
વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિદ્યાનગર અને રાજકોટમાં ચંદ્રયાન-3ના લેન્ડિંગને નિહાળવાનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદઃ વિજ્ઞાન ગુર્જરી દ્વારા વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં ચંદ્રયાન-3ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ નિહાળવાનો તથા ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતા આચાર્ય ડૉ. પી. સી. રે વિશે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતના ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO) દ્વારા વિકસાવેલ મિશન ચંદ્રયાન-3નું મૂન સોફ્ટ લેંડિંગ એટલે કે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરાયુ તેનું જીવંત પ્રસારણનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) ખાતે સાયન્સ ક્લબ, ભૌતિકશાસ્ત્ર ભવન અને વિજ્ઞાન ગુર્જરીનાં સંયુક્ત ઉપક્રમે જાહેર જનતા માટે રાખવામાં આવ્યુ હતું. જેમાં, બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનરસિક લોકોએ ભાગ લઈ ભારતના આ ગૌરવપૂર્ણ ક્ષણનાં સાક્ષી બન્યા હતા.
રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) દ્વારા તા.14મી જુલાઈ 2023ના બપોરે 4:00 કલાકથી ‘ચંદ્રયાન-3ના ઉતરાણનું જીવંત પ્રસારણનું જાહેર જનતા માટે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય અતિથિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સલર ગિરીશ ભીમણીએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 એ ભારત દેશ માટે મહત્વની સફળતા બની રહેલ છે. આ મિશનથી ભારત દેશ અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરશે અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીજીના ભારત દેશને અવકાશ ક્ષેત્રમાં એક સફળ દેશ બનાવવાના સપનાને સાકાર કરશે. રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) નાં પ્રોજેકટ ડાઈરેક્ટર ડો. સુમિત વ્યાસ એ જણાવ્યુ હતું કે, આ મિશનની સફળતાએ વિજ્ઞાન અને ટેકનૉલોજીની દુનિયામાં ભારત દેશનું એક અલગ સ્થાન નક્કી કરશે અને ભારત દેશનું નામ યુવા વિજ્ઞાનિકોને અવકાશ અંગે નવા સંશોધનો કરવા પ્રેરિત કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્રભવનનાં અધ્યક્ષ ડો . નિકેશ શાહે જણાવ્યુ હતુ. કે આ મિશન માટે ઇસરોના વૈજ્ઞાનિકોની મહેનત કાબેલેતારીફ રહી છે અને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવપૂર્વક વધાર્યું છે.
આ કાર્યક્રમનાં આશરે 1000 થી વધુ વિજ્ઞાનરસિક લોકોએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, કોલેજ અને યુનિવર્સિટીના યુવાનો અને સિનિયર સીટીઝન વગેરે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્ર્મમાં સામેલ તમામ લોકોએ સાંજે 6.05 કલાકે ચન્દ્રયાન- 3 ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થતાંની સાથે જ ‘ભારત માતા કી જય’ અને ‘વંદેમાતરમ’નો જય ઘોષ સાથે ભારતના વૈજ્ઞાનિકોની આ ઐતિહાસિક સિદ્ધિને વધાવી હતી. વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પીજી ડિપાર્ટમેન્ટ ફોર એપ્લાઈડ એન્ડ ઈન્ટરડિસિપ્લિનરી સાયન્સીસ તથા વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે ભારતના મહત્વકાંક્ષી અવકાશ કાર્યક્રમ ચંદ્રયાન-૩ ના ચંદ્રના સાઉથ પૉલની સપાટી પર લેન્ડિંગના જીવંત પ્રસારણને નિહાળવાનો તથા ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતા ગણાતા ડૉ. પી.સી. રે જેમનો જન્મદિવસ તાજેતરમાં હતો તેમના જીવન તથા તેમના ભારતીય તથા વૈશ્વિક રસાયણ વિજ્ઞાનમાં યોગદાન વિશેનો “કોન્ટ્રીબ્યુશન ઑફ ફાધર ઑફ ઇંડિયન કેમેસ્ટ્રી આચાર્ય પી.સી.રે ઇન નેશનલ બિલ્ડિંગ” વિષય પર એક સંવાદ યોજાયો. આ કાર્યક્રમમાં વડોદરાની મ.સ. યુનિવર્સિટીના રસાયણ વિભાગના એસોસિયેટ પ્રાધ્યાપક આર.એન. જાડેજાએ વક્તવ્ય આપ્યું. વક્તવ્ય બાદ ઉપસ્થિત 80 વિદ્યાથીઓ સાથે સૌએ ભારતીય અવકાશ વિજ્ઞાનની ગૌરવપ્રદ ક્ષણ એવા ચંદ્રયાન-૩ નું ચંદ્રના સાઉથ પોલ પરના સફાળ લેંન્ડિગ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા વક્તવ્યનું જીવંત પ્રસારણ નિહાળ્યુ.