1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

હવે વેબસાઇટ્સ અને એપ્સ તમારા લોકેશનને એક્સેસ કરી શકશે નહીં, આ ટેકનોલોજી મદદ કરશે

વેબસાઇટ અથવા એપ્લિકેશનને લોકોશન પરમિશન આપવી એ તમારી પ્રાઈવેસી માટે ખતરો બની શકે છે, પરંતુ સ્વિસ વૈજ્ઞાનિકોની નવી ક્રિપ્ટોગ્રાફિક તકનીક તમને તેનાથી બચાવી શકે છે. વેબસાઇટ હોય કે એપ્લિકેશન, તેઓ ઘણીવાર તમારી પાસે લોકેશન પરમિશન માંગે છે અને ઍક્સેસ જરૂરી હોવાથી, તમે પણ પરમિશન આપો છો. મોટાભાગના લોકો તેને હળવાશથી લે છે અથવા સામાન્ય માને […]

સ્માર્ટફોનની લત શરીરનું સંતુલન બદલી રહ્યું છે, બોલિવૂડ અભિનેતાએ ચેતવણી આપી

જાણીતા એક્ટર આર. માધવનએ તાજેતરમાં એક હેલ્થ અવેયરનેસ સેમિનાર દરમિયાન મોબાઈલ ફોનના વધુ પડચા ઉપયોગથી શરીર પર થતી નકારાત્મક અસરો તરફ ધ્યાન દોર્યું. તેમણે સ્ટેજ પર સવાલ ઉઠાવ્યો: શું આપણે આપણી ડિજિટલ ટેવોને કારણે ધીમે ધીમે આપણા શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છીએ? એક રસપ્રદ પ્રયોગ દ્વારા, માધવને દર્શકોને અહેસાસ કરાવ્યો કે ફોન સતત પકડી રાખવાથી […]

AI ઓવરવ્યૂ સુવિધા 200 થી વધુ દેશોના યુઝર્સ ઉપયોગ કરશે, 40થી વધુ ભાષાઓ સપોર્ટેડ છે

ગૂગલે તેની વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સ ગૂગલ I/O 2025 દરમિયાન જાહેરાત કરી હતી કે તેની AI ઓવરવ્યૂ સુવિધા હવે 200 થી વધુ દેશોમાં અને 40 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આ અપડેટ સાથે, વપરાશકર્તાઓ હવે અરબી, ચાઇનીઝ, મલય, ઉર્દૂ જેવી ભાષાઓમાં AI-આધારિત શોધ ઝાંખી જોઈ શકશે, જે અગાઉ ફક્ત થોડી મર્યાદિત ભાષાઓમાં ઉપલબ્ધ હતી. કઈ ભાષાઓમાં […]

ચોરાયેલો સ્માર્ટફોન હવે કોઈના કામનો નહીં રહે, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં નવુ ફીચર ઉમેરાશે

ગૂગલ લાંબા સમયથી તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને સુરક્ષિત કરવા માટે કામ કરી રહ્યું છે. હવે ગૂગલ ટૂંક સમયમાં તેના એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં એક નવું એન્ટી-થેફ્ટ ફીચર ઉમેરવા જઈ રહ્યું છે, જેના પછી ચોરાયેલો ફોન કોઈ કામનો રહેશે નહીં. આ સુવિધા એન્ડ્રોઇડ 16 સાથે રજૂ કરવામાં આવશે. ગૂગલ પહેલાથી જ ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન (FRP) જેવી કેટલીક […]

ભારતની ‘ડિજિટલ ઈકોનોમી’ ચાલુ વર્ષના અંત સુધીમાં 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા

નવી દિલ્હીઃ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર એસોસિએશન (DIPA) એ જણાવ્યું હતું કે, શહેરી વાયરલેસ ટેલિડેન્સિટી પહેલાથી જ 131.45 ટકા છે અને ટેલિકોમ્યુનિકેશન GDPમાં 6.5 ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે. આ સાથે ભારત એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે જ્યાં કનેક્ટિવિટી તેની પરંપરાગત સીમાઓ વટાઈ ગઈ છે. 2025 ના અંત સુધીમાં ‘ડિજિટલ અર્થતંત્ર’ 1 ટ્રિલિયન ડોલર […]

નવો સ્માર્ટફોન ક્યારે ખરીદવો જોઈએ, જાણો

આજના ડિજિટલ યુગમાં, સ્માર્ટફોન ફક્ત વાતચીતનું સાધન જ નહીં, પણ આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. કેમેરા, બેંકિંગ, સોશિયલ મીડિયા, ઓફિસનું કામ અને મનોરંજન, બધું જ આ એક ઉપકરણમાં સમાયેલું છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે નવો સ્માર્ટફોન ક્યારે ખરીદવો જોઈએ? શું દરેક નવા લોન્ચ સાથે ફોન બદલવો એ સમજદારીભર્યું […]

સ્કીલ ઇન્ડિયાની મેટા સાથે ભાગીદારીથી હવે રોજગાર માહિતી વોટ્સએપ પર ઉપલબ્ધ થશે

નવી દિલ્હીઃ હવે લોકો રોજગાર, તાલીમ, અભ્યાસક્રમો અને નજીકના કૌશલ્ય કેન્દ્રો સંબંધિત માહિતી વોટ્સએપ પર તાત્કાલિક મેળવી શકશે. આ માટે, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) એ મેટા સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ એક નવું AI-સંચાલિત સાધન “સ્કિલ ઇન્ડિયા આસિસ્ટન્ટ (SIA)” લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂલનો ઉપયોગ WhatsApp પર થઈ […]

ભારતઃ 150 અબજ લોકોએ કરાવ્યું આધાર પ્રમાણીકરણ

નવી દિલ્હીઃ આધાર પ્રમાણીકરણ વ્યવહારોની કુલ સંખ્યા 150 અબજનો આંકડો વટાવી ગઈ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. એપ્રિલ દરમિયાન કરવામાં આવેલા ઈ-કેવાયસી વ્યવહારો 37.3 કરોડ હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કરવામાં આવેલા ઈ-કેવાયસી વ્યવહારો કરતા 39.7 ટકા વધુ છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે જણાવ્યું હતું કે 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી વ્યવહારોની કુલ […]

ચીની સ્માર્ટફોન કંપનીઓને કોણ હરાવી રહ્યું છે? Xiaomi ટોચના 5 સ્માર્ટફોન બ્રાન્ડ્સમાંથી બહાર

ભારતમાં સ્માર્ટફોનના વેચાણમાં ભારે ઘટાડો થયો છે. 2025 ના પ્રથમ ત્રણ મહિનામાં સ્માર્ટફોનના વેચાણમાં 5.5 ટકાનો ઘટાડો થયો છે, જે આ વર્ષના ત્રિમાસિક ગાળામાં સતત બીજો ઘટાડો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન, 3 કરોડ 20 લાખ સ્માર્ટફોન યુનિટ મોકલવામાં આવ્યા હતા, જે ગયા વખત કરતા ઓછા છે. વેચાણમાં Xiaomi પાછળ છે ચીની સ્માર્ટફોન બ્રાન્ડ Xiaomi […]

ઉત્તર પ્રદેશમાં સેમિકન્ડક્ટર યુનિટને કેબિનેટે મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાને મંજૂરી આપી. પહેલાથી જ પાંચ સેમિકન્ડક્ટર યુનિટ બાંધકામના અદ્યતન તબક્કામાં છે. આ છઠ્ઠા યુનિટ સાથે, ભારત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિકસાવવાની તેની સફરમાં આગળ વધે છે. આજે મંજૂર કરાયેલા યુનિટ HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code