
ચીનના રાષ્ટ્રપતિ શીજીપિંગ જી 20ની બેઠકમાં નહી આપે હાજરી, તેમના સ્થાને ચીનના પીએમ કરશે પ્રતિનિધિત્વ
દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરીલ રહ્યું છે આ સંદર્ભે અનેક વિદેશ મંત્રીઓ નેતાઓ ભારત આ બેઠકમાં હાજરી આપવા આવશે જો કે ચીનના રાષ્ટ્રપતિ શીજિનપિંગને લઈને અનેક અટકળો હતી ત્યારે હવે શીજિનપિંગ જી 20ની બેઠકમાં ભાગ લેવા નહી આવે તે બાબતે પૃષ્ટી થઈ ચૂકી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ અઠવાડિયે રાજધાની દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે નહીં અને તેમના દેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડા પ્રધાન લી કિઆંગ કરશે તેમ જણાવવામાં આવ્યું છે.
આ બાબતને લઈને વિદેશ મંત્રાલયે આજરોજ સોમવારે આ જાહેરાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત પ્રજાસત્તાક સરકારના આમંત્રણ પર, સ્ટેટ કાઉન્સિલના પ્રીમિયર લી કેકિયાંગ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી, ભારતમાં યોજાનારી 18મી જી-20 સમિટમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં બિડેન સહિત લગભગ બે ડઝન વિશ્વ નેતાઓ ભાગ લેવા જઈ રહ્યા છે, જેનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. યુએસ પ્રમુખ જો બાઈડેન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાક, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા સહિત મોટા ભાગના G-20 સભ્ય દેશોના નેતાઓ ડી સિલ્વાએ પહેલેથી જ સમિટમાં હાજરી આપવાની પુષ્ટિ કરી ચૂક્યા છે.
બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન મોદીને પહેલેથી જ જાણ કરી દીધી છે કે તેમના માટે સમિટમાં ભાગ લેવા માટે ભારતનો પ્રવાસ કરવો શક્ય બનશે નહીં. ઉલ્લેખનીય છે કે વ્લાદિમીર પુતિને પણ ભારત આવવાની અસમર્થતા વ્યક્ત કરી હતી. આ અંગે તેમણે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી.
બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે 7 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચી રહ્યા છે. G20 કોન્ફરન્સમાં ભાગ લેતા પહેલા જૉ બિડેન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ G20 કોન્ફરન્સમાં ભાગ ન લેવાના સમાચારથી ખૂબ જ નિરાશ છે. ઉલ્લેખનીય છે કે G20 ના અધ્યક્ષ તરીકે ભારત 9-10 સપ્ટેમ્બરના રોજ આ પ્રભાવશાળી જૂથની વાર્ષિક સમિટનું આયોજન કરી રહ્યું છે.