1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહિવટ, મળતિયાને ટિકિટોની લહાણીઃ કોંગ્રેસનો આક્ષેપ
ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહિવટ, મળતિયાને ટિકિટોની લહાણીઃ  કોંગ્રેસનો આક્ષેપ

ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહિવટ, મળતિયાને ટિકિટોની લહાણીઃ કોંગ્રેસનો આક્ષેપ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ભારત પાકિસ્તાનની રોમાંચક મેચ શનિવારના દિવસે યોજાશે. આ મેચમાં ઘણાબધા ક્રિકેટરસિયાઓ ટિકિટ ન મળવાથી નારાજ બન્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડની ઘોર બેદરકારી  અને વીઆઈપી  ક્લચર  ટિકિટો વેચાણ કરવામાં હાવી થતા મધ્યમવર્ગના યુવાનો એવા  ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા છે. ટિકિટોનાં કાળા બજાર કરવા માટે જાણે ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે.  એવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા અને પ્રવીણસિંહ વણોલે જણાવ્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જયારે વિશ્વ કપની  ઉદ્ઘાટન મેચ હતી ત્યારે book  My  Show  પર દેખાડવામાં આવ્યું હતું કે મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, પરંતુ તે મેચમાં માત્ર દોઢ હજાર  જેટલા પ્રેક્ષકો હાજર હતા, ત્યારે સવાલ થાય છે કે ખરેખર તો કોઈ મોટી ગોલમાલ ચાલી રહી છે. હાલ કાળા બજારમાં ભારત પાકિસ્તાનની ટિકિટો વેચાઈ રહી છે.તો વેચનાર પાસે આટલી ટિકિટો કેવી રીતે આવા પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ભારત પાકિસ્તાનની મેચમાં ક્રિકેટ પ્રેમીઓને નારાજ કર્યા છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ મનફાવે તેમ વર્તન કરીને VIP  લોકોને  ટિકિટોનું વેચાણ કરાયું હોવાની પણ ચર્ચા છે.

પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ વધુમાં કહ્યું હતું કે ભારત પાકિસ્તાન મેચની ટિકિટો બેલ્કમાં વેચાઈ રહી છે.   BOOK MY SHOW પર બે કલાક સુધી વેઇટિંગ રહેવા છતાં ટિકિટો મળી નથી અને ટિકિટ એક મિનિટમાં 18000થી વધુ વેચાઈ જાય એ પણ શંકા ઉપજાવે તેવી વાત છે. ભારત પાકિસ્તાનની મેચમાં ટિકિટો વેચાણ કરવામાં ફેસબુક  અને ઇન્સ્ટાગ્રામના પેજ પર રાફડો ફાટ્યો છે, અને બેફામ રીતે મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓને લૂંટવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે મેચમાં રીતસર  ક્રિકેટ પ્રેમીઓને ભારતીય ક્રિકેટ બોર્ડમાં બેઠેલા હોદેદારોએ નારાજ કર્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારત પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણમાં ભારે ગોલમાલ થઈ છે અને  બિન અનુભવી માણસને ભારતીય ક્રિકેટ બોર્ડનો વહીવટ સોંપવામાં આવ્યો છે એનું આ પરિણામ છે.  ભારત પાકિસ્તાન મેચની ટિકિટોનાં વેચાણમાં ગેરરીતિની તપાસ કરવી જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code