
સોશિયલ મીડિયાની વાંધાજનક પોસ્ટ પર નજર રાખવા કેન્દ્ર એ દરેક રાજ્યોને આપ્યા આદેશ
- કેન્દ્ર એ રાજ્યોને આપ્યા નિર્દશ
- વાંધાજનક પોસ્ટ પર નજર રાખવામાં આવે
દિલ્હીઃ- વિતેલા દિવસને શનિવારના રોજ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો આદેશ આપ્યા છે કે, ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનારાઓ સાથે સખત કાર્યવાહી કરવામાં આવે. આ સાથે સોશિયલ મીડિયા પર આ પ્રકારની હિંસા સંબંધિત વાંધાજનક પોસ્ટ પર નજર રાખવાના પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ પહેલા પણ શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ ડોકટરો-આરોગ્ય કર્મચારીઓને લગતી હિંસા અંગે રાજ્યોને પત્ર લખ્યો હતો. હિંસા સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના બેનર હેઠળ ડોક્ટરોએ પણ દેશભરમાં વિરોધ નોંધાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું છે કે મહામારી વચ્ચે દેશભરમાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ પરના હુમલાની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતિ તેમનું મનોબળ નબળું પાડી શકી છે અને તેમની સલામતી અંગે ડર બન્યો રહેશએ.જેની અસર સમગ્ર આરોગ્ય સિસ્ટમ પર પડશે. મહામારી ધારા હેઠળ એફઆઈઆર નોંધીને હુમલો કરનારા સામે કડક કાર્યવાહી કરો.
આ સાથે જ રાજ્યોને આપવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે,આ પ્રકારના કેસમાં તાત્કાલિક સુનાવણી કરવી જોઈએ તે ઉપરાંતસો શિયલ મીડિયા પર આવી હિંસાને પ્રોત્સાહન આપતી અપમાનજનક પોસ્ટ્સ પર નજર રાખવામાં આવવી જોઇએ. કોરોના સામેની લડતમાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓના મૂલ્યવાન યોગદાન પર ભાર મૂકવા માટે હોસ્પિટલો, સોશિયલ મીડિયા પર પોસ્ટરો દ્વારા સંબંધિત પ્રયત્નો કરવા જોઈએ.