1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સાત દિવસીય મુલાકાતે

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સાત દિવસીય મુલાકાતે નીકળ્યા. આ મુલાકાત શિક્ષણમાં પરસ્પર હિતનાનિર્ણાયક ક્ષેત્રોમાં સહયોગ, સહભાગિતા અને તાલમેલને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. સિંગાપોરની તેમની બેદિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં પ્રધાન આવતીકાલે ભારતીય મૂળના લોકોને સંબોધિતકરશે. બીજા દિવસે, પ્રધાન સિંગાપોરના પ્રધાનમંત્રી  લોરેન્સ વોંગ અને નાયબ પ્રધાનમંત્રી  ગાન કિમ યોંગ અને અન્ય વરિષ્ઠ નેતાઓને […]

રેલવેએ ટિકિટ બુકિંગને લઈને સિસ્ટમમાં ફેરફાર કર્યો, હવે 60 દિવસ પહેલા રિઝર્વેશન થશે

નવી દિલ્હીઃ ટ્રેનમાં પ્રવાસના 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાનો નિયમ છે, પરંતુ ભારતીય રેલવેએ હવે આ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. નવી સિસ્ટમ હેઠળ મુસાફરોએ હવે 120 દિવસ નહીં પરંતુ 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવવી પડશે. રેલવેએ ટિકિટ બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને અડધો એટલે કે 60 દિવસ કરી દીધો છે. આ નવી સિસ્ટમ […]

દ્રૌપદી મુર્મુ અલ્જીરિયાની મુલાકાત પૂર્ણ કરીને મોરેશિયસ જવા રવાના થશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અલ્જીરિયાની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેમના પ્રવાસના બીજા તબક્કામાં આજે મોરિટાનિયા જવા રવાના થશે. રાષ્ટ્રપતિ મુર્મુએ ભારત અને અલ્જેરિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ઉચ્ચ સ્તરીય નેતાઓ અને પ્રતિનિધિમંડળો સાથે વિવિધ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. રાષ્ટ્રપતિ તેમની એક દિવસીય મોરિટાનિયાની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તે મોરોક્કોના […]

તહેવારો માં રેલ્વે દ્વારા 6556 વિશેષ ટ્રેનો દોડાવાશે

રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે, દિવાળી અને છઠ પૂજા માટે રાજકોટ ડિવિઝનમાંથી 8 જોડી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આફ્રિકાના ત્રણ દેશો અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. ભારતના અધ્યક્ષ પદે G 20 શિખર બેઠક દરમિયાન આફ્રિકા સંઘને G 20 ના કાયમી સભ્ય તરીકે સ્થાન મળ્યાના એક વર્ષ બાદ આ દેશોની ભારતની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ તેમની આ એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન, વિવિધ દ્વિપક્ષીય બેઠકો કરશે. […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવી એમ ત્રણ દેશોની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી 19મી ઓક્ટોબર સુધી અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવી એમ ત્રણ દેશોની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિની ત્રણ આફ્રિકન દેશોની આ પ્રથમ મુલાકાત હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની આ મુલાકાત દરમિયાન તેઓ આ દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી 15મી ઓક્ટોબર સુધી […]

પ્રધાનમંત્રીએ લાઓ પીડીઆરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિએન્ટિયનમાં લાઓ પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી (LPRP) ની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને પીડીઆરના રાષ્ટ્રપતિ મહામહિમ થોંગલાઉન સિસોઉલિથ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ આસિયાન સમિટ અને પૂર્વ એશિયા સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ સિસોઉલિથને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી અને ઘનિષ્ઠ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની […]

પ્રધાનમંત્રીની થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિએન્ટિઆનમાં પૂર્વ એશિયા સમિટ દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી પૈતોંગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરી. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રીને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીને તેમની ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી. […]

તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 100થી વધુ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનોની 2315 ટ્રીપ ચલાવશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવે આ વર્ષે 1 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમ્યાન મુસાફરોની સુવિધા માટે 6 હજાર 556 સ્પેશયલ ટ્રેનો ચલાવશે.આમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે ભારતના તમામ રેલવે ડિવઝનમાં સૌથી વધુ છે.દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે દર વર્ષે […]

2035 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો ભારતની 8.7% વીજળીનો ઉપયોગ કરશે

2035 સુધીમાં, ભારતની કુલ વીજળીના 8.7 ટકાનો વપરાશ ઇલેક્ટ્રિક વાહનો દ્વારા કરવામાં આવશે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ, વેચાણ અને કાફલાની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. ભારતની વીજળીનો નોંધપાત્ર હિસ્સો આગામી દાયકાના મધ્ય સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો દ્વારા વપરાશમાં લેવામાં આવશે, જે છ ટકાથી 8.7 ટકાની વચ્ચે હશે. એક અહેવાલમાં દાવો કરાયો છે કે, ઇલેક્ટ્રિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code