1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચીનની બીજી નાપાક હરકત સામે આવીઃ- અરુણાચલ પ્રદેશ પાસે 67 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કર્યું
ચીનની બીજી નાપાક હરકત સામે આવીઃ- અરુણાચલ પ્રદેશ પાસે 67 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કર્યું

ચીનની બીજી નાપાક હરકત સામે આવીઃ- અરુણાચલ પ્રદેશ પાસે 67 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કર્યું

0
Social Share
  • ચીન પોતાની હરકતોથી બહાર આવતું નથી
  • અરુણાચલ પ્રદેશ પાસે લાંબી સડકનું નિર્માણ કર્યું

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન સાથે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલમાં ચીન અવનવા પેતરા રચતું આવ્યું છે, ત્યારે હવે ચીને અરુણઆચલ પ્રદેશમાં એક લાંબા માર્ગનું નિર્માણ કર્યું છે, મળતી માહિતી પ્રમાણેચીને બ્રહ્મપુત્રા નદી ખીણમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રસ્તો બનાવ્યો છે. આ રસ્તો 67.22 કિલોમીટર લાંબો છે અને ચીનની નદી પર બાંધવામાં આવેલા વિશાળ ડેમ માટેની યોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ ગણવામાં આવે છે. 6 હજાર 9 કિ.મી. ઊંડી ખીણમાં બનેલો આ હાઇવે 2 હજાર 114 મીટર લાંબી ટનલમાંથી પસાર થાય છે.

આ હાઇવે વિશઅવની સૌથી ઊંડી યાર્લંગ ઝાંગ્બો ગ્રાન્ડ પાસથી પસાર થાય છે, જે વિશ્વનો સૌથી ઊંડો પાસ માનવામાં આવે છે અને સંભવત અરુણાચલ પ્રદેશના બિશીંગ ગામની સરહદ નજીક આવેલા બાયબંગ કાઉન્ટીમાં સમાપ્ત થાય છે. બુશીંગ ગામ ભારત અને ચીન વચ્ચેની મેકમોહન આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શતા અરુણાચલ પ્રદેશના ગેલિંગ સર્કલમાં આવે છે.

આ હાઇવેની શરૂઆત સાથે હવે તિબેટના શહેરી વિસ્તાર અને સરહદને અડીને આવેલા ગામ નીંગચી વચ્ચેની મુસાફરી હવે ઘટીને માત્રને માત્ર આઠ કલાકની થઈ જશે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં સિયાંગ અને આસામમાં બ્રહ્મપુત્રની રચના થાય છે ત્યારે તિબેટની યાર્લંગ ઝાંગ્બો નદી ભારતમાં વહે છે. અહીંથી, આ નદી બાંગ્લાદેશ જાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code