
શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જય સતત આતંકીઓની નજર રહેલી હોય છે ત્યારે ફરી સેન અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાને મોટી સફળતા માંડી છે સેન એ બે આતંકીઓ નો ખાતમો કર્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં વિતેલા દિવસના રોજ સુરક્ષા દળોએ ઓપરેશન કાલી અંતર્ગત આતંકવાદી બશીર અહેમદ મલિકને ઠાર માર્યો હતો. તેનો સાથી અહેમદ ગની શેખ પણ એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો.
વધુ માહિતી મુજબ ખીણમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આતંકવાદી સમર્થકો વિરુદ્ધ સેના મોટા પાયે કાર્યવાહી કરી રહી છે. કહેવામાં આવ્યું હતું કે ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીની સંભાવના અંગે સેના અને એસબી, શ્રીનગર તરફથી વિશેષ ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી. જેને જોતા 15મી નવેમ્બરના રોજ સવારે સંયુક્ત ઓપરેશન ચલાવીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સેન એ જણાવ્યું કે અમારી પાસે એક મજબૂત નિયંત્રણ રેખા સુરક્ષા ગ્રીડ છે અને અમે કડક દેખરેખ હેઠળ છીએ. ઘૂસણખોરીના આવા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને અમે દુશ્મનને તેની શરમજનક યોજનાઓમાં સફળ થવા દઈશું નહીં.