1. Home
  2. revoinews

revoinews

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શતાબ્દીની ગૌરવશાળી સફર એટલે રાષ્ટ્રસેવાનો મહાયજ્ઞઃ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

સંઘ એટલે માર્ગદર્શન, સંઘ એટલે સમાજનું સંગઠનઃ ડૉ. કૃષ્ણગોપાલજી RSS ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ ખાતે ચાર દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન અમદાવાદ, 12 નવેમ્બર, 2025: RSS 100 years celebration દેશ જ્યારે સદીઓથી ગુલામીની ઝંઝીરોમાં કેદ હતો, દેશવાસીઓ લઘુતાની ભાવનાના શિકાર બની રહ્યા હતા, ત્યારે ડૉ. હેડગેવારજીએ 1925 માં દેશની […]

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 : જ્ઞાન, કળા અને સંસ્કૃતિના મહાકુંભનો ગુરુવારથી પ્રારંભ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ યોજાશે અમદાવાદ, 11 નવેમ્બર 2025: Ahmedabad International Book Festival 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન […]

શિલ્પા શેટ્ટી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રેસ્ટોરાં ખોલશે

ગાંધીનગર, 11 નવેમ્બર, 2025:  Shilpa Shetty restaurant in Gandhinagar GIFT City. ગાંધીનગર ગિફ્ટ સિટી  દેશ અને દુનિયાના બિઝનેસ માંધાતાઓને સતત આકર્ષી રહ્યું છે. ગુજરાતના પ્રથમ સ્માર્ટ સિટી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા ગિફ્ટ સિટીમાં હવે ગ્લેમરનો ઉમેરો થવાનો છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હવે ગિફ્ટ સિટીમાં બિઝનેસ કરવા આતુર છે. શિલ્પા શેટ્ટીની ભાગીદારીમાં ચાલતા […]

ગુજરાતના મુગટમાં વધુ એક યશકલગીઃ પીએમ જનમન અમલીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ કોન્ક્લેવમાં પીએમ જનમનના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ‘બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ’નો પુરસ્કાર ગાંધીનગર, 11 નવેમ્બર, 2025: પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા […]

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં બ્લાસ્ટ, 10 ના મોત

નવી દિલ્હીઃ સુરક્ષા એજન્સીઓએ ગુજરાત બાદ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો  છે. દરમિયાન મોડી સાંજે દેશની રાજધાની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજે વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ ગભરાટ ફેલાઈ ગયો હતો. અહેવાલો અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટની આ ઘટનામાં 8થી […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાઃ શું તમને કોઈ મુઝવણ છે? તો જાણો અહીં પૂરી પ્રક્રિયા વિશે

ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા – સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચૂંટણીપંચના કર્મચારીઓ અર્થાત બૂથ લેવલના અધિકારીઓ (બીએલઓ) ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4 ડિસેમ્બરને ગુરુવાર સુધી ચાલશે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર […]

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૬ ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

અમદાવાદ : ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“કંપની”) એ આજે નાણાકીય વર્ષ ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા. આવક અને નફો: આવક વાર્ષિક ધોરણે ૧૪ % વધીને ₹૩,૩૦૨ કરોડ રહી. EBITDA* આવક વાર્ષિક ધોરણે ૧૫% વધીને ₹૧,૦૮૩ કરોડ રહી ગ્રોસ માર્જિન ૭૬%, Op. EBITDA માર્જિન*: ૩૨.૮% ટેક્સ બાદ ચોખ્ખો નફો ૩૦% ના વધારા સાથે ₹૫૯૧ […]

અદાણી એન્ટરપ્રાઇઝિસના કચ્છ કોપર અને કેરાવેલ મિનરલ્સે મુખ્ય ઓસ્ટ્રેલિયન તાંબાના પ્રકલ્પને ઝડપી બનાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યા

અમદાવાદ: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ક્ષેત્રમાં ફ્લેગશિપ કેરાવેલ કોપર પ્રકલ્પમાટે વ્યૂહાત્મક સહયોગનો માર્ગ મોકળો કરવાના ધ્યેય સાથે કેરાવેલ મિનરલ્સ લિમિટેડ (ASX: CVV) એ અદાણી એન્ટરપ્રાઇઝીસ  લિ.ની પેટાકંપની કચ્છ કોપર લિ. (KCL) સાથે એક સીમાચિહ્નસમા બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે. આ કરારના ભાગરુપે કંપનીઓ ૨૦૨૬માં અંતિમ રોકાણના નિર્ણય (FID) તરફ પ્રોજેક્ટના વિકાસને વેગ […]

AI એક હોરિઝોન્ટલ, વ્યાપક ટેકનોલોજી છે જે જીવનને બદલી શકે છે: કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ ઉભરતા વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા પરિષદ (ESTIC 2025) ખાતે એઆઈ ઇન્ટેલિજન્સ પર ઉચ્ચ-સ્તરીય પેનલ ચર્ચાનું આયોજન કર્યું. MeitYના સચિવ એસ. કૃષ્ણનની અધ્યક્ષતામાં આ સત્રમાં સરકાર, શિક્ષણવિદો અને ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓને નવીનતા, સમાવેશીતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ભારત કેવી રીતે જવાબદારીપૂર્વક AIનો ઉપયોગ […]

સંસ્કૃત ભારતી-ગુર્જર પ્રાંત દ્વારા આયોજિત સંસ્કૃત પ્રબોધન વર્ગ હિન્દુ ગુરુકુળ, કાયાવરોહણમાં સંપન્ન

અમદાવાદઃ સંસ્કૃત ભારતી-ગુર્જર પ્રાંત દ્વારા તા. ૨૬-૧૦-૨૫ થી ૨-૧૧-૨૫ દરમિયાન સાત દિવસનો પ્રબોધન વર્ગ હિન્દુ ગુરુકુળ, લકુલીશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ, કાયાવરોહણ ખાતે યોજાઈ ગયો. સાત દિવસના આ નિવાસી વર્ગના સમાપન કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા શિબિરાર્થીઓ દ્વારા સંસ્કૃતભાષામાં સંવાદ, ગીત, વાર્તાલાપ, અભિનય ગીત, અને સંસ્કૃત સંભાષણનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રબોધનવર્ગના વૃત્ત નિવેદનમાં વર્ગાધિકારી ડો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code