત્રાલયને સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CRPFની 55 કંપનીઓ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સિસ (BSF)ની 45 કંપનીઓ ECIની સૂચના પર 15 એપ્રિલ અથવા તે પહેલાં તૈનાત કરવામાં આવી રહી છે. ECI એ […]

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સુરક્ષામાં વધારો કરાયો, Z શ્રેણીની VIP સુરક્ષા અપાશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન સુરક્ષાના કારણોસર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખતરાની આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમિશનરને સશસ્ત્ર કમાન્ડોથી સજ્જ Z શ્રેણીની VIP સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા […]

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ બેઠકોની ફાળવણીની જાહેરાત કરી

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મળી સૌથી વધારે બેઠકો શિવસેના(ઉદ્ધવ ઠાકરે), NCP (શરદ પવાર) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી એકનાથ શિંદે આગેવાનીવાળા ગઠબંધનને આપશે ટક્કર નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બની રહ્યો છે. દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈન્ડી ગઢબંધન અને એનડીએ દ્વારા કેટલીક બેઠકો ઉપર […]

લોકસભા ચૂંટણી: બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1210 ઉમેદવારો ચૂંટણીજંગમાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1,206 ઉમેદવારો અને બાહ્ય મણિપુર પીસીના 4 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બીજા તબક્કાના મતદાન માટે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 88 પીસી માટે કુલ 2633 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે બીજા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ, 2024 હતી. […]

લોકસભા ચૂંટણીઃ યુવા અને શહેરી મતદારોને જોડવા માટે ચૂંટણીપંચે સોશિયલ મીડિયાની શક્તિનો લાભ લીધો

નવી દિલ્હીઃ દેશ 2024ની લોકસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યો છે, ત્યારે ભારતીય ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટર્નિંગ 18’ અને ‘યુ આર ધ વન’ જેવા અનોખા અભિયાનો દ્વારા નાગરિકોને સામેલ કરવા માટે ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ની વ્યાપક થીમ અંતર્ગત એક રણનીતિ તરીકે એક અભિનવ યાત્રાની શરુઆત કરી છે. હાલમાં ઇસીઆઈ ફેસબુક, […]

અમદાવાદ જિલ્લામાં EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી -2024 માટે આગામી 7 મે ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર EVM અને વીવીપેટનું અમદાવાદ કલેક્ટર કચેરીમાં કમ્પ્યૂરાઇઝ્ડ પદ્ધતિથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. તથા માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયા બાદ સોમવારથી અમદાવાદના મોટેરા ખાતે આવેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code