1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

ચૂંટણી પરિણામના કેટલા દિવસ બાદ આવશે 2024-25નું પૂર્ણ બજેટ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. શનિવારે છેલ્લા તબક્કાના મતદાન પછી, હવે 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. બીજી તરફ નાણા મંત્રાલયના સંપૂર્ણ બજેટની તૈયારીઓ જોર પકડી રહી છે. લોકસભાની ચૂંટણીને પગલે જે તે વર્ષે બે વાર બજેટ આવે છે. આ વખતે બજેટ ફેબ્રુઆરીમાં એકવાર આવ્યું છે. આઉટગોઇંગ સરકારના કાર્યકાળમાં […]

લોકસભાની ચૂંટણીમાં કોની જીતની આશા રાખી રહ્યાં છે, શેરબજારના રોકાણકારો

ભાજપા બહુમતી સાથે જીતે તો બજારમાં તેજી જોવા મળશે ભાજપાનું જીતનું અંતર ઘટે તો પણ બજારને અસર કરશે બજારમાં થોડા સમય માટે અસ્થિરતા જોવા મળવાની ભીતિ વિપક્ષ જીતે તો બજારમાં ભારે કડાકોની ચિંતા દેશમાં લોકસભાની ચૂંટણીનું સાત તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું અને શનિવારે સાતમા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું છે. હવે દેશની જનતા પણ […]

ઓપિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચેનો તફાવત, ચૂંટણીના એક્ઝિટ પોલને કેટલા વિશ્વસનિય ગણી શકાય

દેશમાં સાત તબક્કમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીનો 1લી જુને પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ વિવિધ ચેનલો, સંસ્થાઓ દ્વારા ચૂંટણીના પરિણામોની આગોતરી આગાહી કરતા એક્ઝિટ પોલ જાહેર થશે. હવે સૌ પ્રથમ તો આપણે જાણીએ કે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચે શુ તફાવત છે, ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવે છે. ઓપિનિયન પોલમાં તમામ લોકો સામેલ […]

લોકસભા ચૂંટણીઃ મત ગણતરી 4 જૂને હાથ ધરાશે, જાણો મત ગણતરીની પ્રકિયા…

ગુજરાતમાં 7મી મેના રોજ યોજાયેલી લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટાની ચૂંટણીની મતગણતરી તા.4થી જુનને મંગળવારના રોજ યોજાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે જેમાં સુરતની બેઠક બીન હરિફ બની હતી. સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરિફ વિજેતા જાહેર થયા હતા. એટલે ભાજપે લોકસભાની ચૂંટણીમાં દેશમાં પ્રથમ બેઠક બિન હરિફ મેળવી […]

લોકસભા ચૂંટણીઃ મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનું આજે શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં સાતમા તબક્કાનું મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ વિવિધ સંસ્થાઓએ પોતાના એક્ઝિટ પોલ જાહેર કર્યાં હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપા અને તેની આગેવાની હેઠળની એનડીએને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. એટલું જ નહીં વર્ષ 2019ની સરખામણીએ બેઠકોમાં પણ વધારો જોવા […]

લોકસભા ચૂંટણીઃ ઉમેદવારો જીત માટે ભગવાનના શરણે, PM મોદીની જીત માટે ઉજ્જૈનમાં ગુપ્ત સાધના

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન શનિવારે સાંજે સમાપ્ત થયું છે. બીજી તરફ જીત માટે વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ ભગવાનના શરણે પહોંચ્યાં છે, તેમજ વિવિધ મંદિરોમાં પુજા-પાઠ કરી રહ્યાં છે. બીજી તરફ પીએમ મોદી પણ સતત ચૂંટણીપ્રચાર બાદ ધ્યાનમાં બેઠા હતા. દરમિયાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત માટે ઉજ્જૈનમાં ગુપ્ત સાધના ચાલી રહી છે, […]

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં CM યોગી અને ભગવંત માન સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દિગ્ગજ નેતાઓ સહિત નાગરિકો પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા જે.પી.નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યું, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમની પત્ની સાથે મંગવાલના એક ગામમાં મતદાન કર્યું હતું. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ધ્યાન અવસ્થામાંથી બહાર આવશે

નવી દિલ્હીઃ ગુરુવારે સાંજે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે શરૂ થયેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ધ્યાન સાધના આજે સમાપ્ત થશે. જેમાં આજે સાંજે 45 કલાક પૂર્ણ થયા બાદ ધ્યાન સાધના સમાપ્ત થશે. આજે લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં વડાપ્રધાન મોદીની વારાણસી લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. કન્યાકુમારીમાં […]

બંગાળમાં સાતમા તબક્કામાં પણ હિંસા ફાટી નીકળી, જયનગરમાં ટોળાએ VVPATની લૂંટ ચલાવી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી ફરી હિંસાના અહેવાલો સામે આવ્યા છે. બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરે ટ્વીટ કર્યું હતું કે આજે સવારે 6.40 વાગ્યે જયનગર સંસદીય મતવિસ્તારમાં બેનીમાધવપુર એફપી સ્કૂલમાંથી ટોળા દ્વારા કેટલાક અનામત EVM અને સેક્ટર ઓફિસરના કાગળો લૂંટી લેવામાં આવ્યા હતા. બંગાળના સીઈઓ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું […]

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં 57 બેઠકો ઉપર ચાર કલાકમાં 26 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન સવારે સાત કલાકથી શાંતિપૂર્ણ રીતે માહોલમાં ચાલી રહ્યું છે. આઠ રાજ્યની 57 બેઠકો ઉપર મતદાન માટે સવારથી મતદાન કેન્દ્રો ઉપર લાબીં લાઈનો લાગી છે. દરમિયાન 11 કલાક વાગ્યા સુધીમાં 27 ટકા જેટલુ મતદાન થયું છે. બિહારમાં 24.25 ટકા, ચંદીગઢમાં 25.03 ટકા, હિમાચલપ્રદેશમાં 31.92 ટકા, ઝારખંડમાં 29.55 ટકા, ઓડિશામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code