1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હેલ્ધી ગ્લોબલ કોમ્પિટિશન માટે ક્વોલિટી-ગુણવત્તાના માપદંડોમાં બદલાવ લાવવો જરૂરીઃ મુખ્યમંત્રી
હેલ્ધી ગ્લોબલ કોમ્પિટિશન માટે ક્વોલિટી-ગુણવત્તાના માપદંડોમાં બદલાવ લાવવો જરૂરીઃ મુખ્યમંત્રી

હેલ્ધી ગ્લોબલ કોમ્પિટિશન માટે ક્વોલિટી-ગુણવત્તાના માપદંડોમાં બદલાવ લાવવો જરૂરીઃ મુખ્યમંત્રી

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આયોજિત ગુજરાત કોનેક્સ-2023નો પ્રારંભ કરાવતા હેલ્ધી ગ્લોબલ કોમ્પિટિશન માટે ક્વોલિટી-ગુણવત્તાના માપદંડોમાં બદલાવ લાવવાનું પ્રેરક આહવાન કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નેશન બિલ્ડીંગ માટે રાજ્યના હિતને પણ વ્યવસાયિક હિત સાથે પ્રાધાન્ય આપીએ. મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ તથા પાણી પુરવઠા મંત્રી  કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં આ ગુજરાત કોનેક્સ-2023નો આરંભ કરાવ્યો હતો. ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં અદ્યતન બાંધકામ મશીનરી અને વાહનો, બિલ્ડીંગ સામગ્રીના મશીન તથા માઈનીંગ મશીન્‍સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિવિધ 500 જેટલી પ્રોડક્ટસ સાથે આ પ્રદર્શનમાં 300થી વધુ પાર્ટિસિપન્ટસ જોડાયા છે.

મુખ્યમંત્રીએ આ પ્રદર્શન પ્રારંભ સાથે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની કોફી ટેબલ બુકનું વિમોચન તથા પાંચ વ્યક્તિઓને એક્સલન્‍સ ઈન કન્‍સ્ટ્રક્શન સેક્ટરનાં અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કર્યા હતા.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિશ્વનેતા વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ અને નેશન બિલ્ડીંગનો રાહ કંડાર્યો છે. ભારતે G-20ની સફળતા દ્વારા વિશ્વના વિકસિત દેશોના રાષ્ટ્રોના વડાઓની પણ પ્રશંસા મેળવી છે. એટલું જ નહીં, ભારત અન્ય કોઈ પણ દેશ કરતા પાછળ નથી તેવી દ્રઢ છાપ લઈને તેઓ ગયા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતને દરેક ક્ષેત્રે ગ્લોબલ પ્લેટફોર્મ આપવા વડાપ્રધાને શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટે હવે બે દાયકા પૂર્ણ કરીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનાં નવા બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે. આપણે આ ઉજ્જવળ પરંપરા અને વિકાસની યાત્રાને વધુ તેજ ગતિએ આગળ લઈ જવા તંદુરસ્ત સ્પર્ધામાં રહેવા ગુણવત્તાના માપદંડો બદલવા પડશે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને હવેના સમયની આવશ્યક જરૂરિયાત ગણાવતાં કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટમાં પણ આ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. વડાપ્રધાને કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈઓ કરી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિત સર્વાંગી વિકાસ માટે બજેટમાં સતત વધારો કર્યો છે. 1995માં રાજ્યનું બજેટ 12 હજાર કરોડનું હતું, તે આ વર્ષે 3 લાખ કરોડ જેટલી માતબર રકમ સાથેનું ઐતિહાસિક બજેટ થયું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વિકાસના પાંચ સ્તંભમાંનો એક અગત્યનો સ્તંભ ગણી રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષ માટે પાંચ લાખ કરોડ રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આયોજન કર્યું છે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરતા અપીલ કરી હતી કે, આ માટે કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન સહિત સૌ સમાજ વર્ગો સાથે મળીને યોગદાન આપે.

આરોગ્ય અને ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણમંત્રી  ઋષિકેશભાઇ પટેલે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, માનવજાતની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ સુધી બાંધકામ પ્રવૃત્તિ પણ સતત વિકસતી રહી છે. પ્રાચીન સમયમાં ઇજિપ્તના પિરામિડ, તાજમહાલ, પર્વતો પરના મંદિરો, દેરાસરો એવા અનેક અદ્વિતીય બાંધકામ માનવજાતના કૌશલ્યનો પરિચય આપે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code