1. Home
  2. ગુજરાતી
  3. ચીનના જાસુસોથી સમગ્ર વિશ્વને ખતરો, ભારત-અમેરિકા સહિત દુનિયાભરમાં ચીનના 20 લાખ જાસૂસ સક્રીય
ચીનના જાસુસોથી સમગ્ર વિશ્વને ખતરો, ભારત-અમેરિકા સહિત દુનિયાભરમાં ચીનના 20 લાખ જાસૂસ સક્રીય

ચીનના જાસુસોથી સમગ્ર વિશ્વને ખતરો, ભારત-અમેરિકા સહિત દુનિયાભરમાં ચીનના 20 લાખ જાસૂસ સક્રીય

0
Social Share
  • એક રિપોર્ટમાં થયો ખુલાસો
  • ભારત સહિત સમગ્ર વિશ્વમાં 20 લાખથી વધુ ચીનના જાસૂસ સક્રિય

દિલ્લી: ચીન અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. એટલું જ નહીં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે. દરમિયાન ભારત સહિત દુનિયાભરમાં ચીનની સત્તાધારી ચાઈનિઝ કોમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે સીસીપીના 20 લાખથી વધારે જાસુસ ફેલાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો લીક થયેલા ડેટાના આધારે એક રિપોર્ટમાં થયો છે.

ઑસ્ટ્રેલિયાના એક જાણીતા અખબાર પાસે સીપીપીના સભ્યોના ઈ-મેઈલ, પાર્ટીમાં હોદ્દો, જન્મતારીખ, આઈકાર્ડ સહિતની વિગતો આવી છે. તેના પરથી ખબર પડી કે જગતની અગ્રણી બેન્કો, ફોક્સવેગન , પેપ્સી, આઈબીએમ, બોઈંગ જેવી કંપનીઓ, રસી ઉત્પાદક એસ્ટ્રાઝેનેકા અને ફાઈઝર સહિતની અનેક મોટી સંસ્થા-કંપનીઓમાં સીસીપીના સભ્યો ગોઠવાયેલા છે. આ સભ્યો જ્યાં કામ કરતા હોય ત્યાંની માહિતી ચીનમાં પોતાની પાર્ટીને પુરી પાડતા હોય એવી પુરી શક્યતાઓ વ્યક્ત થઈ છે. સીસીપીના સભ્યોની પાર્ટી સિવાય કોઈને વફાદાર નહીં હોવાનું મનાય છે.

રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર માત્ર પશ્ચિમની કંપનીઓ માટે સીસીપીની 79000 શાખાઓ તૈયાર કરાઈ છે. એમા કામ કરનારા માણસો સીસીપીના ટોચના હોદ્દેદારો અને જરૂર પડયે જિનપિંગ સામે માહિતી આપવા હાજર થતા હોય છે. ચીની કંપનીઓ જગતની તમામ મહત્ત્વની ચીજોની નકલ બનાવી શકે છે, તેનું એક કારણ આ નેટવર્ક પણ હોઈ શકે છે. દુનિયાભાર ફેલાયેલા ચીની માણસો માર્કેટની ડિમાન્ડ, મોનોપોલી, વગેરેની માહિતી ચીન સુધી પહોંચાડતા હોઈ શકે છે. આમ ચીને જગતવ્યાપી હ્યુમન ઈન્ટેલિજન્સનું નેટવર્ક ફેલાવી રાખ્યુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code