
અમદાવાદઃ ઉનાળાના આગમનને હવે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના ટાણે તાપમાનો પારો 30 ડિગ્રીને વટાવી જતાં લોકો ઉનાળા જેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળ સાથે ઠંડા પવનો ફૂંકાયા હતા જ્યારે બપોરે ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયું હતુ. શુક્રવારે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. ગુરૂવારે લઘુત્તમ તાપમાન ડીસામાં 17.5, ગાંધીનગરમાં 19.2, વલ્લભ વિદ્યાનગરમાં 18.7, વડોદરામાં 20.2, સુરતમાં 21.6, વલસાડમાં 16.8, ભુજમાં 18.8, નલિયામાં 17, કંડલા પોર્ટમાં 20, અમરેલીમાં 18, ભાવનગરમાં 19.4, દ્વારકામાં 23.8, ઓખામાં 22.4, પોરબંદરમાં 18, રાજકોટમાં 19.6, વેરાવળમાં 21.5, સુરેન્દ્રનગરમાં 19.2, મહુવામાં 16.9, કેશોદમાં 19.3 ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 31 ડિગ્રી, ડીસામાં 31.4, ગાંધીનગરમાં 30.8, વલ્લભ વિદ્યાનગરમાં 29.9, વડોદરામાં 30.2, સુરતમાં 30.7, વલસાડમાં 32.2, ભુજમાં 30.9, નલિયામાં 30.7, કંડલા પોર્ટમાં 28.4, અમરેલીમાં 31.2, ભાવનગરમાં 28.9, દ્વારકામાં 26.8, ઓખામાં 29.6, પોરબંદરમાં 29.5, રાજકોટમાં 32, વેરાવળમાં 29, સુરેન્દ્રનગરમાં 30.8, મહુવામાં 30.4 અને કેશોદમાં 30.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતુ.
હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, જામનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, પોરબંદર,સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, નવસારી, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.