1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

નેપાળી આર્મી ચીફ જનરલ સિગ્ડેલ ચાર દિવસીય ભારતની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના આમંત્રણ પર નેપાળના આર્મી કમાન્ડર-ઇન-ચીફ જનરલ અશોક રાજ સિગડેલ 11 ડિસેમ્બરે ચાર દિવસની ભારત મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન જનરલ સિગડેલને ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કરવામાં આવશે. જે બંને દેશ વચ્ચે લાંબા સમયથી ચાલતી પરંપરા છે. નેપાળના સંરક્ષણ મંત્રાલયે કમાન્ડર-ઇન-ચીફ જનરલ સિગડેલને ઔપચારિક મંજૂરી માટે […]

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, બ્રેઈન લારાના રેકોર્ડને તોડવાથી કોહલી એક કદમ દૂર

ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 143 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100* રનની ઇનિંગ રમી હતી. હવે, જો કોહલી એડિલેડમાં રમાનારી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં 102 રન બનાવશે તો તે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવશે અને વેસ્ટ ઈન્ડિઝના […]

ભારતમાં હાઈસ્પીડ ટ્રેનની વચ્ચે આ છે સૌથી ધીમી ચાલતી ટ્રેન

ભારતમાં ટ્રેન મુસાફરી એ પરિવહનનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે, જે માત્ર દેશના વિવિધ ભાગોને જોડતું નથી, પરંતુ તેના દ્વારા દરરોજ લાખો લોકો તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. ભારતીય રેલ્વેમાં હાઈ સ્પીડ ટ્રેનોનો ઉપયોગ ઝડપથી વધ્યો છે, પરંતુ તેની સાથે એવી ઘણી ટ્રેનો છે જે ધીમી ગતિના કારણે ચર્ચામાં રહે છે. આમાંની કેટલીક ટ્રેનો તેમના ચોક્કસ […]

તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓ પાસેથી ટીકીટ પેટે 3 વર્ષમાં 91 કરોડની આવક

વિશ્વની સાતમી અજાયબી, તાજમહેલને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓના આગમનને કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને ભારે આવક થાય છે. એએસઆઈને તાજમહેલની ટિકિટના વેચાણથી ત્રણ વર્ષમાં લગભગ 91 કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે આ ત્રણ વર્ષમાં તાજના સંરક્ષણ પર માત્ર 9.41 કરોડ રૂપિયાનો જ ખર્ચ થયો છે. માહિતી અધિકાર અધિનિયમથી […]

વિદેશ ફરવા જવાનું પ્લાનીંગ કરી રહ્યાં છો તો જાણી લો ભારતીયો માટે વિઝા ફ્રી દેશ વિશે

ભારત ઘણો મોટો દેશ છે અને દર વર્ષે દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભારત આવે છે. ઘણા પ્રવાસીઓ ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લેવા જાય છે, જ્યારે ઘણા ભારતીય એવા છે તેઓ વિદેશ પ્રવાસે જાય છે. વિદેશ ફરવા જનાર મોટાભાગના ભારતીય બજેટ નક્કી કરે છે અને ક્યાં સ્થળ ઉપર કેટલો ખર્ચ થવાનો અંદાજ છે તેનું બજેટ નક્કી […]

ભારતીય રેલ્વેને બે મહિનામાં રૂ. 12,159 કરોડની આવક થઈ

ભારતીય રેલ્વેએ આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર દરમિયાન તહેવારોની સિઝન દરમિયાન ટિકિટના વેચાણથી રૂ. 12,159.35 કરોડની કમાણી કરી હતી. ભારતીય રેલ્વે સંબંધિત આ ડેટા સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા.બે મહિનાના સમયગાળામાં ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારો હતા, જે દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ભારતીય રેલ્વેએ આ વર્ષે […]

ભારતીય રેલવે: 280 કિમી પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન-ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ 280 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કેન્દ્રિય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, BEML ના સાથ સહકારમાં સંકલિત રેલવે કોચ ફેકટરીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સૂચિત પ્રોજેક્ટમાં ઉત્પાદિત થનાર ટ્રેનની કિંમત 28 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. […]

ગુજરાતઃ દિવાળીના વેકેશનમાં 16 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 61.71 લાખ લોકોએ મુલાકાત લીધી

અમદાવાદઃ દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. 26 […]

UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ભારતની 43 હેરીટેજ સાઈટોમાંથી ગુજરાતના 4 સ્થળોનો સમાવેશ કરાયો

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વભરમાં અનેક યાદગાર હેરિટેજ સાઈટ  આવેલી છે. આ વારસો ફક્ત યાદ બનીને ના રહી જાય તે માટે દર વર્ષે યુનેસ્કો દ્વારા તા. 19 થી 25 નવેમ્બર દરમિયાન “ વર્લ્ડ હેરિટેજ વીક”ની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશ તેની પ્રાચીન ધરોહર માટે વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. ભારતની સાથે ગુજરાત પણ તેના […]

‘રાણીની વાવ’ની બે વર્ષમાં 5 લાખથી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી

અમદાવાદઃ છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ- ‘રાણીની વાવ’ની અંદાજે 5 લાખથી વધુ ભારતીય તેમજ 4 હજારથી વધુ વિદેશી સહેલાણીઓ મુલાકાતે આવ્યા. જળ વ્યવસ્થાપન તેમજ કલાની દ્રષ્ટીએ ઉત્તમ ઉદાહરણ એવી પાટણ ખાતે આવેલી રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં “વર્લ્ડ હેરિટેજ સાઇટ”માં સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં 19થી 25 નવેમ્બર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code