
રાજસ્થાનના કોટામાં 82 હજાર કિલો વજનના ઘંટનું નિર્માણ, અવાજ 8 કિમી દૂર સુધી સંભળાશે
નવી દિલ્હીઃ રાજસ્થાનના કોટાના ચંબલ રિવર ફ્રન્ટ પર દેશનો સૌથી મોટો ઘંટ (બેલ) બનાવવામાં આવી રહ્યો છે. આ ઘંટ ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં 3 રેકોર્ડ પોતાના નામ કરશે. આ ઘંટની વાસ્તવિક આકૃતિને ફ્લેક્સનું પ્રદર્શન સાઈટ ઉપર કરાયું હતું. આ ઘંટનું નિર્માણ સ્ટીલ મેન ઓફ ઈન્ડિયાના નામથી ઓળખાતા જાણીતા એન્જિનીયર દેવેન્દ્ર કુમાર આર્ય કરી રહ્યાં છે. આ કલાકૃતિનું નિર્માણ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કલાકાર હરીરામ કુંભાવત કરી રહ્યાં છે. આ ઘંટનો અવાજ આઠ કિમી દૂર સુધી સંભળાશે.
એન્જિનીયર દેવેન્દ્ર કુમાર આર્યએ જણાવ્યું હતું કે, આ ઘંટનું વજન 57 હજાર કિલો જાહેર કર્યું છે. પરંતુ તેમાં લાગનારી જ્વેલરીનું વજન ગણવામાં આવ્યું નથી. સૌથી મોટા ઘંટની મજબુતી માટે જ્વેલરીનો ઉપયોગ કરાશે અને આખો લુક બદલવામાં આવી રહ્યો છે જે ઘણો આકર્ષક છે. આર્કિટેક્સ અનૂપ ભરતિયાએ જણાવ્યું હતું કે, જ્વેલરી નહીં હોવાના કારણે મોસ્કોમાં એક ઘંટ તૂટી ગયો હતો. આને ધ્યાનમાં રાખીને જે રીતે ઘંટમાં પેંડુલમ અથડાવવાનું છે, આ હિસ્સાને ખાસ સ્ટ્રેંથ આપવામાં આવી છે. તેને જ્વેલરીનું રૂપ આપવામાં આવ્યું છે. આ ઘંટની જ્વેલરીનું વજન લગભગ 25 હજાર કિલો છે. આમ ઘંટનું વજન હવે લગભગ 82 હજાર કિલો જેટલું હશે.
એન્જિનીયર દેવેન્દ્ર કુમાર આર્યએ જણાવ્યું હતું કે, ચાઈનામાં ઘંટનું વજન 101 ટન છે. જ્યારે મોસ્કોમાં ઘંટનું વજન 200 કિલો છે. કોટાના ચંબલ રિવર ફ્રન્ટ પર લગાનારા આ ઘંટના સ્વરૂપને આર્કિટેક્સ અનૂપ ભરતિયાએ તેવી રીતે ડિઝાઈન કર્યો છે કે, તે ક્યારેય તૂટે નહીં અને ઓછા વજનથી તેને ભારે બનાવી શકાય કેમ કે આ ઘંટમાં કોઈ પણ પ્રકારનું જોઈન્ટ નથી. આ સિંગલ કાસ્ટિગ ઘંટ છે એટલે તેના ટુટવાનો ચાન્સ ઝીરો ટકા છે.
એન્જિનિયર દેવેન્દ્ર કુમાર આર્યએ કહ્યું હતું કે, આ ઘંટ સુરક્ષિત છે વગર જ્વેલરી આ અસુરક્ષિત છે. આ માટે જ્વેલરી આ ઘંટનો જરૂરી હિસ્સો છે. જે તેને મજબુત બનાવશે અને હંમેશા માટે તેને આ પોઝિશનમાં રાખવામાં આવશે. કોટામાં બની રહેલા ચંબલ રિવર ફ્રન્ટ લગભગ આકાર લઈ ચૂક્યો છે. જે કોટાની ઓળખ બનશે. આ ઘંટ તેનું વિશેષ આકર્ષણ રહેશે.