1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

કેવી રીતે ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને આપ્યો હતો કચ્ચાથીવૂ ટાપુ? આરટીઆઈમાં જવાબ આવ્યો સામે

નવી દિલ્હી: કચ્ચાથીવૂ ટાપુનો મુદ્દો લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર સામે આવ્યો છે. વિધાનસભા ચૂંટણીથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટાપુનો ઉલ્લેખ કર્યો હતો. આઝાદી બાદ પણ જમીનનો આ ટુકડો ભારતના આધીન હતો, પરંતુ શ્રીલંકા તેના પર દાવો કરતું હતું. 1974માં થયેલી એક સમજૂતી હેઠળ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ ટાપુની શ્રીલંકાને સોંપણી કરી હતી. […]

50 વર્ષ જૂના કચ્ચાથીવુના મામલાએ આપ્યો પાક્કો મુદ્દો, પીએમ મોદીએ કોંગ્રેસની સાથે ડીએમકેને પણ લપેટયું

નવી દિલ્હી: કૉંગ્રેસની ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે 1974માં શ્રીલંકા સાથે એક સમજૂતી કરી હતી. તેના હેઠળ કચ્ચાથીવુ ટાપુ પર ભારતે પોતાનો દાવો કર્યો હતો અને તેને શ્રીલંકાનો હિસ્સો માની લીધો હતો. આ મામલા પર રવિવારે જ્યારે એક રિપોર્ટ પ્રકાશિત થયો, તો પીએમ મોદીએ આ મુદ્દાને ઉઠાવતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં, તેમણે […]

કેજરીવાલના મંત્રી કૈલાશ ગહલોત 5 કલાક બાદ ઈડી ઓફિસથી નીકળ્યા, શરાબ ગોટાળામાં થઈ પૂછપરછ

નવી દિલ્હી: દિલ્હી રાજ્યની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીની દારૂ ગોટાળાને લઈને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. શનિવારે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતને પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. એજન્સીએ તેમને શનિવારે રજૂ થવાના નિર્દેશ આપ્યા હતા. ઈડીના સમન બાદ કૈલાશ ગહલોત ઈડી ઓફિસ પહોંચ્યા હતા.  ત્યાં તેમની પાંચ કલાક જેટલી લાંબી પૂછપરછ […]

રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભાજપે બનાવી ઈલેક્શન મેનિફેસ્ટો કમિટી, 27 નેતાઓને મળ્યું સ્થાન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી ઘોષણાપત્ર સમિતિનું એલાન કર્યું છે. આ કમિટીની અધ્યક્ષતા રાજનાથસિંહ કરશે. જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના સંયોજક હશે. પિયૂષ ગોયલને સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જાણકારી મુજબ, ભાજપે આ ઈલેક્શન મેનિફેસ્ટો કમિટીમાં કુલ 27 સદસ્યોને સ્થાન આપ્યું છે. કમિટીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે જ પૂર્વ સીએમ શિવરાજસિંહ […]

પશુપતિ પારસે લગાવી ઈન્ડિયા ગઠબંધનમાં જવાની અટકળો પર બ્રેક, પીએમ મોદી સાથેની તસવીર કરી પોસ્ટ

નવી દિલ્હી: બિહારમાં એનડીએની સીટ શેયરિંગમાં આરએલજેપી અધ્યક્ષ પશુપતિ પારસના હાથ ખાલી રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એકપણ બેઠક મળી ન હતી. તેના પચી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે પશુપતિ પારસ હવે બાગી તેવર દેખાડી શકે છે અને તેઓ ઈન્ડિયા બ્લોકમાં જોડાય તેવી શક્યતા છે. પરતું હવે પશુપતિ પારસે સ્પષ્ટ […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં 5432 મતદાન મથકોના 26,626 કર્મીઓને તાલીમ આપી ચૂંટણી કામગીરી માટે કરાશે સજ્જ

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 28, 30 અને 1 એપ્રિલના દિવસોમાં ચૂંટણી કામગીરી કરનારા કર્મચારીઓ/અધિકારીઓના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગો વિશે માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર સુશ્રી રિદ્ધિ શુક્લએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં […]

તેરા ગમ, મેરા ગમ: સુનીતા કેજરીવાલને મળ્યા હેમંત સોરેનના પત્ની કલ્પના

નવી દિલ્હી: જેલમાં બંધ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન દિલ્હી પહોંચ્યા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ સાથે મુલાકાત કરવા માટે મુખ્યમંત્રી નિવાસ ગયા છે. તેમની સથે દિલ્હના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ છે. મહત્વપૂર્ણ છે કે સીએમ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે. તેમને કથિત દારુ […]

ઈડીએ કેજરીવાલના વધુ એક મંત્રી કૈલાશ ગહલોતને મોકલ્યું સમન, પૂછપરછ માટે મોકલ્યું તેડું

નવી દિલ્હી: દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં ઈડીની કાર્યવાહી સતત ચાલુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે ઈડીએ તેમના વધુ એક મંત્રી કૈલાશ ગહલોતને પણ સમન કર્યા છે. જણાવવામાં આવે છે કે ઈડીએ કૈલાશ ગહલોતને આજે જ પૂછપરછ માટે બોલાવ્યા છે. નજફગઢથી આમ આદમી પાર્ટીન ધારાસભ્ય કૈલાશ ગહલોત […]

માફિયા મુખ્તાર અંસારીના મોત બાદ ક્યાંક ખુશી, ક્યાંક ગમ, 10 પોઈન્ટમાં સમજો ઘટનાક્રમ

લખનૌ: જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે ઉત્તર પ્રદેશની બાંદાની એક હોસ્પિટલમાં મોત નીપજ્યું. ગેંગસ્ટરના પરિવારનો દાવો છે કે મુખ્તારને જેલમાં ધીમું ઝેર આપવામાં આવ્યું હતું. જો કે આ આરોપોને જિલ્લાધિકારીઓએ સોય ઝાટકીને રદિયો આપ્યો છે અને કહ્યુ છે કે હાર્ટ એટેકથી મુખ્તાર અંસારીનું મોત નીપજ્યું છે. હત્યારા […]

લોકસભા ચૂંટણીઃ ECIની સી-વિજિલન્સ એપ પર ચૂંટણીની જાહેરાત બાદ 79,000થી વધુ ફરિયાદ મળી

નવી દિલ્હીઃ ભારતની ચૂંટણી પંચની સીવિજિલ એપ લોકોના હાથમાં ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનને ચિન્હિત કરવા માટે એક અસરકારક ઉપકરણ બની ગયું છે. સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત બાદ આજ દિવસ સુધીમાં 79,000થી વધુ ફરિયાદો મળી છે. 99%થી વધુ ફરિયાદોનું સમાધાન કરી દેવાયું છે અને તેમાંથી લગભગ 89% ફરિયાદોનું સમાધાન 100 મિનિટની અંદર કરાયું છે. ગતિ અને પારદર્શિતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code